Jio IPOનો મેગા ધમાકો, 1 કરોડથી વધુ અરજીઓ સાથે ઈતિહાસ સર્જ્યો
₹30,213 કરોડનો દેશનો સૌથી મોટો IPO બપોર સુધીમાં 11.58 ગણો ભરાયો, QIB હિસ્સો 29.11 ગણો સબસ્ક્રાઈબ, સંસ્થાગત રોકાણકારોની ₹2.5 લાખ કરોડથી વધુ માંગ

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના 30,213 કરોડ રૂપિયાના IPOમાં નાણાં લગાવવાનો આજે 23 ઓક્ટોબરે અંતિમ દિવસ હતો. આ ઈશ્યુ બપોરે 3.00 વાગ્યા સુધીમાં 11.58 ગણો ભરાઈ ગયો છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ હિસ્સો 29.11 ગણો, નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 13.20 ગણો, રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 2.48 ગણો, એમ્પ્લોઈઝ માટે અનામત હિસ્સો 2.74 ગણો અને શૅરધારકો માટે અનામત હિસ્સો 7 ગણો સબસ્ક્રાઈબ થઈ ગયો છે. ઈશ્યુ માટે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ અરજીઓ થઈ છે.
ઈશ્યુના ઓપનિંગ પહેલા કંપનીએ એન્કર બૂકમાં 212 એન્કર રોકાણકારો પાસેથી 8,109.85 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ ઓફર માટે સંસ્થાગત રોકાણકારોની માગ 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી, જે એન્કર બૂકમાં ઉપલબ્ધ શૅરોની કુલ કિંમતથી 30 ગણો વધુ છે. કંપનીએ એન્કર રોકાણકારોને પ્રાઈસ બેન્ડના ઉપરી સ્તર પર 7.24 કરોડ ઈક્વિટી શૅર એલોટ કર્યા. જિયો પ્લેટફોર્મ્સ મુજબ IPOમાં નવા શૅર જાહેર કરીને હાંસલ કરાનારા રૂપિયાનો ઉપયોગ મુખ્ય રૂપે કંપનીની ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયો ઈન્ફોકોમના દેવાંનો કેટલોક હિસ્સો ઘટાડવા અથવા સંપૂર્ણ ચૂકવવા માટે અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરાશે.

IPO માટે પ્રાઈસ બેન્ડ
જિયો IPO 23 ઓક્ટોબરે બંધ થયો છે. આ આઈપીઓ સાઈઝની બાબતમાં દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિકઈશ્યુ છે. પ્રાઈસ બેન્ડ રૂ. 1065-રૂ. 1119 પ્રતિ શૅર છે. લોટ સાઈઝ 12 શૅર છે. IPOમાં 27 કરોડ નવા શૅર છે. અલોટમેન્ટ 26 ઓક્ટોબરે ફાઈનલ થઈ શકે છે. કંપનીનું લિસ્ટિંગ NSE અને BSE પર 28 ઓક્ટોબરે થઈ શકે છે. આ પબ્લિક ઈશ્યુમાં Jio Platformsના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયાના શૅર અને તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાત્ર શૅરધારકો માટે રૂ. 2,500 કરોડના શૅર અનામત રખાયા છે.
કંપની પાત્ર કર્મચારીઓને ફાઈનલ ઓફર પ્રાઈસ પર રૂ. 54 પ્રતિ શૅરની છૂટ (ડિસ્કાઉન્ટ) સાથે શૅર ઓફર કરી રહી છે. બાકીના નેટ ઈશ્યુમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NIIs) માટે અને 35 ટકા હિસ્સો રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે





