તહેવારો પહેલા મારુતિની બલ્લે-બલ્લે: સપ્ટેમ્બરમાં 2.36 લાખ ડિલિવરી, બુકિંગ 4 લાખને પાર
Maruti Suzuki માટે સપ્ટેમ્બર 2026 વેચાણની દૃષ્ટિએ મજબૂત રહ્યો. કંપનીનું કુલ વેચાણ 24% વધીને 2,36,013 યુનિટ થયું. UV અને Utility Vehicle સેગમેન્ટમાં 62%ની વૃદ્ધિએ કંપનીના વેચાણને ખાસ વેગ આપ્યો.

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki માટે સપ્ટેમ્બર 2026 વેચાણની દૃષ્ટિએ મજબૂત રહ્યો. કંપનીનું કુલ વેચાણ 2.36 લાખ યુનિટને પાર પહોંચ્યું છે. ખાસ કરીને SUV અને Utility Vehicle સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જ્યારે સ્થાનિક પેસેન્જર વ્હીકલ વેચાણમાં પણ મજબૂત વધારો નોંધાયો.
સ્થાનિક વેચાણમાં 30%નો વધારો
Maruti Suzukiના સપ્ટેમ્બર 2026ના આંકડા અનુસાર, કંપનીએ સ્થાનિક બજારમાં કુલ 1,91,794 વાહનોનું વેચાણ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં આ આંકડો 1,47,461 યુનિટ હતો. એટલે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં સ્થાનિક વેચાણમાં લગભગ 30%નો વધારો થયો છે. એક્સપોર્ટ સહિત કંપનીનું કુલ વેચાણ સપ્ટેમ્બરમાં 2,36,013 યુનિટ રહ્યું, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 1,89,665 યુનિટ હતું. કુલ વેચાણમાં લગભગ 24%ની વૃદ્ધિ નોંધાઈ.
પેસેન્જર વ્હીકલ વેચાણ 37% વધ્યું
સ્થાનિક બજારમાં સપ્ટેમ્બર દરમિયાન Maruti Suzukiએ 1,81,838 પેસેન્જર વ્હીકલ વેચ્યાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ વેચાણ 1,32,820 યુનિટ હતું. એટલે કે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 37%નો વધારો થયો. Mini, Compact અને Mid-size કારની કેટેગરીમાં સપ્ટેમ્બરમાં 91,887 યુનિટનું વેચાણ થયું, જે ગયા વર્ષે 74,090 યુનિટ હતું. આ કેટેગરીમાં Alto, Baleno, Celerio, Ciaz, Dzire, Ignis, S-Presso, Swift અને WagonR સામેલ છે.
SUV અને Utility Vehicleની વેચાણમાં 62% વૃદ્ધિ
Maruti Suzuki માટે સૌથી વધુ વૃદ્ધિ Utility Vehicle સેગમેન્ટમાં નોંધાઈ. સપ્ટેમ્બર 2026માં કંપનીએ 78,911 Utility Vehicle વેચ્યાં, જ્યારે સપ્ટેમ્બર 2025માં આ આંકડો 48,695 યુનિટ હતો. આ સેગમેન્ટમાં વેચાણ 62% વધ્યું છે. તેમાં Brezza, Ertiga, XL6, e-Vitara, Fronx, Grand Vitara, Jimny, Victoris અને Invicto જેવા મોડલ સામેલ છે.
એક્સપોર્ટ પણ વધ્યું
Light Commercial Vehicle સેગમેન્ટમાં સપ્ટેમ્બરમાં 3,414 યુનિટનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે 2,891 યુનિટ હતું. આ સેગમેન્ટમાં 18%નો વધારો નોંધાયો. કંપનીના એક્સપોર્ટમાં પણ વૃદ્ધિ જોવા મળી. સપ્ટેમ્બર 2026માં Maruti Suzukiએ 44,219 યુનિટ એક્સપોર્ટ કર્યા, જ્યારે સપ્ટેમ્બર 2025માં 42,204 યુનિટ એક્સપોર્ટ થયા હતા.
છ મહિનામાં 11.46 લાખથી વધુ વાહનોનું વેચાણ
એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના છ મહિનાના સમયગાળામાં Maruti Suzukiએ કુલ 11,46,523 વાહનો વેચ્યાં છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનું કુલ વેચાણ 8,71,276 યુનિટ હતું.
આ પણ વાંચો : Bull vs Bear: આગામી સપ્તાહે બજાર કોના કબજામાં રહેશે?
આ પણ જુઓ :
Also Read

EV માર્કેટમાં Tata Motorsનો દબદબો! વેચાણમાં 75%નો જંગી વધારો

Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ

CNG માર્કેટમાં Mahindraની એન્ટ્રી, ₹9.99 લાખથી શરૂ થશે નવી XUV 3XO





