KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Tata Aeris Price: ટાટાની નવી સસ્તી સેડાન કાર લોન્ચ, CNG મોડલ પણ મળશે, કિંમત એવી કે ખરીદવાનું મન થઈ જશે

ટાટા મોટર્સે ભારતીય બજારમાં નવી કોમ્પેક્ટ સેડાન Tata Aeris લોન્ચ કરી છે. કાર પેટ્રોલ અને CNG બંને વિકલ્પમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત એવી રાખી છે કે તે સામાન્ય ગ્રાહકો અને મિડલ ક્લાસ ખરીદદારો માટે આકર્ષક વિકલ્પ બની શકે.

kuberanowPublished On : 25 Sept 2026
TATA AERIS
AI GENERATED

ટાટા મોટર્સે ભારતીય કાર બજારમાં પોતાની નવી કોમ્પેક્ટ સેડાન Tata Aeris લોન્ચ કરી છે. કંપનીએ આ કારને પેટ્રોલ અને CNG બંને વિકલ્પ સાથે રજૂ કરી છે. નવી સેડાનની શરૂઆતની કિંમત રૂ. 5.29 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કારની બુકિંગ શરૂ થઈ ગઈ છે, જ્યારે ડિલિવરી 11 ઓક્ટોબરથી શરૂ થવાની અપેક્ષા છે.


પેટ્રોલ અને CNG બંને વિકલ્પમાં મળશે Tata Aeris

Tata Aeris પેટ્રોલ અને CNG બંને મોડલમાં ઉપલબ્ધ રહેશે. પેટ્રોલ વેરિઅન્ટની શરૂઆતની કિંમત રૂ. 5.29 લાખ છે, જ્યારે CNG મોડલની કિંમત રૂ. 6.29 લાખથી શરૂ થાય છે. કારના બંને પાવરટ્રેનમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીએ Tata Aerisને Smart, Pure, Pure+, Creative અને Accomplished એમ 5 વેરિઅન્ટમાં રજૂ કરી છે. ટોપ વેરિઅન્ટ Accomplishedની કિંમત પેટ્રોલ મોડલમાં રૂ. 8.74 લાખ અને CNG મોડલમાં રૂ. 9.74 લાખ સુધી જાય છે.


ડિઝાઇનમાં કરાયા નવા ફેરફાર

Tata Aerisની ડિઝાઇનને આધુનિક લુક આપવામાં આવ્યો છે. કારમાં સ્લિમ LED હેડલાઇટ્સ, LED DRLs અને ગ્લોસ બ્લેક ગ્રિલ આપવામાં આવી છે. આ ઉપરાંત આગળના બમ્પરમાં પિક્સલ ડિઝાઇનવાળા LED ફોગ લેમ્પ્સ મળે છે. કારમાં 15-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાક નીચલા વેરિઅન્ટ અને તમામ CNG મોડલમાં 14-ઇંચના વ્હીલ્સ મળશે. પાછળની તરફ સ્લિમ LED ટેલલાઇટ્સને રેડ સ્ટ્રિપ સાથે જોડવામાં આવી છે. Tata Aeris છ રંગોમાં ઉપલબ્ધ થશે, જેમાં નાઇટ્રો ક્રિમસન, પ્યોર ગ્રે, ડંડેલી ડ્રિઝલ, પ્રિસ્ટીન વ્હાઇટ, ડેટોના ગ્રે અને ડ્યુન ગ્લો સામેલ છે.


CNG મોડલમાં મળશે 227 લીટર બૂટ સ્પેસ

Tata Aerisની લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,684 mm અને ઊંચાઈ 1,532 mm છે. કારનું વ્હીલબેઝ 2,450 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે. પેટ્રોલ મોડલમાં 419 લીટરનું બૂટ સ્પેસ મળે છે. જ્યારે CNG મોડલમાં ડ્યુઅલ સિલિન્ડર સેટઅપ આપવામાં આવ્યું છે, જેના કારણે તેમાં લગભગ 227 લીટરનું બૂટ સ્પેસ ઉપલબ્ધ થશે.


ફીચર્સ અને સુરક્ષા પર કંપનીનો ફોકસ

Tata Aerisના કેબિનમાં 10.25-ઇંચનું ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન, સેમી-ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. કારમાં વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને લેધરેટ સીટ્સ જેવા ફીચર્સ પણ મળે છે. સુરક્ષા માટે તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે. આ ઉપરાંત 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટર, TPMS, હિલ-હોલ્ડ કંટ્રોલ અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો: BMW લાવી રહી છે નવી રોડસ્ટર બાઇક F 450 R; પ્રીમિયમ લૂક અને 421cc એન્જિન સાથે આ તારીખે થશે રજૂ


1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવશે કાર

Tata Aerisમાં 1.2 લીટર, 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 86 hp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. CNG મોડલમાં આ જ એન્જિન 76 hp પાવર અને 97 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને મોડલમાં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

tata motor

EV માર્કેટમાં Tata Motorsનો દબદબો! વેચાણમાં 75%નો જંગી વધારો

TOYOTA

Toyota Innova Hycross Facelift: 12.3-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન, Wi-Fi અને 360° કેમેરા સાથે નવા અવતારમાં ઈનોવાની એન્ટ્રી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?

TATA SAFARI

Tata Safari EV: જાન્યુઆરી 2027માં આવી શકે ટાટાની EV સફારી, 600Kmથી વધુ રેન્જ સાથે અનેક ફીચર્સ

Royal Enfield

Royal Enfield Classic 650 Hypershift લોન્ચ, પ્રકાશ પ્રમાણે બદલશે રંગ

BS VII Norms

BS-VII Emission Rulesનો મોટો ફેરફાર: કારથી ટ્રક સુધી નવા પ્રદૂષણ ધોરણોનો પ્રસ્તાવ, ઓટો કંપનીઓના ખર્ચ વધી શકે

Tesla Flying Car

Tesla Flying Car: હવે હવામાં ઉડશે ટેસ્લા! Roadster 2થી ઓટો માર્કેટમાં ખળભળાટ

XUV 3XO

CNG માર્કેટમાં Mahindraની એન્ટ્રી, ₹9.99 લાખથી શરૂ થશે નવી XUV 3XO

TVS RADEON

બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ