વિદેશમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી ટર્નઓવર શૂન્ય બતાવનાર IT વિભાગના રડારમાં
વિદેશમાં મોટી રકમ મોકલ્યા બાદ ખૂબ ઓછો કે શૂન્ય ટર્નઓવર દર્શાવતી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગે દેશવ્યાપી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી 394 સંસ્થાઓ અને 36 વ્યાવસાયિકોની તપાસ કરવામાં આવી છે.

દેશમાંથી વિદેશ મોકલાતા શંકાસ્પદ નાણાંને લઈને આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે. CBDT મુજબ, છેલ્લા ત્રણ વર્ષના outward foreign remittance ડેટા અને જમીની સ્તરની માહિતીના વિશ્લેષણ બાદ એવી અનેક સંસ્થાઓ સામે શંકા ઊભી થઈ હતી કે જેમણે આવકવેરા રિટર્નમાં ખૂબ ઓછો કે શૂન્ય ટર્નઓવર દર્શાવ્યો હોવા છતાં મોટી રકમ વિદેશ મોકલી હતી. વિભાગે હવે આવી સંસ્થાઓ, તેના પાછળના લોકો અને સંબંધિત વ્યાવસાયિકોની દેશવ્યાપી ચકાસણી શરૂ કરી છે.
ટર્નઓવર ઓછો, વિદેશ મોકલાયેલી રકમ મોટી
પ્રાથમિક તપાસમાં કેટલીક સંસ્થાઓ આવકવેરા રિટર્ન ભરતી જ નહોતી, જ્યારે કેટલીક સંસ્થાઓએ ખૂબ ઓછો ટર્નઓવર દર્શાવ્યો હતો. પરંતુ તેમના દ્વારા વિદેશ મોકલાયેલી રકમ તેમના નાણાકીય વ્યવહાર સાથે મેળ ખાતી ન હોવાનું વિભાગને જણાયું હતું. કેટલાક રેમિટન્સ freight, software import અને consulting services માટે હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ CBDT મુજબ આ ખર્ચ પણ સંબંધિત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ સાથે સુસંગત લાગતો નહોતો.
નોંધાયેલા સરનામે સંસ્થાઓ કાર્યરત નહોતી
વિભાગની જમીની તપાસમાં કેટલીક સંસ્થાઓ પોતાના જાહેર કરેલા સરનામે વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલો fictitious charitable trusts સામેની એક તપાસ દરમિયાન સામે આવ્યો હતો, જેમાં બોગસ દાન અને યોગદાન સામે accommodation entries આપવામાં આવતી હોવાનો આરોપ હતો.
Form 15CB પર પણ ઉઠ્યા સવાલ
તપાસ દરમિયાન મોટી સંખ્યામાં Form 15CB પ્રમાણપત્રો થોડા જ વ્યાવસાયિકો દ્વારા જારી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. CBDTએ જણાવ્યું કે વિદેશી રેમિટન્સ માટે Form 15CB પ્રમાણિત કરતા એકાઉન્ટન્ટે સંબંધિત ખાતાં, દસ્તાવેજો અને વ્યવહારની કરપાત્રતા અંગે પૂરતી તપાસ કરવી જરૂરી છે. આ કારણે આવા પ્રમાણપત્રો જારી કરતી વખતે જરૂરી ચકાસણી અને સાવચેતી રાખવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
394 સંસ્થાઓ અને 36 વ્યાવસાયિકોની ચકાસણી
આ દેશવ્યાપી અભિયાન હેઠળ અત્યાર સુધી લગભગ 394 સંસ્થાઓની ચકાસણી કરવામાં આવી છે. તેમાંથી 117 સંસ્થાઓ ભારતની જમીની સરહદ ધરાવતા રાજ્યોમાં આવેલી છે. ઉપરાંત Form 15CB જારી કરનાર 36 વ્યાવસાયિકો પણ તપાસના દાયરામાં છે. CBDT મુજબ શંકાસ્પદ વિદેશી રેમિટન્સ અંગે આગળની તપાસ હજુ ચાલુ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય




