ગુજરાતમાં મગફળીના પાકને મોટો ફટકો! ઉત્પાદન 20.50% ઘટવાનો અંદાજ
સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડ સર્વે મુજબ ગુજરાતમાં આ વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન 20.50% ઘટીને 33.30 લાખ ટન રહેવાનો અંદાજ છે. સૌરાષ્ટ્રમાં 25.53 લાખ ટન અને અન્ય વિસ્તારોમાં 7.81 લાખ ટન ઉત્પાદનનો અંદાજ મૂકાયો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખેંચની અસર આ વર્ષની મગફળીના પાક પર જોવા મળી શકે છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના તાજેતરના ગ્રાઉન્ડ સર્વે મુજબ ગુજરાતમાં ખરીફ મગફળીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 20.50% ઘટીને 33.30 લાખ ટન રહેવાનો અંદાજ છે. બીજી તરફ, હાલમાં મગફળીના ભાવ સારા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મગફળીની આવકો વધી રહી છે.
વાવેતર વિસ્તારમાં પણ ઘટાડો
સર્વેના પ્રતિનિધિમંડળમાં જોડાયેલા SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી.વી. મહેતાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં મગફળીનું વાવેતર ગયા વર્ષના 22.02 લાખ હેક્ટરની સરખામણીએ આ વર્ષે ઘટીને 20.71 લાખ હેક્ટર થયું છે. ગ્રાઉન્ડ સર્વેમાં આ વર્ષે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 33.30 લાખ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 41.88 લાખ ટન હતું.
સૌરાષ્ટ્રમાં 25.53 લાખ ટન ઉત્પાદનનો અંદાજ
GGN Researchના મેનેજિંગ પાર્ટનર રાજેશ પટેલના જણાવ્યા મુજબ, કુલ 20 સભ્યોના પ્રતિનિધિમંડળે ગ્રાઉન્ડ સર્વેમાં ભાગ લીધો હતો. નિષ્ણાતોએ પાકના અંદાજ સાથે તેની ગુણવત્તા અને વેરાયટીની વિગતોનો અભ્યાસ કર્યો હતો. સર્વે મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે 25.53 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં 31.82 લાખ ટન ઉત્પાદન થયું હતું, એટલે આ વખતે અહીં ઉત્પાદન આશરે 19.80% ઓછું રહેવાનો અંદાજ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોને મળીને 7.81 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગયા વર્ષે આ વિસ્તારોમાં 10.06 લાખ ટન ઉત્પાદન થયું હતું.
દૈનિક 3થી 4 લાખ ગુણીની આવક
રાજ્યમાં હેક્ટરદીઠ 1,608 કિલો મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે. દરમિયાન, હાલ મગફળીના ભાવ સારા હોવાથી રાજ્યમાં આવકો પણ વધી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડના મગફળીના દલાલના જણાવ્યા મુજબ હાલમાં 35 કિલોની એક એવી સરેરાશ દૈનિક 3થી 4 લાખ ગુણી મગફળીની આવક થઈ રહી છે. હાલ સાબરકાંઠા અને બનાસકાંઠામાં વધુ આવકો થઈ રહી છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો વધવાની શક્યતા છે અને આ આવકો ડિસેમ્બર મહિનાના અંત સુધી ચાલુ રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો : YouTubeની બાદશાહતને પડકારશે Instagram! Reels બાદ Long Videosનો વારો
આ પણ જુઓ:
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





