ક્લિક નહીં, કમાન્ડ નહીં… હવે આંખ-હાથના ઇશારાથી ચાલશે Metaના AI Glasses!
Metaએ નવી AI આધારિત VR Glasses લોન્ચ કરી છે, જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી સાથે Meta AI સીધી રીતે જોડવામાં આવી છે. ડિવાઇસમાં વોઇસ કમાન્ડ, આંખની હિલચાલ અને હાથના ઇશારાથી કંટ્રોલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

Metaએ નવી AI આધારિત VR Glasses રજૂ કરી છે, જેને કંપનીએ અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ ડિવાઇસ ગણાવ્યું છે. આ સ્માર્ટ ગ્લાસમાં વર્ચ્યુઅલ રિયાલિટી સાથે Meta AIને ઓપરેટિંગ સિસ્ટમમાં સીધું જોડવામાં આવ્યું છે. યુઝર્સ હવે વોઇસ કમાન્ડ, આંખની હિલચાલ અને હાથના ઇશારા દ્વારા ફિલ્મો ચલાવી, એપ્લિકેશન ખોલી અને વર્કસ્પેસ મેનેજ કરી શકશે.
હળવા ડિઝાઇન સાથે નવી ટેકનોલોજી
નવી Meta VR Glassesનું વજન લગભગ એક ડેક કાર્ડ જેટલું હોવાનું કંપનીએ જણાવ્યું છે. આ ડિવાઇસ Meta Quest 3 કરતા પાંચ ગણું હળવું છે. આ માટે કંપનીએ બે ભાગવાળી ડિઝાઇન અપનાવી છે. ગ્લાસમાં સેન્સર અને ડિસ્પ્લે આપવામાં આવ્યા છે, જ્યારે અલગ પક કમ્પ્યુટિંગ, બેટરી અને સ્ટોરેજનું કામ સંભાળે છે.
5K ડિસ્પ્લે અને ઇમર્સિવ અનુભવ
નવી VR Glassesમાં Metaનું 5K Infinite Display આપવામાં આવ્યું છે, જે micro-OLED પેનલ આધારિત છે. કંપની અનુસાર આ ડિસ્પ્લે 37 pixels per degree સાથે વધુ સ્પષ્ટ વિઝ્યુઅલ અને ટેક્સ્ટ વાંચવાની સુવિધા આપે છે. ડિવાઇસમાં Dolby Vision અને Dolby Atmos સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેનાથી રંગો, કોન્ટ્રાસ્ટ અને ઓડિયો અનુભવ વધુ સારો બને છે.
મલ્ટી-સ્ક્રીન વર્કસ્પેસ અને મનોરંજન સુવિધા
Meta અનુસાર આ VR Glasses એક નવી કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. યુઝર્સ કોઈપણ સપાટ જગ્યાને કીબોર્ડ અને ટચપેડ તરીકે ઉપયોગ કરી શકશે. આ ડિવાઇસ IMAX Enhanced સર્ટિફાઇડ પ્રથમ VR ડિવાઇસ હોવાનું કંપનીએ જણાવ્યું છે. તેમાં પસંદગીની ફિલ્મો અને 3D કન્ટેન્ટનો અનુભવ પણ મેળવી શકાશે. Metaએ Prime Video, YouTube, DIRECTV, AMC+, ESPN સહિત અનેક મનોરંજન પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી હોવાનું જણાવ્યું છે.
હોલોગ્રામ ટેકનોલોજીથી વીડિયો કોલિંગ
Meta નવી VR Glassesમાં હોલોગ્રામ ટેકનોલોજી પણ લાવી રહી છે. આ ટેકનોલોજી યુઝર્સનું ફોટોરિયલિસ્ટિક ડિજિટલ પ્રતિબિંબ તૈયાર કરશે, જેનાથી હેન્ડ્સ-ફ્રી વીડિયો કોલિંગનો અનુભવ મળી શકશે. કંપનીએ જણાવ્યું કે 2027માં ડિરેક્ટર જેમ્સ કેમેરોન અને Lightstorm Vision સાથે 3D ફિલ્મ અનુભવ માટે પણ કામ કરવામાં આવશે.
આ પણ વાંચો : બંગાળ બનશે નવું 'હેલ્થ હબ'! અદાણી ગ્રુપનો ₹4,000 કરોડનો મેગા પ્લાન
આ પણ જુઓ :
Also Read

EV માર્કેટમાં Tata Motorsનો દબદબો! વેચાણમાં 75%નો જંગી વધારો

Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ

CNG માર્કેટમાં Mahindraની એન્ટ્રી, ₹9.99 લાખથી શરૂ થશે નવી XUV 3XO





