હવે ઘર ખરીદ્યા પહેલા જ જાણી શકાશે કેવી છે ઈન્ટરનેટ કનેક્ટિવિટી, જાણો કંઈ રીતે?
TRAIએ બિલ્ડિંગમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની માહિતી મેળવવા માટે એક નવું રેટિંગ પ્લેટફોર્મ અને મોબાઈવ એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં તમે ઘર, ઓફિસો અને અન્ય મિલકતોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી અંગે 1થી5 સ્ટારનું રેટિંગ આપી શકાશે.

આજના સમયમાં ઘર કે ઓફિસ પસંદ કરતી વખતે માત્ર સ્થાન અને સુવિધાઓ જ નહીં, પરંતુ સારી ડિજિટલ કનેક્ટિવિટી પણ મહત્વની બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તા (TRAI)એ શુક્રવારે ‘ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ પ્લેટફોર્મ’ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો, પ્રોપર્ટી ડેવલપર અને મિલકત માલિકો હવે ઇમારતોની ડિજિટલ કનેક્ટિવિટી અંગે રેટિંગ અને માહિતી મેળવી શકશે.
ઇમારતોને મળશે 1થી 5 સ્ટાર રેટિંગ
TRAIના નવા પ્લેટફોર્મ પર ઇમારતોની ડિજિટલ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરવામાં આવશે. રેટિંગ સિસ્ટમમાં 1થી 5 સ્ટાર સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 1 સ્ટાર સૌથી ઓછી અને 5 સ્ટાર સૌથી સારી કનેક્ટિવિટી દર્શાવશે. બાંધકામ હેઠળની મિલકતો માટે અડધા સ્ટાર રેટિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગ્રાહકોને ખરીદી અને ભાડાના નિર્ણયમાં મદદ મળશે
TRAI મુજબ, આ પ્લેટફોર્મનો હેતુ ડિજિટલ કનેક્ટિવિટીને વધુ માપી શકાય તેવી, પારદર્શક અને સરળ બનાવવાનો છે. ગ્રાહકો હવે પ્લેટફોર્મ પર મિલકતના નામ અથવા સ્થાનના આધારે તેની રેટિંગ શોધી શકશે. આ માહિતી ઘર ખરીદવા અથવા ભાડે લેવા પહેલાં નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે છે.
મોબાઇલ એપથી થશે કનેક્ટિવિટી ટેસ્ટ
TRAIએ ઇમારતોની અંદરની ડિજિટલ કનેક્ટિવિટી તપાસવા માટે મોબાઇલ એપ પણ શરૂ કરી છે. આ એપ દ્વારા અધિકૃત ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ એજન્સીઓ (DCRA) ઇમારતનું સ્થળ પર મૂલ્યાંકન કરી શકશે અને ટેસ્ટના પરિણામો સીધા પ્લેટફોર્મ પર નોંધાશે. પ્રોપર્ટી મેનેજર આ પ્લેટફોર્મ પર મિલકતનું રજીસ્ટ્રેશન કરી શકશે, રેટિંગ માટે અરજી કરી શકશે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે અને અરજીની સ્થિતિ પણ જોઈ શકશે.
કયા આધારે મળશે રેટિંગ?
ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગમાં વિવિધ માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ફાઇબર ઉપલબ્ધતા, મોબાઇલ નેટવર્ક, ઇમારતની અંદરની કનેક્ટિવિટી અને Wi-Fi માળખા જેવા મુદ્દાઓના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ માળખા માટે વીજળીની ઉપલબ્ધતા અને કનેક્ટિવિટીની વૈકલ્પિક વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
અત્યાર સુધી માત્ર 7 મિલકતોને મળ્યું રેટિંગ
TRAIના ચેરમેન અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું કે પ્રોપર્ટી માલિકો અને ડેવલપર માટે રેટિંગ લેવું ફરજિયાત નથી, જેના કારણે તેને અપનાવવાની ગતિ ધીમી રહી છે. અત્યાર સુધી માત્ર 7 મિલકતોને સ્ટાર રેટિંગ મળ્યું છે. જોકે, રેટિંગ આપવા માટે ઘણી એજન્સીઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે અને કેટલાક ડેવલપરોએ આ માળખું અપનાવવાનું શરૂ કર્યું છે. TRAI અનુસાર, ગ્રાહકોમાં જાગૃતિ વધશે તો ભવિષ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગની માંગ પણ વધી શકે છે.
આ પણ જુઓ
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય





