ડુંગળીના ભાવે રડાવ્યા! 3 મહિનામાં ₹30થી વધીને ₹54 પ્રતિ કિલોએ પહોંચી
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ડુંગળીના સરેરાશ છૂટક ભાવમાં 82.3%નો વધારો થયો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવક ઘટતાં સપ્લાય પર અસર પડી છે, જોકે નવી ખરીફ પાકની આવક વધ્યા બાદ ભાવમાં રાહત મળવાની શક્યતા છે.

દેશમાં ડુંગળીના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી આંકડા મુજબ 1 જૂને ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ₹29.50 પ્રતિ કિલો હતો, જે 17 સપ્ટેમ્બરે વધીને ₹53.78 પ્રતિ કિલો થયો છે. એટલે કે આ સમયગાળામાં ભાવમાં 82.3%નો વધારો નોંધાયો છે. બીજી તરફ જથ્થાબંધ બજારમાં પણ ભાવ લગભગ બમણા થયા છે.
જથ્થાબંધ બજારમાં પણ ભાવ વધ્યા
1 જૂને ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ ₹22.60 પ્રતિ કિલો હતો. 10 સપ્ટેમ્બરે તે વધીને ₹46.20 થયો હતો, જ્યારે 17 સપ્ટેમ્બરે ₹45.68 પ્રતિ કિલો નોંધાયો હતો. એટલે જૂનની સરખામણીએ જથ્થાબંધ ભાવમાં પણ મોટો વધારો થયો છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી સપ્લાય ઘટ્યો
ભાવ વધવા પાછળ મહારાષ્ટ્રમાં ઉનાળુ પાકને થયેલા નુકસાન અને ડુંગળીની આવકમાં ઘટાડાને મહત્વનું કારણ માનવામાં આવ્યું છે. કર્ણાટકમાંથી પણ સપ્લાય ઘટ્યો છે. સાથે જ નવી ખરીફ પાકની આવકમાં વિલંબ થતાં બજારમાં ઉપલબ્ધ જથ્થા પર દબાણ વધ્યું છે.
સરકાર બફર સ્ટોકથી રાહત આપશે
ભાવ વધે ત્યારે સરકાર પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઓછી કિંમતે વેચે છે. આ ઉપરાંત દેશમાં અછતની સ્થિતિ ઊભી થાય ત્યારે ડુંગળીની નિકાસ પર નિયંત્રણ અથવા કર જેવા પગલાં લેવામાં આવે છે. જોકે છૂટક બજારમાં ભાવ સંપૂર્ણપણે ઘટવા માટે સપ્લાયમાં સુધારો મહત્વનો રહેશે.
સપ્ટેમ્બર આસપાસ ભાવ કેમ વધે છે?
ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો જોવા મળવાનું એક કારણ પાકનું ચક્ર છે. જૂનો સ્ટોક ઘટવા લાગે છે ત્યારે નવી ખરીફ ડુંગળીની આવકમાં થોડો સમય લાગે છે. આ દરમિયાન તહેવારોને કારણે માંગ વધે અને વરસાદથી સપ્લાય ચેઇન પર અસર પડે તો ભાવ પર વધુ દબાણ આવી શકે છે. નવી ખરીફ પાકની આવક વધ્યા બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો
આ પણ જુઓ :
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય





