ભારતમાં Q3માં રિયલ એસ્ટેટમાં થયેલા કુલ રોકાણમાં વિદેશી રોકાણનો ફાળો 68 ટકા
ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણકારોનો રસ વધતો જાય છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ભારતમાં થયેલા કુલ વિદેશી રોકાણમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 68 ટકા હતો,

નવી દિલ્હીઃ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણકારોનો રસ વધતો જાય છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ભારતમાં થયેલા કુલ વિદેશી રોકાણમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 68 ટકા હતો, વિદેશી રોકાણકારોએ કુલ 1.4 અબજ ડોલરનું રોકાણ કર્યુ હતુ. તેના લીધે સળંગ ચાર ક્વાર્ટરથી સ્થાનિક રોકાણકારો પર આધારિત રોકાણની આ રેલીનો અંત આવ્યો હતો અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણની રેલીની ધુરા વિદેશી રોકાણકારોએ સંભાળી હતી.
કુશમેન એન્ડ વેકફિલ્ડનો કેપિટલ માર્કેટ બીટનો ત્રીજા ક્વાર્ટરનો રિપોર્ટ દર્શાવે છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણની ખાસ વાત એ છે કે કુલ વિદેશી રોકાણનો 52 ટકા હિસ્સો ડેટા સેન્ટરમાં ગયો છે. આ બતાવે છે કે વિદેશી રોકાણકારોને ભારતમાં સ્થપાઈ રહેલા ડેટા સેન્ટરોમાં વધુ રસ છે, કારણ કે તે બીજા પ્રોજેક્ટની તુલનાએ આવકની સુનિશ્ચિતતાની વધુ ખાતરી આપે છે.
તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે ત્રિમાસિક ધોરણે કુલ સંસ્થાકીય રોકાણ 12 ટકા વધ્યું છે અને વાર્ષિક ધોરણે 20 ટકા વધીને 2.1 અબજ ડોલર થયું છે. વિદેશી રોકાણ ક્રમશઃ ધોરણે 64 ટકા અને વાર્ષિક ધોરણે 134 ટકા વધ્યું છે. જ્યારે સ્થાનિક રોકાણ ત્રિમાસિક ધોરણે 34 ટકા ઘટ્યું છે અને વાર્ષિક ધોરણે 39 ટકા ઘટીને 70 કરોડ ડોલર થયું છે.

કુલ સંસ્થાકીય રોકાણ 2026માં પૂરા થયેલા પ્રથમ નવ મહિનાના અંતે 11 ટકા વધીને 5.5 અબજ ડોલર થયું છે. ક્યુમ્યુલેટિવ ઇનફ્લોમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો 52 ટકા થયો છે, બાકીનો 48 ટકા ફાળો વિદેશી રોકાણકારોનો છે. સ્થાનિક રોકાણ આ સમયગાળામાં વાર્ષિક ધોરણે 15 ટકા વધ્યું છે અને તેની તુલનાએ વિદેશી મૂડીરોકાણ 8 ટકા વધ્યું છે.
ત્રીજા ક્વાર્ટરમાં સંસ્થાકીય રોકાણમાં ડેટા સેન્ટરોએ સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. કુલ રોકાણનો 52 ટકા હિસ્સો ડેટા સેન્ટરોના ફાળે ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી જતી માંગ, ક્લાઉડ એડોપ્શન અને ડેટા લોકલાઇઝેશનની જરૂરિયાતે આ સેગમેન્ટમાં રોકાણકારોમાં રસ જગાવ્યો છે.
ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં હોસ્પિટાલિટી સેક્ટરનો ફાળો 15 ટકા અને ઓફિસ એસેટ્સનો 9 ટકા છે. આમ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વૈશ્વિક રસ જળવાયો છે. તેના પરથી આ સેક્ટરના ફંડામેન્ટલની મજબૂતાઈનો ખ્યાલ આવે છે. રોકાણની કુલ પ્રવૃત્તિમાં મલ્ટીસિટી ટ્રાન્ઝેકશન્સનો હિસ્સો 76 ટકા છે.આ દર્શાવે છે કે ભૌગોલિક રીતે કેટલો વૈવિધ્યકૃત પોર્ટફોલિયો છે. હવે બજારોના ધોરણે જોઈએ તો મુંબઈનો કુલ રોકાણમાં 9 ટકા હિસ્સો જ્યારે દિલ્હી એનસીઆરનો 6 ટકા હિસ્સો હતો. જ્યારે ક્વાર્ટર દરમિયાન કુલ રોકાણમાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોનો ફાળો 88 ટકા છે, આ સમયગાળા દરમિયાન REIT રોકાણનો હિસ્સો 12 ટકા હતો.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર




