49% યુવાનોમાં પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા! રોકાણથી કમાણીમાં દર્શાવ્યો વિશેષ રસ
યુવાનોમાં લાંબા સમય સુધી ભાડાના ઘરમાં રહેવાના ‘Rent Forever’ વિચારને બદલે વહેલી ઉંમરે પોતાનું ઘર ખરીદવાની ઇચ્છા વધી રહી છે.

મોંઘી પ્રોપર્ટી અને ઊંચા વ્યાજદર છતાં યુવા પેઢીમાં પોતાનું ઘર ખરીદવાની ઇચ્છા મજબૂત બની રહી છે. ANAROCK Real Estate Homebuyer Survey મુજબ, 49% Gen Z અને 71% Millennials પોતાના રોકાણમાંથી મળનારી કમાણીનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરવા માગે છે. આ ટ્રેન્ડ આગામી સમયમાં હાઉસિંગની માંગને ટેકો આપી શકે છે.
ઘરના વધતા ભાવ અને હોમ લોનના ઊંચા વ્યાજદર વચ્ચે પણ Gen Z અને Millennials પ્રોપર્ટી માર્કેટથી દૂર રહેવા તૈયાર નથી. યુવાનોમાં લાંબા સમય સુધી ભાડાના ઘરમાં રહેવાના ‘Rent Forever’ વિચારને બદલે વહેલી ઉંમરે પોતાનું ઘર ખરીદવાની ઇચ્છા વધી રહી છે.
મીડિયા અહેવાલ અનુસાર ANAROCK Real Estate Homebuyer Survey મુજબ, કુલ 45% લોકોએ જણાવ્યું કે તેઓ પોતાના રોકાણમાંથી મળનારા લાભનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરશે. અલગ-અલગ પેઢીના નાણાકીય લક્ષ્યોમાં જોકે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.
Millennialsમાં ઘર ખરીદવાની ઇચ્છા સૌથી વધુ
1981થી 1996 વચ્ચે જન્મેલા Millennialsમાંથી 71% લોકોએ રોકાણની કમાણીનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વધુ 21% Millennials આ નાણાંથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે. Gen Z (1997 થી 2012 વચ્ચે જન્મેલા લોકો)માં પણ રિયલ એસ્ટેટ પ્રત્યેનો રસ મજબૂત છે. આ પેઢીના 49% લોકોએ પ્રોપર્ટી ખરીદવાને પ્રાથમિકતા આપી છે. યુવાનો ઓપ્શનલ ફાઇનાન્સિંગ, શહેરની બહાર પરવડે તેવા વિસ્તારો અને નાના પાયે રોકાણના વિકલ્પો દ્વારા ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.
Gen X અને Baby Boomersની અલગ પ્રાથમિકતા
Gen X (1965 થી 1980 વચ્ચે જન્મેલા લોકો)ના 44% લોકો રોકાણના લાભથી ઘર ખરીદવા માગે છે, જ્યારે 23%ની યોજના બિઝનેસ શરૂ કરવાની છે. તેનાથી વિપરીત Baby Boomers (1946 થી 1964 વચ્ચે જન્મેલા લોકો) નાણાકીય સુરક્ષાને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. આ વર્ગના 45% લોકો ઇમરજન્સી ફંડ બનાવવા અને 25% નિવૃત્તિ માટે નાણાં બચાવવા માગે છે. માત્ર 21% Baby Boomersએ ઘર ખરીદવાને પ્રાથમિકતા આપી છે.
વેકેશન કરતાં ઘર અને બિઝનેસ વધુ મહત્ત્વના
સર્વેના એકંદર તારણ મુજબ, 25% લોકો રોકાણના લાભથી બિઝનેસ શરૂ કરવા, 17% ઇમરજન્સી ફંડ બનાવવા અને 11% નિવૃત્તિ માટે નાણાં રાખવા માગે છે. માત્ર 2% લોકોએ વેકેશનને મુખ્ય લક્ષ્ય ગણાવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે યુવા રોકાણકારો માટે રિયલ એસ્ટેટ માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ લાંબા ગાળાની સંપત્તિ અને નાણાકીય સ્થિરતા મેળવવાનું સાધન બની રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતને ઝડપથી વિકસતા રાજ્યોમાં સ્થાન અપાવતા 8 મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ
આ પણ જુઓ:
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર





