સરકારના ખાંડ ક્વોટાથી ભાવમાં રાહતની આશા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ખાંડના ભાવ ₹55 કિલો સુધી આવી શકે
સરકારે ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા માટે 14 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. મિલોના ખાંડના ભાવમાં ઘટાડા બાદ નવરાત્રી સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના રિટેલ બજારમાં ખાંડ સસ્તી થવાની આશા છે.

મુંબઈ: તહેવારોની સિઝન પહેલાં ખાંડના ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા એટલે કે 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી માટે 14 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ ખાંડના જથ્થામાં વધારો થવાની અને બજારમાં ભાવમાં વધુ રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
14 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાના બે પખવાડિયામાં કુલ 26.50 લાખ ટન ખાંડનો ક્વોટા ફાળવ્યો હતો. તેનો હેતુ રિટેલ બજારમાં ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવાનો હતો. હવે ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા માટે 14 લાખ ટનનો નવો ક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. બજાર નિષ્ણાતો મુજબ જો ઓક્ટોબરના બીજા પખવાડિયામાં પણ 14 લાખ ટનનો ક્વોટા જાહેર કરવામાં આવે તો મહિનાનો કુલ ક્વોટા 28 લાખ ટન સુધી પહોંચી શકે છે.
મિલોના ખાંડના ભાવમાં ઘટાડો
મુંબઈ સ્થિત ખાંડ અગ્રણી નિકાસકાર પ્રફુલ વિઠલાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા તહેવારો પહેલાં વધુ ખાંડ રિલીઝ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે. જાહેર કરાયેલા 14 લાખ ટનના ક્વોટામાંથી 13 લાખ ટન સ્થાનિક ખાંડના સ્ટોક માટે અને 1 લાખ ટન આયાતી ખાંડ માટે ફાળવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામામાં જણાવ્યા મુજબ મિલોને સપ્ટેમ્બર મહિનાના બાકી રહી ગયેલા કોઇ ક્વોટાનો ઉપયોગ કરવા નહી મળે.
નવરાત્રીમાં ગ્રાહકોને મળી શકે રાહત
બોમ્બે શુગર મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અશોક જૈનના જણાવ્યા મુજબ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે ખાંડનો વધારાનો ક્વોટા જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાવમાં હજુ થોડો ઘટાડો થઈ શકે છે અને દિવાળીના તહેવારો દરમિયાન ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેવાની શક્યતા છે. બજારમાં હાલ મિલોની M-30 ખાંડના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ ₹4,450થી ₹4,550 વચ્ચે પહોંચી ગયા છે.
આ પણ વાંચો: ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, બ્રેન્ટ તૂટીને 96 ડોલરે પહોંચ્યું, WTI 86 ડોલર થયું
₹55 પ્રતિ કિલોએ મળશે ખાંડ
બજાર નિષ્ણાતો મુજબ જો રિટેલરો ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે તો નવરાત્રી સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના રિટેલ બજારમાં ખાંડના ભાવ પ્રતિ કિલો ₹55 સુધી આવી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





