German Green Steel IPO Listing: ગુજરાતની સ્ટીલ કંપનીનું 3.24% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ
German Green Steel and Powerનો શેર 5 ઑક્ટોબરે BSE પર ₹143.50 અને NSE પર ₹142ના ભાવે લિસ્ટ થયો. ₹139ના ઇશ્યૂ પ્રાઇસ સામે અનુક્રમે 3.24% અને 2.16% પ્રીમિયમ મળ્યું. લિસ્ટિંગ પછી કંપનીનું માર્કેટ કેપ આશરે ₹1,081.26 કરોડ રહ્યું.

German Green Steel and Powerનો શેર 5 ઑક્ટોબરે BSE પર ₹143.50 અને NSE પર ₹142ના ભાવે લિસ્ટ થયો. ₹139ના ઇશ્યૂ પ્રાઇસ સામે અનુક્રમે 3.24% અને 2.16% પ્રીમિયમ મળ્યું. લિસ્ટિંગ પછી કંપનીનું માર્કેટ કેપ આશરે ₹1,081.26 કરોડ રહ્યું. ગુજરાત સ્થિત German Green Steel and Powerએ સોમવારે શેરબજારમાં સાધારણ પ્રીમિયમ સાથે લિસ્ટ થયો.
એક લોટ પર કેટલો લાભ?
IPOનો લોટ 107 શેરોનો હતો અને એક લોટ માટે ₹14,873નું રોકાણ જરૂરી હતું. લિસ્ટિંગ ભાવના આધારે ગણતરી કરતાં BSE પર એક લોટનો લાભ ₹481.50, જ્યારે NSE પર ₹321 થયો. આ ગણતરીમાં ટેક્સ અને વ્યવહારના ચાર્જ સામેલ નથી.
ગ્રે માર્કેટની અપેક્ષા કરતાં નબળું લિસ્ટિંગ
લિસ્ટિંગ પહેલાં આશરે 7% પ્રીમિયમની ગ્રે માર્કેટ અપેક્ષા હતી. જોકે, વાસ્તવિક લિસ્ટિંગ લાભ ઓછો રહ્યો. GMP બિનસત્તાવાર સંકેત છે અને લિસ્ટિંગના ભાવની ખાતરી આપતો નથી.
IPOમાં રોકાણકારોની મજબૂત માંગ
₹303.90 કરોડના ઇશ્યૂમાં ₹290 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹13.90 કરોડનો OFS હતો. કુલ સબસ્ક્રિપ્શન 28.98 ગણું, NII વિભાગમાં 54.03 ગણું અને રિટેલ વિભાગમાં 22.83 ગણું રહ્યું.
કંપનીનો વ્યવસાય શું છે?
કંપની TMT બાર, MS બિલેટ્સ અને સ્પોન્જ આયર્ન બનાવે છે. કચ્છના સામખિયાળીમાં તેનો સંકલિત પ્લાન્ટ છે અને પેટાકંપની મારફતે વિરમગામમાં બીજું ઉત્પાદન કેન્દ્ર કાર્યરત છે. તેના ઉત્પાદનો ડિસ્ટ્રિબ્યુટર્સ, ડીલર્સ અને સંસ્થાકીય ખરીદદારોને વેચાય છે.
IPOના નાણાં ક્યાં વપરાશે?
ફ્રેશ ઇશ્યૂમાંથી ₹226.33 કરોડ સામખિયાળી પ્લાન્ટના મૂડી ખર્ચ અને હાઇબ્રિડ વિન્ડ–સોલાર પ્લાન્ટ માટે ફાળવવાની યોજના છે. અન્ય ₹7.70 કરોડ દેવું ચૂકવવા માટે વપરાશે.
આ પણ વાંચો: Opening Bell: શેરબજાર આજે પોઝિટિવ મૂડમાં, સેન્સેક્સ 431, નિફ્ટી 110 પોઈન્ટ સાથે ખુલ્યો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે





