નવી Maruti Baleno ખરીદવી છે? માત્ર ₹5.98 લાખથી શરૂ થશે કિંમત
મારુતિ સુઝુકીએ નવી 2026 બલેનોની કિંમત અને વિવિધ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત જાહેર કરી છે. કારની એક્સ-શોરૂમ કિંમત ₹5.98 લાખથી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટની દિલ્હીમાં ઓન-રોડ કિંમત ₹11.14 લાખ સુધી જાય છે.

મારુતિ સુઝુકીએ 2026 બલેનોની નવી કિંમત જાહેર કરી છે. કંપનીની આ પ્રીમિયમ હેચબેકની એક્સ-શોરૂમ કિંમત ₹5.98 લાખથી શરૂ થઈને ₹9.99 લાખ સુધી જાય છે. નવી બલેનોમાં એન્જિન, ડિઝાઇન અને ફીચર્સમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. નવી બલેનોને Sigma, Delta, Zeta, Alpha અને Alpha (O) એમ 5 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. Alpha (O)ને ટોપ વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં Level 2 ADAS જેવા અદ્યતન સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં કેટલી છે ઓન-રોડ કિંમત?
દિલ્હીમાં Sigma MTની ઓન-રોડ કિંમત ₹6.50 લાખથી શરૂ થાય છે. Delta MTની કિંમત ₹7.81 લાખ, Delta AMTની ₹8.37 લાખ અને Zeta MTની ₹8.92 લાખ છે. ઉપરના વેરિઅન્ટમાં Alpha MTની દિલ્હીમાં ઓન-રોડ કિંમત ₹10.15 લાખ, Alpha AMTની ₹10.71 લાખ અને Alpha (O) MTની ₹10.57 લાખ છે. ટોપ-સ્પેક Alpha (O) AMTની દિલ્હીમાં ઓન-રોડ કિંમત ₹11.14 લાખ છે.
5 મોટા શહેરોમાં ટોપ વેરિઅન્ટની કિંમત
મારુતિ સુઝુકી બલેનોના અલગ અલગ વેરિઅન્ટની કિંમત અલગ છે. દેશના મોટા શહેરો મુજબ અલગ અલગ ભાવ છે. જે નીચે કોષ્ટક અનુસાર છે.

નવી Balenoમાં શું બદલાયું?
2026 બલેનોમાં નવું 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. કારના આગળના ભાગની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં Level 2 ADAS અને ફ્રન્ટ સીટ વેન્ટિલેશન જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ કારમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં બેરોજગારી ઘટીને છેલ્લા 6 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી, ગામડાંમાં રોજગારમાં સુધારો
CNG ખરીદનાર માટે મુંબઈ સસ્તું
CNG વેરિઅન્ટમાં મુંબઈની ઓન-રોડ કિંમત સૌથી ઓછી છે. મુંબઈમાં Delta CNG MTની કિંમત ₹8.84 લાખ, જ્યારે Zeta CNG MTની કિંમત ₹9.95 લાખ છે. જોકે, ઓન-રોડ કિંમત શહેર પ્રમાણે બદલાય છે, કારણ કે તેમાં RTO, રજિસ્ટ્રેશન, વીમો, FASTag અને અન્ય સ્થાનિક ચાર્જનો સમાવેશ થાય છે. તેથી ખરીદી પહેલાં સ્થાનિક ડીલર પાસેથી અંતિમ કિંમતની પુષ્ટિ કરવી જરૂરી છે.
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય




