મકાઈ પર બેવડું દબાણ! ઉત્પાદન 32% ઘટી શકે, બીજી તરફ ઇથેનોલમાં વપરાશ સતત વધ્યો
અલ નીનો અને પ્રતિકૂળ હવામાનને કારણે 2026-27માં ભારતનું મકાઈ ઉત્પાદન આશરે 32% ઘટીને 375 લાખ ટન રહેવાની ધારણા છે. બીજી તરફ ઇથેનોલમાં મકાઈનો વપરાશ વધી રહ્યો હોવાથી પોલ્ટ્રી, પશુઆહાર અને સ્ટાર્ચ ઉદ્યોગ માટે કાચા માલનો ખર્ચ વધવાની શક્યતા છે.

મુંબઈ: અલ નીનોની અસર અને પ્રતિકૂળ હવામાનને કારણે દેશમાં મકાઈના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની આશંકા છે. બીજી તરફ ઇથેનોલના ઉત્પાદનમાં મકાઈનો વપરાશ સતત વધી રહ્યો છે. આ બંને પરિબળોના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં મકાઈનો પુરવઠો ઘટી શકે છે, જેની સીધી અસર પોલ્ટ્રી, પશુઆહાર અને સ્ટાર્ચ ઉદ્યોગના ખર્ચ પર પડી શકે છે.
મકાઈનું ઉત્પાદન 375 લાખ ટન રહેવાની ધારણા
2025-26માં ભારતમાં 550 લાખ ટન મકાઈનું ઉત્પાદન થયું હતું. જોકે, અલ નીનોની અસર અને પ્રતિકૂળ હવામાનને કારણે 2026-27માં ઉત્પાદન આશરે 32% ઘટીને 375 લાખ ટન જેટલું રહેવાની ધારણા છે. દેશમાં મકાઈના કુલ વપરાશમાં સ્ટાર્ચ ઉદ્યોગનું મહત્વનું સ્થાન છે. સ્ટાર્ચના કુલ ઉત્પાદનમાં 60%થી વધુ હિસ્સો મકાઈ આધારિત હોવાનું જણાવાયું છે.
ઇથેનોલમાં મકાઈનો વપરાશ વધ્યો
મકાઈના પુરવઠા પર દબાણ વધવાનું બીજું કારણ ઇથેનોલ ઉત્પાદન છે. 2021-22માં ઇથેનોલ બ્લેન્ડિંગ માટે મકાઈનો વપરાશ નહિવત હતો, જ્યારે હાલમાં તેનો હિસ્સો લગભગ 37% સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. સરકારે E20 અભિયાન હાથ ધર્યું છે. સાથે જ ખાંડના પુરવઠામાં ખેંચને કારણે ઇથેનોલ માટે શેરડીનો વપરાશ ઘટવાની ધારણા છે. આવી સ્થિતિમાં ઇથેનોલ બનાવવા માટે મકાઈનો હિસ્સો વધુ વધી શકે છે.
પોલ્ટ્રી અને પશુઆહાર ઉદ્યોગનો ખર્ચ વધી શકે
મકાઈના ભાવ પહેલેથી જ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધ્યા છે. 2019માં પોલ્ટ્રી ઉદ્યોગને મકાઈ પ્રતિ કિલો ₹12થી ₹14ના ભાવે મળતી હતી, જ્યારે હાલમાં છૂટક બજારમાં તેનો ભાવ ₹27થી ₹29 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. જો ઉત્પાદન ઘટશે અને ઇથેનોલ માટે માંગ વધશે તો પોલ્ટ્રી અને પશુઆહાર ઉદ્યોગને મકાઈ માટે વધુ ભાવ ચૂકવવો પડી શકે છે. તેની અસર ઇંડા અને અન્ય પોલ્ટ્રી ઉત્પાદનોના ખર્ચ પર પણ પડી શકે છે.
ગુજરાતના સ્ટાર્ચ ઉદ્યોગ પર પણ અસરની શક્યતા
સ્ટાર્ચ બનાવવા માટે મકાઈ મુખ્ય કાચો માલ હોવાથી તેના ભાવ વધે તો સ્ટાર્ચ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે. ભારતના સ્ટાર્ચ ઉત્પાદનમાં ગુજરાતનો મહત્વનો હિસ્સો હોવાથી મકાઈના પુરવઠામાં ઘટાડો અને ભાવવધારો સ્થાનિક ઉદ્યોગ માટે પણ પડકાર ઊભો કરી શકે છે.
આ પણ વાંચો: એક દાયકાના સુધારાથી ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની: નિર્મલા સીતારમણ
વાવેતર વિસ્તાર વધારવાથી બીજો પડકાર
નિષ્ણાતોના મતે દેશમાં મકાઈનું ઉત્પાદન વધારવાની જરૂર છે. જોકે, માત્ર મકાઈનો વાવેતર વિસ્તાર વધારવામાં આવે તો કઠોળ અને તેલીબિયાં માટે ઉપલબ્ધ જમીન ઘટી શકે છે. એવી સ્થિતિમાં કઠોળ અને ખાદ્યતેલની આયાત વધવાની ભીતિ પણ રહે છે.
હેક્ટરદીઠ ઉત્પાદન વધારવા પર ભાર
હાલમાં ભારતમાં ખેડૂત હેક્ટરદીઠ લગભગ 3થી 4 ટન મકાઈનું ઉત્પાદન કરે છે. જો ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી અને સારી સિંચાઈની સુવિધા મળે તો હેક્ટરદીઠ ઉત્પાદન 11 ટન સુધી લઈ જઈ શકાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે મકાઈનો વાવેતર વિસ્તાર મોટા પ્રમાણમાં વધારવા કરતાં હેક્ટરદીઠ ઉપજ વધારવા પર ભાર મૂકવાથી પોલ્ટ્રી, પશુઆહાર અને સ્ટાર્ચ જેવા મકાઈ આધારિત ઉદ્યોગો માટે પુરવઠાની સ્થિતિ સુધારી શકાય છે.
આ પણ જુઓ
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





