August Auto Sales: હવે પેટ્રોલ નહીં CNG-હાઇબ્રિડ-EV કાર બની લોકોની પહેલી પસંદ
ઓગસ્ટ 2026 ભારતના ઓટો બજાર માટે રેકોર્ડ મહિનો રહ્યો. FADAના આંકડા મુજબ પેસેન્જર વાહનોમાં પહેલીવાર CNG, Hybrid અને EVનો મળીને હિસ્સો 41.95% થયો, જ્યારે પેટ્રોલ વાહનોનો હિસ્સો 40.85% રહ્યો.

August Auto Sales: ભારતમાં વાહન ખરીદનારાઓની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. ઓગસ્ટ 2026માં પહેલીવાર પેસેન્જર વાહનોના વેચાણમાં CNG, Hybrid અને Electric Vehicleનો મળીને હિસ્સો પેટ્રોલ વાહનો કરતાં વધુ થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન એટલે કે FADAના આંકડા મુજબ, ઓગસ્ટમાં CNG, Hybrid અને EVનો કુલ હિસ્સો 41.95% રહ્યો, જ્યારે પેટ્રોલ વાહનોનો હિસ્સો 40.85% રહ્યો.
એક વર્ષમાં મોટો ફેરફાર
થોડા સમય પહેલાં સુધી પેટ્રોલ વાહનો સ્પષ્ટ રીતે આગળ હતા. એક વર્ષ અગાઉ પેટ્રોલ વાહનોનો હિસ્સો વૈકલ્પિક ઇંધણવાળા વાહનો કરતાં લગભગ 11 ટકા પોઇન્ટ વધારે હતો. હવે આ અંતર પૂરેપૂરું બદલાઈ ગયું છે, જે ભારતના કાર બજારમાં મોટો ફેરફાર દર્શાવે છે.
ઓગસ્ટમાં 24.23 લાખ વાહનો વેચાયા
FADA મુજબ ઓગસ્ટ 2026માં દેશમાં કુલ 24,23,201 વાહનોનું રિટેલ વેચાણ થયું. આ વેચાણ ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ 17.51% વધુ છે અને ઓગસ્ટ મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઊંચું વેચાણ છે. જોકે જુલાઈની સરખામણીએ વેચાણમાં 6.48% ઘટાડો થયો હતો. FADAએ તેનું કારણ ચોમાસું અને તહેવારોની ખરીદી સપ્ટેમ્બર તરફ ખસવાનું ગણાવ્યું છે.
EV વેચાણમાં 53%નો ઉછાળો
ઓગસ્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળી. કુલ EV રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 53% વધીને 2.98 લાખ યુનિટ થયું. આ ઉપરાંત ટુ-વ્હીલર વેચાણ લગભગ 20% વધીને 17.14 લાખ યુનિટ થયું, જ્યારે પેસેન્જર વાહનોનું રજિસ્ટ્રેશન 16% વધીને આશરે 4.02 લાખ યુનિટ થયું. કોમર્શિયલ વાહનોનું વેચાણ 14% વધીને 90,769 યુનિટ થયું અને થ્રી-વ્હીલર રજિસ્ટ્રેશન આશરે 9% વધીને 1.22 લાખ યુનિટ રહ્યું.
ગામડાંમાં શહેર કરતાં વધુ ખરીદી
ઓગસ્ટમાં ગ્રામીણ બજારે શહેરી બજાર કરતાં વધુ સારી વૃદ્ધિ નોંધાવી. ગ્રામીણ વાહન વેચાણમાં લગભગ 19.79%નો વધારો થયો, જ્યારે શહેરી બજારમાં વૃદ્ધિ 15.17% રહી. ખાસ કરીને પેસેન્જર વાહનોમાં ગ્રામીણ વેચાણ 24.99% વધ્યું, જ્યારે શહેરોમાં વૃદ્ધિ 10.93% રહી.
ટ્રેક્ટર વેચાણમાં ખાસ વૃદ્ધિ નહીં
ઓટો બજારમાં મજબૂત વૃદ્ધિ વચ્ચે ટ્રેક્ટર સેગમેન્ટ નબળું રહ્યું.
ટ્રેક્ટર વેચાણ વાર્ષિક ધોરણે માત્ર 0.84% વધ્યું, જ્યારે જુલાઈની સરખામણીએ તેમાં 25.03%નો ઘટાડો નોંધાયો. FADA મુજબ ચોમાસાની સ્થિતિ અને ખેતી સાથે જોડાયેલી માંગને કારણે ટ્રેક્ટર વેચાણ પર દબાણ રહ્યું.
આ પણ વાંચો: શેરબજારમાં 400 પોઇન્ટનો ઘટાડો, પરંતુ ડિફેન્સ શેરો ચમક્યા
સપ્ટેમ્બરથી તહેવારો પર નજર
FADAના ડીલર સર્વે મુજબ લગભગ 67% ડીલરોને સપ્ટેમ્બરમાં વેચાણ વધવાની અપેક્ષા છે. તહેવારોની સિઝન શરૂ થવાને કારણે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે ઓટો બજાર માટે માંગની સાચી કસોટી થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય




