Cylinder Price Hike: કોમર્શિયલ LPGનો ભાવ ₹10 વધ્યો, ATFમાં ₹1.37 પ્રતિ લિટર વધારો
1 નવેમ્બરથી Commercial LPG અને Aviation Turbine Fuel એટલે કે ATFના ભાવમાં વધારો થયો છે. 19 કિલોના Commercial LPG સિલિન્ડરનો ભાવ ₹10 વધીને ₹2,820 થયો છે, જ્યારે ATF ₹1.37 પ્રતિ લિટર મોંઘું થઈ ₹138.50 પર પહોંચ્યું છે. ઘરેલુ LPG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બરથી કોમર્શિયલ LPG અને એવિએશવ ટર્બાઈન ફ્યુલ એટલે કે ATFના ભાવમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક પ્રાઈઝમાં મજબૂતીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
કોમર્શિયલ LPGમાં સતત બીજો માસિક વધારો
હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક ઉપયોગમાં લેવાતા 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સિલિન્ડરનો ભાવ વધીને ₹2,820 થયો છે. આ કોમર્શિયલ LPGમાં સતત બીજો માસિક વધારો છે. 1 ઑક્ટોબરે ભાવમાં ₹62.50નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 1 સપ્ટેમ્બરે ₹9.50નો વધારો થયો હતો. તે પહેલાં જુલાઈ અને ઑગસ્ટમાં અનુક્રમે ₹183.50 અને ₹192નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીથી જૂન વચ્ચે કોમર્શિયલ LPGના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ સમયગાળામાં ભાવ ₹1,740.50થી વધીને ₹3,113.50 પ્રતિ સિલિન્ડર સુધી પહોંચ્યો હતો.
ATF સતત ચોથા મહિને મોંઘું
એરલાઇન્સ માટે ઉપયોગમાં લેવાતા ATFના ભાવમાં ₹1.37 પ્રતિ લિટરનો વધારો થયો છે. આ સાથે ATFનો ભાવ ₹137.12થી વધીને ₹138.50 પ્રતિ લિટર થયો છે. જેટ ફ્યુલના ભાવમાં આ સતત ચોથો માસિક વધારો છે. 1 ઑક્ટોબરે ATFમાં ₹16 પ્રતિ લિટરનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલાં સપ્ટેમ્બરમાં ₹6.28 અને ઑગસ્ટમાં ₹5 પ્રતિ લિટરનો વધારો થયો હતો.
આ પણ વાંચો: બેન્ક ખાતામાંથી પૈસા કપાયા? ગભરાશો નહીં! RBIના આ નિયમથી મળશે પાછા
એરલાઇન્સના ખર્ચ પર દબાણ વધી શકે
ATF એરલાઇન્સના ઓપરેટિંગ કોસ્ટમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. કુલ ખર્ચમાં જેટ ફ્યુલનો હિસ્સો 40% સુધી હોઈ શકે છે. એટલે ATFના ભાવમાં સતત વધારો એરલાઇન્સના ખર્ચમાં વધારો કરી શકે છે.
ઘરેલુ LPGના ભાવમાં ફેરફાર નહીં
ઘરમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના Domestic LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો ભાવ ₹942 પ્રતિ સિલિન્ડર પર યથાવત છે. પશ્ચિમ એશિયાના સંકટને કારણે માર્ચથી જૂન દરમિયાન ઘરેલુ LPGના ભાવમાં કુલ ₹89 પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 1 નવેમ્બરથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને ઇંધણના ભાવમાં મે મહિનામાં આશરે ₹7.50 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારથી ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. કોમર્શિયલ LPG અને ATFના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. તેમાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક પ્રાઈઝ અને rupee-dollar exchange rateની ચાલ મહત્વની રહે છે. અલગ-અલગ રાજ્યોમાં VAT જેવા સ્થાનિક કરને કારણે અંતિમ ભાવમાં તફાવત હોઈ શકે છે.
આ પણ જુઓ
Also Read

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો

માત્ર UPI પેમેન્ટ નહીં, હવે ફેશન ટ્રાયલ પણ! Google Pay લાવશે કમાલનું AI વર્ચ્યુઅલ ટ્રાયલ રૂમ

સ્પોર્ટ્સ માર્કેટિંગમાં ભારતનું વધતું જતું કદઃ અમેરિકા-જર્મનીને પાછળ છોડી દેશે

ભારતીય નૌસેનાની તાકાત વધશે! 8 Next Generation Corvettes માટે ₹53,866 કરોડ મંજૂર

Festive Hiring: 2.7 લાખ સુધી નોકરીની તકો, છતાં કર્મચારીઓની અછત! પગારને બદલે બોનસ પર ભાર

ભારતમાં EVનું ઓક્ટોબરમાં વિક્રમજનક વેચાણ, પહેલી વખત આંકડો 3.5 લાખ યુનિટને વટાવી ગયો





