વરસાદની ખેંચ અને નીચા રિકવરી રેટથી મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 20% ઘટશે: WISMA
વિસ્માના ચેરમેન ભૈરવનાથ થોમ્બ્રેએ જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી શેરડી સહિતના વિવિધ પાકની નિપજ ઉપર વિપરીત અસર પડી છે.

અલ નિનો (El Ninos)ની અસર અને વરસાદની ખેંચ ઉપરાંત ખાંડનો રિકવરી ટેર ઘટવાના કારણે મહારાષ્ટ્રમાં આગામી સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 20 ટકા ઘટવાની ભીતિ હોવાનું વેસ્ટ ઇન્ડિયા શુગર મિલ્સ એસોસિએશન (વિસ્મા) એ જણાવ્યું છે.
વિસ્મા (WISMA)ના ચેરમેન ભૈરવનાથ થોમ્બ્રેએ જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી શેરડી સહિતના વિવિધ પાકની નિપજ ઉપર વિપરીત અસર પડી છે. જેના કારણે આગામી સિઝનમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 20 ટકા જેટલું ઘટીને 80 લાખ ટન રહેવાની ધારણા છે. ખાંડના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા મહારાષ્ટ્રમાં ગત સિઝનમાં 99 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. તેમણે ઉમેર્યુ હતું કે શેરડીના વાવેતર વિસ્તાર તો સારા હોવાના અહેવાલ છે. પરંતુ એકર દીઠ પાકના ઉતારા ઘટવાની ચિંતા છે. કારણ કે નિપજમાં વર્ષે 30 થી 40 ટકા ઘટાડો હોવાના અહેવાલ છે. આવા સંજોગોમાં તમામ શેરડી ખાંડ માટે ક્રશીંગ થાય તે જરૂરી બનશે. બાકી હોય તો ખાંડની મિલોમાં પણ આ વખતે પાણીની તંગી છે. તેથી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં મિલોને પણ દુષ્કાળનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. ઘણાં વિસ્તારોમાં તો સરકારને પીવા માટે પાણી સાચવી રાખવું પડે તેવી સ્થિતિ છે. હાલમાં ખાંડના ભાવ સંતોષજનક છે જે દિવાળી સુધી રહેવાની ધારણા છે. આવા સંજોગોમાં ખાંડનો રિકવરી રેટ ઘટે તો થનારા નુકસાન સામે ઉંચા ભાવ એક ટેકો બની રહેશે. આ ઉપરાંત સરકારે પણ ક્વોટા ઇશ્યુ કરવાને બદલે ખાંડને સીધી બજારમાં વેચવા માટેની પરવાનગી આપી છે. તેમણે ખાંડની સિઝન 15 મી ઓક્ટોબરથી એટલે કે વહેલી શરૂ કરવાના સરકારના નિર્ણયને પણ આવકાર્યો હતો.
હાલમાં મરાઠાવાડા, વિદર્ભ, સોલાપુર, તથા અહિલ્યાનગરમાં શેરડીના પાક લેતા વિસ્તારોમાં 45 દિવસથી વરસાદ ન હોવાથી શેરડીનો ઉભો પાક સુકાઇ રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આવા સંજોગોમાં શેરડીને વહેલી તકે કારખાનામાં મોકલવાથી ખેડૂતોને થોડું વળતર મળશે, નહીંતર પાક ખેતરમાં જ સુકાઇ જશે એવી ભલામણ તેમણે કરી હતી.
આ પણ વાંચો: Castor Export: માલ ખેંચ, નિકાસની માગ અને વાવેતરમાં ઘટાડાથી એરંડામાં વણથંભી તેજી
આ પણ જુઓ:
Also Read

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા





