Gold-Silver Price Today: સોનું ₹1.43 લાખ નજીક, ચાંદી ₹1.92 લાખ પર
MCX પર સોનામાં 0.28% અને ચાંદીમાં 1.13%નો ઘટાડો, જ્યારે વૈશ્વિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓ નરમાઈ સાથે ટ્રેડ થઈ. અમેરિકન ફેડે વ્યાજદર 3.75-4.00% પર સ્થિર રાખ્યા છતાં ડિસેમ્બરમાં દર વધવાની આશંકાથી બુલિયન પર દબાણ વધ્યું.

અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરોને સ્થિર રાખવાના નિર્ણય પછી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળઅયો હતો. ફેડના બે અધિકારીઓએ વ્યાજ દરમાં 0.25 ટકાના વધારા માટે અસહમતી વ્યક્ત કરી હતી. તેનાથી ડિસેમ્બરમાં વ્યાજદર વધારવામાં આવે તેવી આશંકા મજબૂત થઈ છે. વૈશ્વિક બજારમાં સોના ચાંદી તેજી સાથે ખૂલ્યા, પરંતુ પાછળથી ભાવ ગગડી ગયા હતા. એ જ રીતે ઘરેલુ બજારમાં પણ સોના-ચાંદીની શરૂઆત નરમ રહી હતી.
વૈશ્વિક બજાર Comex પર ગુરુવારે સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,050ના નજીક જ્યારે ચાંદી વાયદો પ્રતિ ઔંસ 53.30 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,000 જ્યારે ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,93,250ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
સોનાના ભાવમાં ઘટાડો
સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ રૂ. 37 ઘટીને રૂ. 1,43,668ના સ્તરે ખૂલ્યો હતો.પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,705 હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ 0.28 ટકાના ઘટાડા સાથે રૂ.1,43,305ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટી પાર કરી હતી.
ચાંદીમાં પણ કડાકો
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત નરમ રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,682ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,92,643ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,94,325 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.13 ટકાના ઘટાડા સાથે રૂ. 1,92,120ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 4,20,048નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજાર Comexમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,081.40 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 4,051.60 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ વાયદો 0.15 ટકાની નરમાઈ સાથે પ્રતિ ઔંસ 4,045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાએ આ વર્ષે 5,586.20 ડોલરના સ્તરે સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
Comex પર ચાંદી વાયદાની પણ નરમ શરૂઆત રહી હતી. ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 54.05 ડોલરના સ્તરે ખુલ્યો હતો. પાછલો બંધ ભાવ 53.66 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદાનો ભાવ 1.51 ટકાના ઘટાડા સાથે 52.855ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે 121.79 ડોલરની ટોચની સપાટી હાંસલ કરી હતી.
અમેરિકન ડોલરમાં મજબૂતી અને વ્યાજદર લાંબા સમયસુધી ઊંચા સ્તરે જળવાઈ રહેવાની આશંકાના કારણે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરને 3.75-4.00 ટકા પર સ્થિર રાખવાના નિર્ણયથી બુલિયન પર દબાણ વધ્યું છે.
ચાંદીમાં નવી વેચવાલીનું દબાણ
ટેકનિકલરૂપેબજારમાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં 433 રૂપિયાના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 0.2 ટકા ઘટીને 15,591 કોન્ટ્રાક્ટ રહ્યો હતો. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,240ના સ્તરે સપોર્ટ છે. તેનાથી નીચે ભાવ ગગડશે તો રૂ. 1,42,770ના સ્તરે ટેકો મળી શકે છે. બીજીબાજુ પ્રતિકારક સ્તર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,260 છે. આ સ્તરને પાર કરતા ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,810 સુધી પહોંચી શકે છે. ટેકનિકલ રૂપે ચાંદીમાં નવી વેચવાલીનું દબાણ છે. ચાંદી વાયદાનો ભાવ રૂ. 2,392ના ઘટાડા વચ્ચે ઓપન ઈન્ટરેસ્ટ 0.36 ટકા વધીને 16,598 કોન્ટ્રાક્ટ થઈ ગયો, જે નવી શોર્ટ પોઝિશન બનવાના સંકેત આપે છે. ચાંદીને પ્રતિ કિલો રૂ. 1,93,370ના સ્તરે ટેકો છે. તેનાથી નીચે ભાવ ગગડીને પ્રતિ કિલો રૂ. 1,92,410 સુધી પહોંચી શકે છે. બીજીબાજુ ચાંદી વાયદામાં પ્રતિકારક સ્તર પ્રતિ કિલો રૂ. 1,95,920ના સ્તરે છે. આ સ્તરથી ઉપર ટકી રહેવાથી ભાવ વધીને પ્રતિ કિલો રૂ. 1,97,510 સુધી પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





