Gold and Silver Price Today : સોનાની ચમકમાં બ્રેક! સતત ત્રીજા દિવસે ભાવ ઘટ્યા
ડોલરની મજબૂતી અને વૈશ્વિક સ્થિતિના કારણે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ત્રણ દિવસમાં 24 કેરેટ સોનું ₹2,510 અને 22 કેરેટ સોનું ₹2,310 સસ્તું થયું છે.

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ડોલરની મજબૂતી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સોનાની માંગ પર અસર પડી છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹2,510 અને 22 કેરેટ સોનામાં ₹2,310નો ઘટાડો થયો છે. આજે 24 કેરેટ અને 22 કેરેટ બંને સોનામાં ₹10 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,53,320 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનું ₹1,40,540 અને 18 કેરેટ સોનું ₹1,14,990 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
મોટા શહેરોમાં પણ ભાવમાં ઘટાડો
દેશના મોટા શહેરોમાં પણ સોનાના ભાવ લગભગ સમાન સ્તરે રહ્યા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ, પટના અને જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,53,320 પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ અન્ય શહેરોની સરખામણીએ થોડો વધુ છે અને તે ₹1,54,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
એક દિવસની સ્થિરતા બાદ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં ચાંદીનો ભાવ ₹100 ઘટીને ₹2,49,900 પ્રતિ કિલો થયો છે. મુંબઈ અને કોલકાતામાં પણ ભાવ આ જ સ્તરે રહ્યો છે, જ્યારે ચેન્નાઈમાં ચાંદી ₹2,59,900 પ્રતિ કિલોના ભાવે સૌથી મોંઘી રહી છે.
ભાવ ઘટાડાનું કારણ
અમેરિકી ડોલરની મજબૂતી અને ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના સંકેતોને કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. ડોલર ઇન્ડેક્સ 100થી ઉપર રહેતા અન્ય કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું બને છે.
આ પણ વાંચો : IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા





