બુલિયન માર્કેટમાં ભારે વેચવાલી! સોનું 4,000 ડોલરની નજીક, ચાંદી પણ ગગડી
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો; ક્રૂડ ઓઈલ $113ને પાર અને ઊંચા વ્યાજદરની આશંકાથી બુલિયન માર્કેટમાં વેચવાલી; MCX પર સોનું ₹1.42 લાખ અને ચાંદી ₹1.96 લાખની નજીક

વૈશ્વિક શૅરબજારોમાં વેચવાલી થઈ રહી છે. ક્રૂડ ઓઈલ 113 ડોલરથી ઉપર જતું રહ્યું છે, જેનાથી મોંઘવારીની ચિંતા વધી છે અને વ્યાજ દર ઊંચા સ્તરે રહેવાની આશંકા મજબૂત થઈ છે. એવામાં સોના અને ચાંદીના ભાવ પર દબાણ વધી ગયું છે. શુક્રવારે 23 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ પ્રારંભિક તબક્કામાં નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. ગુરુવારે પણ તેના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવ રૂ. 2 લાખથી નીચે ઉતરી ગયા છે.
વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાના ભાવ પ્રતિ ઔંસ 4,030 ડોલર નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 54 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યા છે. ઘરેલૂ બજાર MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,300 તથા ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,96,000 નજીક ટ્રેડ કરી રહ્યા છે.
સોનાના ભાવમાં કડાકો
સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,251ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,058ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,43,309 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 1,002ના ઘટાડા સાથે રૂ. 1,42,307ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779ના સ્તરને સ્પર્શ કર્યો હતો.
ચાંદીમાં પણ નરમાઈ
ચાંદાના વાયદાની શરૂઆત પણ નરમાઈ સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 3,012ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,96,587ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,99,599 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 3,568ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,96,031ના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,042.20 ડોલરના ભાવે ખુલ્યું હતં.પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,060.40 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો વાયદો 27.90 ડોલરના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 4,032.50 ડોલરના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો. સોનાના ભાવ આ વર્ષે 5,586.20 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. Comex પર ચાંદીના વાયદાના ભાવ પ્રતિ ઔંસ 54.69 ડોલરે ખૂલ્યા હતા. પાછલો બંધ ભાવ 55 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદાના ભાવ 0.96 ડોલરના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 54.04 ડોલરે ટ્રેડ કરી રહ્યા છે. તેના ભાવે આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
સોનામાં નવી વેચવાલીનું દબાણ
ટેકનિકલ રૂપે સોનામાં નવી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 2,770ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 0.29 ટકા વધીને 16,645 કોન્ટ્રાક્ટ પર પહોંચ્યો હતો. આ કિંમતોમાં ઘટાડા વચ્ચે નવા સોદા બનવાના સંકેત છે. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,520ના સ્તરે સપોર્ટ મળ્યો છે. આગામી સપોર્ટ રૂ. 1,42,740 પર છે. બીજીબાજુ રૂ. 1,44,610ના સ્તરે પ્રતિકાર મળી રહ્યો છે. આગામીઅવરોધક સ્તર રૂ. 1,45,910 પર છે. ભાવ તાત્કાલિક સપોર્ટથી નીચે ટકશે તો મંદીનું દબાણ વધી શકે છે. જોકે, રૂ. 1,44,610ના ઉપરી સ્તરે પાછા ફરતાં બજારની ધારણામાં સુધારો આવી શકે છે અને ભાવ આગામી પ્રતિકારક સ્તર તરફ વધી શકે છે.
ચાંદીમાં લોન્ગ અનવાઈન્ડિંગ
ટેકનિકલરૂપે ચાંદીમાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 9,569ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 4.27 ટકા ઘટીને 19,038 કોન્ટ્રાક્ટ રહી ગયો. આ નવા શોર્ટ સોદા બનાવવાના બદલે વર્તમાન સોદાના બંધ થવાના સંકેત છે. ચાંદીને પ્રતિ કિલો રૂ. 1,96,940ના સ્તરે સપોર્ટ છે. ત્યાર પછીનો સપોર્ટ રૂ. 1,94,290ના સ્તરે છે. બીજી બાજુ પ્રતિકારક સ્તર રૂ. 2,04,130 અને રૂ. 2,08,660 છે. ભાવ આ સપોર્ટ સ્તરથી નીચે તૂટશે તો ઘટાડો વધી શકે છે. જોકે, રૂ. 2,04,130થી ઉપર સતત ટકવાથી બજારની ધારણામાં સુધારો થઈ શકે છે અને ભાવ આગામી પ્રતિકારક સ્તર તરફ વધી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





