ટ્રેનમાં ફોન પર ઊંચા અવાજે ગીતો સાંભળવા, વીડિયો જોવા પર પ્રતિબંધ, થઈ શકે રૂ. 1,000નો દંડ
દક્ષિણ રેલવેએ ટ્રેન અને રેલવે પરિસરમાં મોબાઈલ પર સ્પીકરથી ગીતો અથવા વીડિયો જોવા અને સાંભળવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આવા કિસ્સામાં રૂ. 1,000 સુધીનો દંડ અને ટ્રેનના ડબ્બા અથવા રેલવે પરિસરમાંથી હાંકી કાઢવાની કાર્યવાહીની પણ ચેતવણી આપી છે

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મોબાઈલ પર ઊંચા અવાજમાં ગીતો સાંભળવા, વીડિયો જોવા કે જોર-જોરથી વાતો કરવાથી અન્ય પ્રવાસીઓને મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે આવા કિસ્સાઓને રોકવા માટે દક્ષિણ રેલવેએ આકરાં પગલાં ઉઠાવ્યા છે. રેલવેએ ચેતવણી આપી છે કે મોબાઈલ પર સ્પીકર મોડમાં ગીતો સાંભળવા અથવા વીડિયો ચલાવવા બદલ રૂ. 1,000 સુધીનો દંડ થઈ શકે છે. આવા પ્રવાસીઓને ટ્રેનના ડબ્બા સહિત રેલવે પરિસરમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. રેલવે તરફથી જણાવાયેલી કાયદાકીય જોગવાઈઓ મુજબ સતત આવું કરવા પર છ મહિના સુધીની જેલ અને રૂ. 5,000 સુધીનો દંડ પણ થઈ શકે છે.
દક્ષિણ રેલવેએ જાહેર કર્યો સરક્યુલર
દક્ષિણ રેલવેએ ટ્રેનની અંદર અથવા રેલવે પરિસરમાં ઊંચા અવાજે વાગતા ગીતો અને વીડિયોની સમસ્યાને રોકવા માટે તેના બધા જ ડિવિઝનોને સરક્યુલર જાહેર કર્યો છે. તેની માહિતી રેલવે બોર્ડને પણ અપાઈ છે. સરક્યુલરમાં જણાવાયું છે કે રેલવે સ્ટેશનો અને ટ્રેનોની અંદર મોબાઈલ ફોનને સ્પીકર પર ગીતો વગાડવા, વીડિયો અને અન્ય કન્ટેન્ટ ચલાવવાની સમસ્યા વધી રહી છે. તેનાથી અન્ય પ્રવાસીઓને મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. રેલવેએ તેના ડિવીઝનોના પ્રવાસીઓને સંબંધિત કાયદાકીય નિયમો અંગે જણાવવા અને આવા કામોને રોકવાનો નિર્દેશ આપ્યો છે.
નિયમ હેઠળ પ્રવાસીઓને થઈ શકે દંડ
દક્ષિણ રેલવેએ રેલવે એક્ટની કલમ 142ને ટાંકીને દાવો કર્યો છે કે આ કાયદામાં જનવિશ્વાસ એક્ટ હેઠળ આ ફેરફાર કરાયા છે. રેલવેએ તેનો ઉપયોગ પ્રવાસીઓને પરેશાન કરનારા વર્તન પર કાર્યવાહી માટે કર્યો છે. રેલવે અધિકારીઓ મુજબ અન્ય રેલવે ઝોન અને મેટ્રો સિસ્ટમ પણ આવા વર્તન રોકવા માટે આ પ્રકારની જોગવાઈ કરી શકે છે. મેટ્રો રેલમાં મુશ્કેલી ઊભી કરવા પર દંડ લગાવી શકાય છે અને આવી વ્યક્તિને કોચમાંથી હટાવી શકાય છે.
સતત નિયમ તોડનારને છ મહિના સુધીની જેલ
રેલવેની ચેતવણી મુજબ આવા કિસ્સાઓમાં રૂ. 1,000 સુધીનો દંડ થવાની સાથે પ્રવાસીને રેલવે પરિસર અથવા ટ્રેનના ડબ્બામાંથી હટાવી પણ શકાય છે. વધુમાં કોઈ પ્રવાસી વારંવાર આવું કરતો રહે તો તેને છ મહિના સુધીની જેલ અને રૂ. 5,000 સુધીના દંડનો સામનો પણ કરવો પડી શકે છે.
જાહેર જગ્યા પર મુશ્કેલી ઊભી કરવી પણ નિયમોના દાયરામાં
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 270માં જાહેર જગ્યા પર લોકોને થતી મુશ્કેલીને વ્યાખ્યાઈત કરાઈ છે. તેના હેઠળ એવા કામ, જેનાથી સામાન્ય લોકોને નુકસાન, જોખમ, અવરોધ અથવા મુશ્કેલી ઊભી થાય અને જે જાહેર જગ્યાના ઉપયોગ સાથે સંકળાયેલ હોય તો જાહેર મુશ્કેલીની શ્રેણીમાં આવી શકે છે.
રેલવેએ 2012ના નિર્દેશોને પણ ટાંક્યા
દક્ષિણ રેલવેએ સરક્યુલરમાં રેલવે બોર્ડના જુલાઈ 2012ના એક સંદેશાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે સમયે મોબાઈલ ફોનના ઉપયોગ સાથે સંકળાયેલી સમસ્યાઓને ઉઠાવવામાં આવી હતી. તેમાં ડબ્બાની અંદર ઊંચા અવાજમાં વાત કરવી, લાંબી વાતચીત કરવી અને વાંધાજનક રિંગટોન વગાડવાનો સમાવેશ કરાયો હતો. રેલવે બોર્ડે બધા જ ઝોને આવી આદતો વિરુદ્ધ પ્રવાસીઓને જાગૃત કરવા માટે કહ્યું હતું. હવે મોબાઈલ ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સ્પીકર પર વીડિયો અને અન્ય કન્ટેન્ટ ચલાવવાની સમસ્યા ગંભીર બની રહી છે.
પ્રવાસીઓને જાગૃત કરવા માટે અભિયાન ચલાવાશે
દક્ષિણ રેલવેએ તેના ડિવિઝનોને જાગૃતિ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યા છે. આ અભિયાનો દરમિયાન પ્રાદેશિક ભાષાઓ, હિન્દી અને અંગ્રેજીમાં રેલવેની જાહેર ઘોષણા વ્યવસ્થાથી પ્રવાસીઓને માહિતી અપાશે. પ્રવાસીઓને મોબાઈલ પર સ્પીકર મોડમાં ગીતો સાંભળવા અથવા વીડિયો ચલાવતા રોકવામાં આવશે તેમજ પ્રવાસ દરમિયાન ઊંચા અવાજમાં વાતો કરવાનું પણ ટાળવા કહેવાશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો

માત્ર UPI પેમેન્ટ નહીં, હવે ફેશન ટ્રાયલ પણ! Google Pay લાવશે કમાલનું AI વર્ચ્યુઅલ ટ્રાયલ રૂમ

સ્પોર્ટ્સ માર્કેટિંગમાં ભારતનું વધતું જતું કદઃ અમેરિકા-જર્મનીને પાછળ છોડી દેશે

ભારતીય નૌસેનાની તાકાત વધશે! 8 Next Generation Corvettes માટે ₹53,866 કરોડ મંજૂર

Festive Hiring: 2.7 લાખ સુધી નોકરીની તકો, છતાં કર્મચારીઓની અછત! પગારને બદલે બોનસ પર ભાર

ભારતમાં EVનું ઓક્ટોબરમાં વિક્રમજનક વેચાણ, પહેલી વખત આંકડો 3.5 લાખ યુનિટને વટાવી ગયો





