Gold Silver Price Today : સોનાની તેજીને મળ્યું ફેડનું બળ! ચાંદી પણ દોડવા લાગી, જાણો હવે કયા લેવલ મહત્વના
વ્યાજદર વધવાની આશા ઘટતાં અને ક્રૂડ ઓઈલના ભાવ નરમ પડતાં કિંમતી ધાતુઓને ટેકો; MCX પર સોનું ₹1.48 લાખ અને ચાંદી ₹2.12 લાખની આસપાસ

ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શની નરમ નાણાંનીતિ સંબંધી ટીપ્પણીઓ પછી ટ્રેડર્સે ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની આશા ઘટાડી દીધી છે. તેનાથી સોનાના ભાવમાં હાલમાં તેજીને મજબૂતી મળી છે. ક્રૂડ ઓઈલ સસ્તુ થવાથી ભાવ વધી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં સોમવારથી તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાના ભાવ 4,200 ડોલર પ્રતિ ઔંસ નજીક છે જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 57.60 ડોલર નજીક હતા. ઘરેલુ બજાર MCX પર સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,300 જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલો રૂ. 2,12,350 પર ટ્રેડ થઈ રહ્યા છે.
સોનાના ભાવમાં ઊછાળો
સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 479 રૂપિયાની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,48,397ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,47,918 હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો કોન્ટ્રાક્ટ 382 રૂપિયાની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,300ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કરી લીધું હતું.
ચાંદીમાં પણ ચમક
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ હતી. ઘરેલુ બજાર MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1,132 રૂપિયાની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 2,12,319ના સ્તરે ખુલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 2,11,187 હતો. આ સમાચાર લખાય છે ત્યારે કોન્ટ્રાક્ટ રૂ. 11,132ની તેજી સાથે રૂ. 2,12,370ના ભાવ પર ટ્રેડ થઈ રહી હતી. ચાંદીનો વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,04ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,143.40 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલી ક્લોઝિંગ પ્રાઈસ પ્રતિઔંસ 4,142.60 ડોલર હતી. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 3.20 ડોલરની તેજી સાથે પ્રતિ ઔંસ 4,139.40 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 58.15 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલી ક્લોઝિંગ પ્રાઈસ 58 ડોલર હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદો 0.43 ડોલરની તેજી સાથે પ્રતિ ઔંસ 57.57 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
ફેડરલ રિઝર્વ અને ક્રૂડના કારણે આવી તેજી
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી મોંઘવારીની ચિંતા ઘટી છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાને સમર્થન મળી રહ્યું છે. ભારત માટે સસ્તુ ક્રૂડ ઓઈલ રૂપિયા પર દબાણ પણ ઘટાડી શકે છે. આ કારણોથી હાલ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહ છે. ચાંદીમાં ટ્રેડ કરનારા રોકાણકારોએ ભાવમાં વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું જોઈએ. પાછલા કારોબારી સત્રમાં ચાંદના ભાવમાં અંદાજે 1.56 ટકાનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો જ્યારે સોનામાં તે 0.89 ટકા હતો. તેથી બંને કિંમતી ધાતુઓમાં રોકાણ કરતી વખતે જોખમના હિસાબે રકમ નક્કી કરવી જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરનારા લોકોએ એકસાથે રોકાણ કરવાના બદલે ટૂકડે ટૂકડે ખરીદી કરવી જોઈએ. તેનાથી ઘરેલુ બજારમાં આખી રાતના કારોબારની પૂરી અસર જોવા મળી શકે.
સોના અને ચાંદીમાં શોર્ટ કવરિંગ
ટેકનિકલ રૂપે સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 429ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2.15 ટકા ઘટીને 16,717 કોન્ટ્રાક્ટ રહ્યો હતો. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,47,350ના સ્તરે ટેકો મળ્યો છે જ્યારે તેનાથી નીચે આગામી સપોર્ટ રૂ. 1,46,780 છે. સોના માટે રૂ. 1,48,660 પ્રતિકારક સ્તર છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો સોનું રૂ. 1,49,400 સુધી પહોંચી શકે છે.
ટેકનિકલ રૂપે ચાંદીમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે.ભાવમાં 527ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.78 ટકા ઘટીને 20,056 કોન્ટ્રાક્ટ રહ્યા છે. ચાંદીને રૂ. 2,09,930ના સ્તરે સપોર્ટ મળ્યો છે જ્યારે આગામી સપોર્ટ રૂ. 2,08,670 પર છે.ચાંદી માટે રૂ. 2,13,220 પ્રતિકારક સ્તર છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો ચાંદી રૂ. 2,15,250 સુધી પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





