Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી
Maricoએ Q2 FY27માં મજબૂત પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો સંકલિત ચોખ્ખો નફો 31% વધીને ₹550 કરોડ થયો છે, જ્યારે આવક 13% વધીને ₹3,897 કરોડ રહી છે. ભારતમાં વોલ્યૂમ ગ્રોથ 10% રહ્યો, જ્યારે મજબૂત માર્જિન અને આંતરરાષ્ટ્રીય બિઝનેસની વૃદ્ધિએ પણ કમાણીને ટેકો આપ્યો છે.

Maricoએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નફો, આવક અને ઓપરેટિંગ કામગીરી ત્રણેય મોરચે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. Parachute coconut oil સહિતની લોકપ્રિય બ્રાન્ડ ધરાવતી કંપનીએ ભારતના બજારમાં સારો વોલ્યૂમ ગ્રોથ નોંધાવ્યો છે, જ્યારે નવા બિઝનેસના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વૃદ્ધિથી પણ પરિણામોને ટેકો મળ્યો છે.
ભારતના બિઝનેસમાં 10% વોલ્યૂમ ગ્રોથ
Q2 FY27 દરમિયાન Maricoના ભારતના બિઝનેસમાં 10% વોલ્યૂમ ગ્રોથ નોંધાયો છે. કંપનીના મુખ્ય બિઝનેસમાં સારી માંગ અને નવા બિઝનેસના સતત વિસ્તરણને કારણે આ વૃદ્ધિ મળી છે. ટ્રેડિશનલ ટ્રેડ અને ઓર્ગેનાઈઝ ટ્રેડ બંનેમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી, જ્યારે ક્વિક કોમર્સમાં વૃદ્ધિની ગતિ વધુ ઝડપી રહી.
આવક 13% વધીને ₹3,897 કરોડ
કંપનીની ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે 13% વધીને ₹3,897 કરોડ થઈ છે. સાથે જ કંપનીનો PBIDT 25.1% વધીને ₹762 કરોડ થયો છે. મજબૂત ઓપરેટિંગ માર્જિન અને વોલ્યુમ ગ્રોથના કારણે કંપનીની પ્રોફિબીલીટીમાં સુધારો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બિઝનેસે પણ આપ્યો ટેકો
Maricoના આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં કોન્સ્ટન્ટ કરન્સી આધાર પર 13% વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ભારતીય રૂપિયામાં વૃદ્ધિ 23% રહી. બાગ્લાદેશ બિઝનેસમાં 5% વૃદ્ધિ નોંધાઈ. ઊંચી મોંઘવારી અને નબળી કન્ઝ્યુમર ડિમાન્ડ છતાં અહીં અગાઉના ત્રિમાસિકની સરખામણીએ થોડો સુધારો જોવા મળ્યો. વિયતનામ બિઝનેસમાં 22% ગ્રોથ રહ્યો, જેમાં સમગ્ પ્રોટફોલિયો અને ઈ-કોમર્સના સારા પ્રદર્શનનો ફાળો રહ્યો. MENA બિઝનેસમાં 15% વૃદ્ધિ નોંધાઈ, જ્યારે સાઉટ આફ્રિકામાં પણ 15% અને New Countries & Development તથા એક્સપોર્ટ બિઝનેસમાં 17% વૃદ્ધિ રહી.
આ પણ વાંચો: Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો
Quick Commerceમાં તેજી
ભારતમાં કંપનીના ટ્રેડિશનલ અને ઓર્ગેનાઈઝ્ડ ટ્રેડમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો છે. તેની સાથે ક્વિક કોમર્સ ચેનલમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. આ દર્શાવે છે કે Marico માત્ર પરંપરાગત રિટેલ નેટવર્ક પર નહીં, પરંતુ નવા ડિજિટલ કોમર્સ ચેનલ દ્વારા પણ પોતાની પહોંચ વધારી રહી છે.
પ્રથમ છ મહિનાનું પ્રદર્શન મજબૂત
કંપનીના MD & CEO Saugata Guptaના જણાવ્યા મુજબ FY27ના પ્રથમ છ મહિનાનું પ્રદર્શન Maricoના વધુ રિસાયલન્ટ અને ડાયવર્સિફાઈડ બિઝનેસ મોડલને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે પોર્ટફોલિયાના અનેક બિઝનેસ સારી ગતિએ આગળ વધી રહ્યા છે અને કંપની બ્રાન્ડ, માણસો અને કેપેબિલિટીસમાં સતત રોકાણ કરી રહી છે. કંપનીનું માનવું છે કે આ ઈન્વેસ્ટમેન્ટ લાંબા ગાળે ગ્રોથ મોમેન્ટમ જાળવવામાં મદદ કરશે.
FY27 માટે શું છે કંપનીનો અંદાજ?
Maricoએ FY27 માટે પોતાના આઉટલૂકમાં mid-twenties EBITDA ગ્રોથની અપેક્ષા વ્યક્ત કરી છે. કંપનીને ભારતના બિઝનેસમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ ચાલુ રહેવાની આશા છે. આ ઉપરાંત FY27ના બીજા અર્ધવાર્ષિકમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ વધુ ઝડપ પકડી શકે છે. Maricoના Q2 પરિણામોમાં સૌથી મહત્વની બાબત એ છે કે કંપનીએ માત્ર નફો અને આવક જ નહીં, પરંતુ વોલ્યુમ ગ્રોથ, માર્જિન અને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં પણ સંતુલિત વૃદ્ધિ નોંધાવી છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો





