KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ફેસ્ટિવલ સીઝન માટે ઓટો કંપનીઓ સજ્જ, આ કાર પર મળશે ડિસ્કાઉન્ટનો લાભ

તહેવારોની સિઝન પહેલા ઓટો કંપનીઓ વેચાણ વધારવાની તૈયારીમાં છે. નવા મોડલ, મજબૂત માંગ અને ડિસ્કાઉન્ટ ઓફર્સને કારણે વાહન બજારમાં તેજીની આશા છે.

desk@kuberanowPublished On : 22 Sept 2026
car
ફેસ્ટિવ સીઝન માટે ઓટો કંપનીઓ તૈયાર, ગ્રાહકો માટે ખુલ્યા ડિસ્કાઉન્ટના દરવાજાAI Generated Image

ફેસ્ટિવ સિઝન શરૂ થવા પહેલા ઓટો કંપનીઓ અને ડીલર્સે વેચાણ વધારવા માટે તૈયારી તેજ કરી છે. મજબૂત ઓર્ડર બુક, નવા મોડલના લોન્ચ અને આકર્ષક ઓફર્સના કારણે વાહન બજારમાં માંગ વધવાની આશા રાખવામાં આવી રહી છે. જોકે, બીજી તરફ ડીલર્સ પાસે વાહનોનો વધેલો સ્ટોક પણ એક પડકાર બની રહ્યો છે.


Maruti અને Hyundaiને વેચાણ વધવાની આશા

ફેસ્ટિવ સિઝન પહેલા Maruti Suzukiની ઓર્ડર બુકમાં લગભગ 40%નો વધારો નોંધાયો છે. કંપની માટે ગ્રાહકોની માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. Hyundaiના ડીલર્સને પણ આ સિઝનમાં વેચાણમાં 7-10% વૃદ્ધિની અપેક્ષા છે. નવા મોડલ અને ગ્રાહકોની ખરીદીની વધતી તૈયારીને કારણે પેસેન્જર વાહન બજારમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.


ટોપ વેરિઅન્ટ કારની માંગમાં વધારો

Mahindra & Mahindraની કારમાં પણ મોંઘા અને ટોપ વેરિઅન્ટ મોડલની માંગ મજબૂત રહી છે. કંપનીના વેચાણમાં ટોપ વેરિઅન્ટનો હિસ્સો લગભગ 72% હોવાનું જણાવાયું છે. ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ પેટ્રોલ મોડલની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.


વાહનોનો સ્ટોક બન્યો પડકાર

માગ વધવાની અપેક્ષા હોવા છતાં ડીલર્સ પાસે પેસેન્જર વાહનોનો સ્ટોક વધી ગયો છે. ઓગસ્ટમાં વાહનોની ઇન્વેન્ટરી લગભગ 5 દિવસથી વધીને 38-40 દિવસ સુધી પહોંચી છે. Marutiના ડીલર્સ પાસે લગભગ 16 દિવસનો સ્ટોક છે, જ્યારે Hyundai ડીલર્સ પાસે આ સમયગાળો 4-5 અઠવાડિયા સુધી પહોંચ્યો છે.


આ કાર પર મળી રહ્યા છે મોટા ઓફર્સ

ફેસ્ટિવ સિઝન પહેલા કેટલીક કાર પર ગ્રાહકોને મોટા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહ્યા છે.

Tata Curvv: ₹3.35 લાખ સુધીનો ઓફર

Grand Vitara: ₹3.10 લાખ સુધીનો ઓફર

Harrier EV: ₹2.25 લાખ સુધીનો ઓફર

Creta: ₹1.85 લાખ સુધીનો ઓફર

આગામી અઠવાડિયામાં નવા મોડલ, ઓફર્સ અને ફેસ્ટિવ માંગના કારણે ઓટો સેક્ટરના વેચાણ પર નજર રહેશે.


આ પણ વાંચો : NSE IPOનું આજે એલોટમેન્ટ, PAN નંબરથી ઘરે બેઠા ચેક કરો સ્ટેટસ


આ પણ જુઓ :



Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

tata motor

EV માર્કેટમાં Tata Motorsનો દબદબો! વેચાણમાં 75%નો જંગી વધારો

TOYOTA

Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?

TATA SAFARI

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS VII Norms

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ

XUV 3XO

CNG માર્કેટમાં Mahindraની એન્ટ્રી, ₹9.99 લાખથી શરૂ થશે નવી XUV 3XO

TVS RADEON

બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ