મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
પ્રોપર્ટી ખરીદનાર અને વેચનાર માટે 1 ઓક્ટોબર 2026થી TDSના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. CBDTએ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન માટે નવી વિગતો સાથે રિપોર્ટિંગ પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. હવે ખરીદનાર અને વેચનારને પ્રોપર્ટી, ચુકવણી અને TDS સંબંધિત વધુ માહિતી આપવી પડશે.

પ્રોપર્ટી ખરીદવા કે વેચવા જઈ રહેલા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. 1 ઓક્ટોબર 2026થી જમીન, મકાન અથવા બિલ્ડિંગના ટ્રાન્સફર સાથે જોડાયેલી TDS પ્રક્રિયામાં ફેરફાર થશે. હવે પ્રોપર્ટી ડીલ કરતી વખતે માત્ર કિંમત અને TDSની માહિતી નહીં, પરંતુ અન્ય કેટલીક વિગતો પણ આપવી પડશે.
શું બદલાશે?
CBDTએ Income-tax Rules, 2026માં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ પ્રોપર્ટી ટ્રાન્સફર માટે ભરવામાં આવતા Form No. 141માં નવી માહિતી ઉમેરવામાં આવી છે. હવે પ્રોપર્ટીનું સરનામું, તેનો પ્રકાર, ખરીદનાર અને વેચનારની વિગતો જેવી માહિતી આપવાની રહેશે.
ખરીદનાર અને વેચનારની માહિતી આપવી પડશે
જો પ્રોપર્ટી ખરીદનાર એકથી વધુ હોય તો તમામ ખરીદદારોની માહિતી આપવી પડશે. જેમાં નામ, PAN નંબર અને પ્રોપર્ટીની કિંમતમાંથી દરેકનો હિસ્સા અંગે વિગતો જણાવવાની રહેશે. તેવી જ રીતે વેચનારની પણ સંપૂર્ણ માહિતી આપવી પડશે.
Form No. 141માં ઉમેરાશે નવી વિગતો
નવા પ્રાવધાન હેઠળ Form No. 141માં Schedule E ઉમેરવામાં આવ્યું છે. આ Scheduleમાં પ્રોપર્ટી ટ્રાન્સફર સંબંધિત વિવિધ વિગતો આપવાની રહેશે. જેમાં નીચે મુજબની વિગતો આપવી પડશે
- મિલકતનું સરનામું
- મિલકતનો પ્રકાર (જમીન, બિલ્ડિંગ અથવા અન્ય)
- ખરીદનારની વિગતો
- વેચનારની વિગતો
- TDS સંબંધિત માહિતી
નોન-રેસિડન્ટ વેચનાર માટે વધુ વિગતો
જો પ્રોપર્ટી વેચનાર વિદેશમાં રહેતો હોય એટલે કે નોન-રેસિડન્ટ હોય, તો તેની વધારાની માહિતી આપવી પડશે. તેમાં સંપર્ક નંબર, ઈ-મેઇલ, વિદેશનું સરનામું અને અન્ય ટેક્સ સંબંધિત માહિતીનો સમાવેશ થશે.
ચુકવણી અને TDSની માહિતી પણ આપવી પડશે
નવા નિયમ પ્રમાણે પ્રોપર્ટીની કુલ કિંમત, સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યૂ, ચુકવણી એકસાથે છે કે હપ્તામાં છે અને TDS ક્યારે અને કેટલો કપાયો તેની માહિતી પણ આપવાની રહેશે.
સામાન્ય ખરીદનાર માટે શું સમજવું?
સરળ ભાષામાં કહીએ તો, હવે પ્રોપર્ટી ખરીદતી વખતે માત્ર પૈસા ચૂકવીને TDS ભરવો પૂરતો નહીં રહે. ખરીદનાર અને વેચનાર બંનેએ પ્રોપર્ટી અને ચુકવણી સંબંધિત માહિતી યોગ્ય રીતે આપવી પડશે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે.
આ પણ જુઓ
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર





