Crude Oil Price : મધ્ય-પૂર્વમાં તણાવ ઘટવાની આશા, Brent 114.54 અને WTI 100.90 ડોલર
સાઉદી-ઈરાન વાતચીતની અસર, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ, ભૂ-રાજકીય તણાવ ઓછો થવાની આશાએ Brentમાં ઘટાડો; જોકે છેલ્લા એક મહિનામાં ક્રૂડ લગભગ 10% મોંઘું થયું

ક્રૂડ ઓઈલના ભાવમાં મંગળવારે 27 ઓક્ટોબરે ઘટાડો શરૂ થયો છે. બ્રેન્ટ ક્રૂડનો આજનો ભાવ 1.10 ટકા ઘટીને 114.538 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો. વધતા ભૂ-રાજકીય તણાવના કારણે તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. સાઉદી અરબના સંરક્ષણ મંત્રીએ તણાવ ખતમ કરવા માટે ઈરાનના નેતાઓ સાથે વાતચીત કરવાના કારણે આ ઘટાડો આવ્યો હતો. આ વાતચીતથી પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવ ઘટવાની આશા જન્મી છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવ મંગળવારે પ્રતિ બેરલ 114.538 ડોલર થયો હતો. આ સિવાય WTI ક્રૂડના ભાવ 0.84 ટકા ઘટીને 100.901 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો. એક મહનામાં ક્રૂડના ભાવમાં અંદાજે 10 ટકાનો ઊછાળો આવી ચૂક્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવના કારણે ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ વધતા ભૂ-રાજકીય તણાવમાં ડિપ્લોમેટિક પ્રયત્નોના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. પાકિસ્તાન અને તૂર્કીના અધિકારીઓ સાથે મળીને સાઉદી અરબે ઈરાનના અધિકારીઓ સાથે તણાવ ઘટાડવા માટે ચર્ચા કરી હતી. આ સિવાય અમેરિકા અને ઈરાનના નવા હુમલા રોકવા માટે પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે.
બીજીબાજુ અમેરિકામાં આગામી સપ્તાહે મધ્યવર્તી ચૂંટણી થવાની છે. આ પહેલા પ્રમુખ ટ્રમ્પ ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તેવા મીડિયા અહેવાલો હતા. પ્રમુખ ટ્રમ્પ વારંવાર ધમકી આપી ચૂક્યા છે કે તેઓ ઈરાન પર ગમે તે સમયે હુમલો કરી શકે છે. જોકે, ઈઝરાયેલમાં આજે જ ચૂંટણી છે ત્યારે આગામી સમયમાં હુમલા થવાની સંભાવના ઘટી ગઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવશે તો તે ભારત જેવા મોટા ઓઈલ ખરીદદાર દેશ માટે મોટી રાહત સમાન હશે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે બધી વાતો અંગે સમજૂતી પૂરી નહીં થાય ત્યાં સુધી તણાવ સંપૂર્ણપણે ખતમ નહીં થાય.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





