રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા
નવલખી ગ્રાઉન્ડ ખાતે પધારેલા મુખ્યમંત્રીનું પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આદરપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રગાન બાદ વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Run for Unity: લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ અને ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરીમામય અને પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો.
સવારે 7 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે પધારેલા મુખ્યમંત્રીનું પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આદરપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રગાન બાદ વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી પટેલના હસ્તે ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માત્ર પ્રસ્થાન જ નહીં, પરંતુ મુખ્યમંત્રી સ્વયં ઉત્સાહભેર આ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં જોડાયા હતા અને સહભાગી બન્યા હતા. તેમની આ પ્રેરણાદાયી ઉપસ્થિતિએ ઉપસ્થિત તમામ નાગરિકો અને યુવાનોમાં ભારે જોશ અને ઉત્સાહ ભરી દીધો હતો. વિશેષરૂપે, યુવાનોએ "Say No To Drugs, Say Yes To Life" (ડ્રગ્સને ના કહો, જીવનને હા કહો) ના નારાવાળા અને નશામુક્તિના સંદેશ આપતા પ્લે કાર્ડ્સ સાથે જોડાઈને સમાજમાં સ્વાસ્થ્ય અને જાગૃતિનો ઉત્તમ સંદેશ ફેલાવ્યો હતો.
‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો, જન પ્રતિનિધિઓ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, યોગ સેવકો તથા કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અખંડિતતા અને દ્રઢસંકલ્પતાની ભાવના સાથે ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો
આ પણ જુઓ:
Also Read

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો

PM Modi Gujarat Visit | PM મોદી આજે ગુજરાતમાં: ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ





