Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક
સોનામાં 0.85% ઘટાડો, MCX પર ભાવ ₹1.50 લાખની નીચે, Comex સોનું $4,209, જ્યારે MCX પર બંને ધાતુઓમાં નરમાઈ

દુનિયામાં મોંઘવારીની ચિંતા દૂર થવાથી વૈશ્વિક બજારમાં સોનું 4,200 ડોલરે પહોંચી ગયું છે અને ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. બીજીબાજુ ઘરેલુ બજારમાં સોનું તેજી સાથે ખૂલ્યું હતું, પરંતુ પાછળથી ભાવ ગગડી ગયા. ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ડીઝલના ભાવ નીચા લાવવા માટે રશિયા સાથે કરાર કરવા અને રશિયાના નિકાસ પ્રતિબંધો છ મહિના માટે દૂર કરવાની જાહેરાત કરી હતી. તેનાથી વૈશ્વિક સ્તર પર ઈંધણની અછત દૂર થવાની આશા છે, જેને પગલે મોંઘવારીની ચિંતા ઘટી ગઈ છે.
સોમવારે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાના ભાવ 4,230 ડોલર પ્રતિ ઔંસની નજીક હતા જ્યારે ચાંદી 61.30 ડોલર પ્રતિ ઔંસની નજીક ટ્રેડ કરી રહી હતી. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાના ભાવ 0.85 ટકાના ઘટાડા સાથે રૂ. 1,50,204 અને ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 0.55 ટકાના ઘટાડા સાથે રૂ. 2,24,519ના સ્તરે ટ્રેડ થતા હતા.
સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો
સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 97ની તેજી સાથે રૂ. 1,51,596ના સ્તરે ખૂલ્યો હતો. પાછળો બંધ ભાવ રૂ. 1,51,499 હતો. જોકે, સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ રૂ. 1315 ઘટીને રૂ.1,50,184ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કરી લીધો હતો. ચાંદીના વાયદાના ભાવમાં સુસ્ત રહી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,863ના ઘટાડા સાથે રૂ. 2,25,494ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,25,755 હતો. જોકે, ત્યાર પછી ચાંદીમાં તેજી આવી હતી અને ભાવ સવારે 9.20 કલાકે રૂ. 2,25,791ના સ્તરે પહોંચ્યા હતા. ત્યાર પછી ભાવમાં નરમાઈ આવી હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદાનો ભાવ રૂ. 1135ના ઘટાડા સાથે રૂ. 2,24,620ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સ્તરે સર્વોચ્ચ સપાટી સ્પર્શ કરી હતી.
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજાર Comexમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં તેજી આવી છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,220.80 ડોલરના ભાવે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,216.30 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 0.16 ટકાના સાધારણ ઘટાડા સાથે રૂ. 4,209.40ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના સ્તરે સર્વોચ્ચ સપાટી સ્પર્શ કરી હતી. Comex પર ચાંદીના વાયદાનો ભાવ 61.29 ડોલરે ખૂલ્યો હતો.પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 61.04 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.18 ટકાના ઉછાળા સાથે પ્રતિ ઔંસ 61.160 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કરી લીધી હતી.
સોના અને ચાંદીમાં શોર્ટ કવરિંગ
ટેકનિકલરૂપે સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળી રહી છે. કિંમતોમાં તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2.71 ટકા ઘટીને 16,126 કોન્ટ્રાક્ટ રહી ગયો છે. સોનાને હાલમાં રૂ. 1,50,870 પર સપોર્ટ મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,50,240 છે. બીજીબાજુ પ્રતિકારક સ્તર રૂ. 1,51,915 અને ત્યાર પછી રૂ. 1,52,330 છે. ભાવ રૂ. 1,51,915 સુધી ટકી રહેશે તો તેમાં રિકવરી વધીને રૂ. 1,52,330 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત રૂ. 1,50,870થી નીચે તૂટતા કિંમત રૂ. 1,50,240ના આગામી સપોર્ટ સ્તર સુધી ગગડી શકે છે.
ટેકનિકલરૂપે ચાંદીમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 8.92 ટકા ઘટીને 16,859 કોન્ટ્રાક્ટ રહી ગયો છે. ચાંદીને હાલમાં રૂ. 2,24,070ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 2,22,385ના સ્તરે છે. બીજીબાજુ પ્રતિકાક સ્તર રૂ. 2,27,010 અને રૂ. 2,28,265 ઉપર છે. ભાવ રૂ. 2,27,010ના સ્તરે ટકી રહેશે તો તેમાં રિકવરી વધીને રૂ. 2,28,265 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત રૂ. 2,24,070થી નીચે તૂટવા પર ચાંદીમાં નરમાઈ વધી શકે છે અને ભાવ રૂ. 2,22,385ના સ્તર સુધી ગગડી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





