Uberમાં ફરી છટણીનો દોર, 3,300 કર્મચારીઓ પર પડશે અસર
Uber વિશ્વભરમાં આશરે 3,300 કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે, જે કુલ કર્મચારી સંખ્યાના લગભગ 10% જેટલી છે. કંપની મેનેજમેન્ટના સ્તરો ઘટાડવા, નાની ટીમો જોડવા અને કામકાજ વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Uberએ વૈશ્વિક સ્તરે પોતાના સંગઠન માળખામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. અહેવાલ મુજબ કંપની આશરે 3,300 કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે, જે કુલ કર્મચારી સંખ્યાના લગભગ 10% જેટલી છે. કંપનીના CEO દારા ખોસરોવશાહીએ કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં Uber ઝડપથી વધી છે, પરંતુ સાથે સંસ્થા વધુ જટિલ બની ગઈ છે. હવે કંપની નિર્ણય પ્રક્રિયા ઝડપી બનાવવા અને મેનેજમેન્ટના અનાવશ્યક સ્તરો ઘટાડવા માંગે છે.
મેનેજરોની સંખ્યા 20% સુધી ઘટાડવાની યોજના
Uber મેનેજમેન્ટ માળખું સરળ બનાવવા માટે મેનેજરોની સંખ્યા આશરે 20% સુધી ઘટાડવા માંગે છે. જોકે તેનો અર્થ બધા મેનેજરોને નોકરીમાંથી દૂર કરવો નહીં થાય. કેટલાક મેનેજરોને મેનેજમેન્ટની ભૂમિકામાંથી હટાવીને Individual Contributor તરીકે કામ સોંપવામાં આવી શકે છે.
નાની ટીમોની સંખ્યા પણ ઘટશે
કંપની એક કે બે કર્મચારીઓથી બનેલી ખૂબ નાની ટીમોની સંખ્યા લગભગ અડધી કરવાની યોજના ધરાવે છે. સાથે CEOથી સાત કે તેથી વધુ સ્તર નીચે કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં પણ આશરે 20% ઘટાડો કરવાનો વિચાર છે.
Delivery વ્યવસાયમાં ટીમોનું પુનર્ગઠન
Uber પોતાના Delivery વ્યવસાયમાં Restaurant, Retail અને Direct Delivery માટે અલગ-અલગ કાર્યરત ટીમોને વધુ એકીકૃત બનાવવા માંગે છે. કંપનીનું માનવું છે કે સમાન પ્રકારનું કામ કરતી અલગ ટીમોને એક સાથે લાવવાથી કામનો પુનરાવર્તન ઘટશે અને નિર્ણય લેવામાં ઓછો સમય લાગશે.
Work From Homeમાં પણ મોટો ફેરફાર
છટણી સાથે Uber કામ કરવાની નીતિમાં પણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ આગળ જઈને કંપનીના માત્ર આશરે 1% કર્મચારીઓ જ સંપૂર્ણ Remote આધારિત રહેશે. એટલે મોટાભાગના કર્મચારીઓને ઓફિસથી કામ કરવાની અપેક્ષા રહેશે.
અલગ-અલગ દેશમાં પ્રક્રિયા અલગ હોઈ શકે
મોટાભાગના અસરગ્રસ્ત કર્મચારીઓને તેમની ભૂમિકા સમાપ્ત થવાની જાણ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે જુદા દેશોમાં સ્થાનિક શ્રમ કાયદા અલગ હોવાથી કેટલાક બજારોમાં છટણી પ્રક્રિયા પૂર્ણ થવામાં વધુ સમય લાગી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: ઘઉંનું જંગી ઉત્પાદન ભારત માટે ખોલશે $1.5 અબજની નિકાસ તક
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય




