સ્ક્રીન ગાર્ડ માટે BIS સર્ટિફિકેશન ફરજિયાત, 1 એપ્રિલ 2027થી લાગુ થશે નવા નિયમો
કેન્દ્ર સરકારે સ્માર્ટફોન સ્ક્રીન ગાર્ડની ગુણવત્તા સુધારવા માટે BIS રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2027થી નક્કી કરેલા ધોરણો વગરના સ્ક્રીન ગાર્ડનું વેચાણ કરી શકાશે નહીં.

સ્માર્ટફોન યુઝર્સ માટે મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે મોબાઇલ સ્ક્રીન ગાર્ડની ગુણવત્તા અને સુરક્ષા સુધારવા માટે તેના પર BIS (Bureau of Indian Standards) રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ 1 એપ્રિલ 2027થી દેશમાં વેચાતા તમામ સ્ક્રીન પ્રોટેક્ટર માટે નિર્ધારિત ગુણવત્તા ધોરણોનું પાલન કરવું પડશે. આ નિર્ણય બાદ કંપનીઓને પોતાના સ્ક્રીન ગાર્ડને BIS ટેસ્ટિંગ પ્રક્રિયામાં પાસ કરાવવું પડશે. BIS સર્ટિફિકેશન વગરના સ્ક્રીન ગાર્ડનું ઉત્પાદન, આયાત અને વેચાણ પર પ્રતિબંધ લાગશે.
ગ્રાહકોને મળશે ગુણવત્તાની ખાતરી
નવા નિયમોનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને મળશે. બજારમાં મળતા સસ્તા અને નબળી ગુણવત્તાવાળા સ્ક્રીન ગાર્ડના કારણે ઘણી વખત મોબાઇલ ડિસ્પ્લેને નુકસાન થતું હતું. BIS પ્રમાણિત સ્ક્રીન ગાર્ડના પેકેટ પર ISI માર્ક અને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. ગ્રાહકો BIS CARE એપ દ્વારા આ નંબર ચકાસી શકશે.
સ્ક્રીન ગાર્ડની કિંમત પર અસર
BIS ટેસ્ટિંગ, સર્ટિફિકેશન અને ગુણવત્તા સુધારવાના ખર્ચને કારણે સ્ક્રીન ગાર્ડની કિંમતમાં વધારો થઈ શકે છે. નવા નિયમો બાદ કેટલાક પ્રોડક્ટની કિંમતમાં અંદાજે 10%થી 20% સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
કયા પ્રકારના સ્ક્રીન ગાર્ડ ઉપલબ્ધ છે?
બજારમાં હાલમાં અલગ-અલગ પ્રકારના સ્ક્રીન પ્રોટેક્ટર ઉપલબ્ધ છે:-
2D / 2.5D ટેમ્પર્ડ ગ્લાસ: સામાન્ય સ્ક્રેચ અને નાના નુકસાનથી બચાવ માટે.
3D / UV કર્વ્ડ ગ્લાસ: કર્વ્ડ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન માટે.
મેટ / પ્રાઇવસી ગ્લાસ: સ્ક્રીન પ્રાઇવસી અને રિફ્લેક્શન ઘટાડવા માટે.
પ્લાસ્ટિક / TPU ગાર્ડ: મુખ્યત્વે સ્ક્રેચથી બચાવ આપે છે.
નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી
1 એપ્રિલ 2027 બાદ BIS માર્ક વગરના સ્ક્રીન ગાર્ડનું વેચાણ કરવામાં આવશે તો BIS નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેમાં દંડ અને માલ જપ્ત કરવાની કાર્યવાહી સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો : Google Pixel 10ની કિંમતમાં ઘટાડો, હવે પ્રીમિયમ ફીચર્સ મળશે ઓછા બજેટમાં
આ પણ જુઓ :
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય





