Bullion Market Alert: સોનાની આયાતમાં બેંકોને ઝટકો, 3% IGST રાહત રદ થવાની શક્યતા
સોના, ચાંદી અને પ્લેટિનિયમની આયાત માટે બેન્કો તથા નોમિનેટેડ એજન્સીઓને મળતી IGST રાહત પાછી ખેંચવા અંગે ચર્ચા થઈ શકે છે. 7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવવાની શક્યતા છે.

સોના, ચાંદી અને પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓની આયાતને લઈને સરકાર GST નિયમોમાં ફેરફાર અંગે વિચારણા કરી શકે છે. બેન્કો અને નોમિનેટેડ એજન્સીઓને મળતી IGST રાહત પાછી ખેંચવાનો મુદ્દો આગામી GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચાઈ શકે છે. જો આ રાહત પરત લેવામાં આવે તો કિંમતી ધાતુઓની આયાત સાથે જોડાયેલી બેન્કો અને એજન્સીઓ માટે ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે.
હાલમાં આયાત પર 3% IGST
સોના, ચાંદી અને પ્લેટિનિયમની આયાત પર હાલમાં 3% ઇન્ટિગ્રેટેડ GST એટલે કે IGST લાગે છે. જોકે, સરકાર દ્વારા સમયાંતરે લિસ્ટ કરવામાં આવેલી કેટલીક બેન્કો અને નોમિનેટેડ એજન્સીઓને આ કિંમતી ધાતુઓની આયાત પર IGSTમાં રાહત આપવામાં આવે છે.
7 ઓક્ટોબરે GST કાઉન્સિલમાં ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં બેન્કો અને નોમિનેટેડ એજન્સીઓને વર્ષ 2019માં આપવામાં આવેલી ટેક્સ રાહત પરત ખેંચવા અંગે ચર્ચા થઈ શકે છે. રાહત પરત લેવામાં આવે તો બુલિયન એક્સચેન્જ અને આ નોમિનેટેડ એજન્સીઓ ટેક્સની બાબતમાં એક જ સ્તરે આવી શકે છે.
કિંમતી ધાતુઓની આયાત સરકાર માટે ચિંતાનો વિષય
સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત સરકાર માટે ચિંતાનો વિષય રહી છે. આ આયાતને કારણે વિદેશી મુદ્રા બજાર જાય છે અને તેની અસર ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર પણ પડે છે.
આ પણ વાંચો : હળદરમાં તેજીનો ભડકો: પાક 25% ઘટવાની ભીતિ, સ્ટોક તળિયે પહોંચ્યો
આ પણ જુઓ :
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





