હુથીના હુમલાથી ક્રૂડમાં ફરી ભડકો, બ્રેન્ટ 3 ટકાથી વધુ ઉછળી $112ને પાર
સાઉદી અરેબિયાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા હુમલાથી સપ્લાયની ચિંતા વધી, WTI $99.81એ પહોંચ્યું, બ્રેન્ટ ક્રૂડ પાંચ મહિનાની ટોચ નજીક પહોંચ્યું

સાઉદી અરબમાં હુથી બળવાખોરોએ નવા હુમલા કર્યા પછી પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકર્યું છે. દુનિયાના મુખ્ય ઓઈલ નિકાસ માર્ગમાંથી ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાઈ જવાની આશંકા વધી ગઈ છે. તેના પગલે ગુરુવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 2 ડોલરથી વધુનો વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદાનો ભાવ 3.38 ડોલર એટલે કે 3.11 ટકા વધીને 112.20 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે પાંચ મહિનાના ટોચના સ્તર નજીક છે. બીજીબાજુ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 2.66 ડોલર એટલે કે 2.74 ટકા વધીને 99.81 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે. INGના વિશ્લેષકોએ ગુરુવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું કે ઓઈલના ભાવમાં મજબૂતી જળવાઈ રહી છે અને વધુ ઘાતક હુમલા પછી બ્રેન્ટ ક્રૂડ ફરીથી 110 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે.
સાઉદી અરબમાં હુથી બળવાખોરોના હુમલાએ ચિંતા વધારી
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકન વિદેશ વિભાગ પશ્ચિમ એશિયામાં સ્થિત અનેક અન્ય અમેરિકન મિશનોમાંથી કર્મચારીઓના પરિવારોના સભ્યને પાછા બોલાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ બુધવારે અનેક સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદી અરબના દમ્મામ સ્થિત એક નાગરિક એરપોર્ટ પર હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ સિવાય સાઉદી અરબના એક ઓઈલ ક્ષેત્ર પર ડ્રોન હુમલામાં બે લોકોના મોત થયા હતા.
હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર IRGCના હુમલા
બીજીબાજુ દક્ષિણ ઈરાનના સિરિક ક્ષેત્રમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈરાન મીડિયા મુજબ વિસ્ફોટોની પ્રકૃતિ અને તેના સ્રોતો અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી શકી નથી. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નેવીએ ગુરુવારે દાવો કર્યો કે ઉત્તરી ફારસની ખાડીમાં ગેરકાયદેરૂપે ઓઈલનું હસ્તાંતરણ કરનારા ચાર જહાજોને બુધારે નિશા બનાવાયા પછી તેમાં આગ લાગી હતી. IRGCએ એમ પણ કહ્યું કે, હોર્મુઝની ખાડીના પશ્ચિમમાં ત્રણ અન્ય જહાજ સમુદ્રી સુરંગો સાથે અથડાયા હતા. સંગઠને અમેરિકન સેનાને ચેતવણી આપી કે તેને ઉશ્કેરવાની કાર્યવાહી ચાલુ રહેશે તો આ ક્ષેત્રમાં સ્થિત અમેરિકન સૈન્ય સ્થળો પર વ્યાપક જવાબી કાર્યવાહી કરાઈ શકે છે.
અમેરિકન ક્રૂડ ઓઈલના ભંડારમાં ઘટાડો
ઓઈલના પુરવઠામાં અવરોધોની અસર વૈશ્વિક ભંડાર પર પણ જોવા મળી રહી છે. અમેરિકન ઊર્જા માહિતી ઓથોરિટી (EIA)એ બુધવારે જાહેર કરેલા આંકડા મુજબ ગયા સપ્તાહે અમેરિકાના ક્રૂડ ઓઈલના ભંડારમાં 30.6 લાખ બેરલનો ઘટાડો થયો અને તે ઘટીને 41.25 કરોડ બેરલ રહી ગયો. એક સર્વેક્ષણમાં વિશ્લેષકોએ ભંડારમાં માત્ર 8.2 લાખ બેરલના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. વાસ્તવિક ઘટાડો અનુમાન કરતાં ઘણો વધુ રહ્યો. જોકે, ડિસ્ટિલેટ ઈંધણના ભંડારમાં વૃદ્ધિ નોંધાઈ હતી. તેમાં ડીઝલ અને હીટિંગ ઓઈલ જેવા ઈંધણ સામેલ છે. તેનો ભંડાર 16.8 લાખ બેરલ વધીને 10.43 કરોડ બેરલ થયો જ્યારે વિશ્લેષકોએ 11.6 લાખ બેરલના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
હીટિંગ ઓઈલના ભાવ નિયંત્રિત કરવાના અમેરિકાના પ્રયત્નો
ટ્રમ્પ સરકારે અમેરિકાના ઈમર્જન્સી હીટિંગ ઓઈલ રિઝર્વના 10 લાખ બેરલના ઓઈલ ભંડારમાંથી લગભગ એક તૃતિયાંશ સુધીના ઓઈલ લોન ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી છે. અમેરિકન ઊર્જા વિભાગે બુધવારે કહ્યું કે, આ પગલાંનો આશય ઈરાન અને યુક્રેનમાં ચાલતા યુદ્ધોના કારણે ડીઝલની અછતથી વધેલા ભાવને નિયંત્રિત કરવામાં મદદ કરવાનો છે.
શૅરબજારમાં તેજી, યુક્રેન યુદ્ધ પર વાતચીતની આશા
દરમિયાન અમેરિકન શૅરબજાર બુધવારે તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજમાં લગભગ 0.7 ટકાની તેજી નોંધાઈ હતી. બીજી બાજુ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને બુધવારે સેન્ટ પીટર્સબર્ગમાં અમેરિકન વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયત્નો પર ચર્ચા થઈ. યુરોપના સૌથી ઘાતક યુદ્ધને સમાપ્ત કરવા માટે વોશિંગ્ટનની નવી પહેલ વચ્ચે આ બેઠક થઈ છે. ક્રેમલિન મુજબ પુતિને આગામી મહિનાથી યુક્રેન સાથે અમેરિકાની મધ્યસ્થતામાં શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પણ આ વાટાઘાટોને સમર્થન કર્યું અને આશા વ્યક્ત કરી કે વાતચીત વહેલામાં વહેલી શરૂ થશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





