KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

RTOના ધક્કા ઘટશે! ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ-સરનામું બદલવું થશે સરળ

કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. નામ-સરનામું બદલવા માટેની પ્રક્રિયા સરળ કરવાની સાથે ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગના લાઇસન્સનો પ્રસ્તાવ છે.

desk@kuberanowPublished On : 24 Oct 2026
 RTO
Driving Licence RulesAI Generated Image

ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત કામકાજમાં લોકોને પડતી મુશ્કેલી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર નિયમોમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત ફેરફારમાં લાઇસન્સમાં નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઈ-મેલ જેવી વિગતો અપડેટ કરવાની પ્રક્રિયા સરળ કરવાની સાથે વિવિધ સેવાઓ માટે એક જ અરજી ફોર્મ અને ભારતીયો-વિદેશીઓ માટે અલગ રંગના લાઇસન્સ જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. જોકે, આ ફેરફારો હાલ ડ્રાફ્ટ પ્રસ્તાવના તબક્કામાં છે.


નામ-સરનામું બદલવા માટે ચાર્જ નહીં લેવાનો પ્રસ્તાવ

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું, મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ કરવા માટે કોઈ ચાર્જ નહીં લેવાય. આધાર મારફતે ઓનલાઈન મળતી સેવાઓને પણ મફત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. લાઇસન્સમાં નામ અથવા સરનામું બદલવા જેવી અરજીઓ પર લાઇસન્સિંગ ઓથોરિટીએ 15 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે. અરજી નકારવામાં આવે તો તેનું કારણ પણ જણાવવાનું રહેશે. વધુમાં, સરનામું બદલવાની અરજી પર 30 દિવસની અંદર નિર્ણય ન લેવાય તો તેને મંજૂર માનવાની જોગવાઈનો પણ પ્રસ્તાવ છે.


ઉંમર અને સરનામાના પુરાવાની પ્રક્રિયા બદલાશે

ઉંમર અને સરનામાની ખરાઈ માટે કાર્યકારી મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ સોગંદનામું આપવાની અનિવાર્યતા દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેના બદલે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ઈ-રેશન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સહિતના વિવિધ દસ્તાવેજોને ઉંમર અને રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવાની જોગવાઈનો પ્રસ્તાવ છે. ખોટા ઉંમર અને સરનામાના પુરાવાના દુરુપયોગને રોકવા માટે સોગંદનામું આપવા તેમજ જીવન વીમા પોલિસીને પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે તેવી પણ દરખાસ્ત કરવામાં આવી છે.


rto



વિવિધ સેવાઓ માટે એક જ અરજી ફોર્મ

મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવા, વાહનની નવી શ્રેણી ઉમેરવા અને વ્યક્તિગત માહિતી બદલવા જેવી સેવાઓ માટે એક જ અરજી ફોર્મનો પ્રસ્તાવ કર્યો છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ પર ચાલકનું બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઈમર્જન્સી સંપર્ક નંબર નોંધવાની પણ તૈયારી છે.


ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગના લાઇસન્સ

પ્રસ્તાવિત ફેરફારોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પર ધારકની રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ કરવાની પણ જોગવાઈ હોઈ શકે છે. આ માટે ભારતીય અને વિદેશી નાગરિકોને અલગ-અલગ રંગના ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. તેના કારણે લાઇસન્સ જોઈને જ ધારકની રાષ્ટ્રીયતા ઓળખવી સરળ બની શકે છે.


હાલ નિયમો અંતિમ નથી

આ તમામ ફેરફારો હાલ કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત ડ્રાફ્ટનો ભાગ છે. એટલે કે, તેમને અમલમાં આવેલા અંતિમ નિયમો તરીકે ગણવા યોગ્ય નથી. ડ્રાફ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત અરજીઓ અને દસ્તાવેજોની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.


આ પણ વાંચો : ગુજરાતમાં કૃષિ વેપારનું નવું સરનામું e-NAM! લાખો લોકો જોડાયા; ₹12,740 કરોડનું વેચાણ

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

DEFENCE

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

Gold Improt.png

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો

G PAY

માત્ર UPI પેમેન્ટ નહીં, હવે ફેશન ટ્રાયલ પણ! Google Pay લાવશે કમાલનું AI વર્ચ્યુઅલ ટ્રાયલ રૂમ

Sports Sponsorship

સ્પોર્ટ્સ માર્કેટિંગમાં ભારતનું વધતું જતું કદઃ અમેરિકા-જર્મનીને પાછળ છોડી દેશે

Deal

ભારતીય નૌસેનાની તાકાત વધશે! 8 Next Generation Corvettes માટે ₹53,866 કરોડ મંજૂર

Festive Hiring

Festive Hiring: 2.7 લાખ સુધી નોકરીની તકો, છતાં કર્મચારીઓની અછત! પગારને બદલે બોનસ પર ભાર

EV

ભારતમાં EVનું ઓક્ટોબરમાં વિક્રમજનક વેચાણ, પહેલી વખત આંકડો 3.5 લાખ યુનિટને વટાવી ગયો

cola

ગળપણ છોડ્યું, ઘૂંટડો નહીં! ભારતીયોમાં વધ્યો 'Zero-Sugar' ડ્રિંક્સનો ક્રેઝ