IPO માર્કેટમાં વધુ એક એન્ટ્રી, Ujin Pharmaને SEBIની મંજૂરી; જાણો કંપની શું કરે છે
મુંબઈ સ્થિત Ujin Pharma Limitedને તેના IPO માટે SEBIની અંતિમ મંજૂરી મળી છે. કંપનીએ જૂન 2026માં IPO માટે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા. IPOમાં ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર્સનો Offer-for-Sale સામેલ છે.

IPO માર્કેટમાં વધુ એક કંપનીની એન્ટ્રી થવાની છે. મુંબઈ સ્થિત Ujin Pharma Limitedને તેના પ્રસ્તાવિત IPO માટે SEBIની અંતિમ મંજૂરી મળી છે. કંપનીએ 22 જૂન, 2026ના રોજ IPO માટે પોતાના દસ્તાવેજો SEBI સમક્ષ ફાઇલ કર્યા હતા.
IPOમાં ફ્રેશ ઈશ્યૂ અને OFS સામેલ
Ujin Pharmaના IPOમાં 11,869,100 સુધીના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ સામેલ છે. આ ઉપરાંત પ્રમોટર્સ જીનેશ રસિકલાલ શેઠ અને ઉમંગ કેતન મહેતા દ્વારા 7,282,300 સુધીના ઈક્વિટી શેરનો ઓફર ફોસ સેલ કરવામાં આવશે. ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપનીના વિવિધ હેતુઓ માટે કરવામાં આવશે.
IPOની રકમ ક્યાં વપરાશે?
કંપની ફ્રેશ ઈશ્યૂમાંથી ₹61.7 કરોડ Altra Agro-Chem Private Limitedમાં રોકાણ કરવા માટે વાપરશે. આ રોકાણ ઈક્વિટી શેરમાં સબસ્ક્રિપ્શન દ્વારા કરવામાં આવશે, જેથી આ કંપનીને પોતાની સબસિડિયરી બનાવવાનો હેતુ છે. આ ઉપરાંત Altra Pharma-Chem Private Limitedમાં ₹21.6 કરોડનું રોકાણ કરવામાં આવશે. કંપની ચોક્કસ લોનની ચુકવણી અથવા પ્રી-પેમેન્ટ માટે ₹25 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.
આ પણ વાંચો: IT Stocks: સોમવારે બજાર ખૂલતાની સાથે IT શેર થશે રોકેટ! અમેરિકાથી આવ્યા રાહતના સમાચાર
Ujin Pharma શું કરે છે?
2005માં સ્થાપિત Ujin Pharma કેમિકલ ઉદ્યોગમાં કાર્યરત કંપની છે. કંપની સોલ્વન્ટ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, એસિડ્સ, મોનોમર્સ, ફાર્માસ્યુટિકલ રૉ મટિરિયલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ સહિત વિવિધ ઉત્પાદનોના વિતરણ અને સપ્લાયના વ્યવસાયમાં છે. બે દાયકાથી વધુના અનુભવ સાથે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ સાથે સોર્સિંગ સંબંધો વિકસાવ્યા છે. તેના માધ્યમથી કંપની વિવિધ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ મેળવીને ટ્રેડર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને અલગ-અલગ અંતિમ ઉપયોગ ક્ષેત્રોમાં કાર્યરત ગ્રાહકોને સપ્લાય કરે છે.
ફાર્માથી ઓટોમોટિવ સુધી સપ્લાય
કંપનીના ઉત્પાદનો ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોના ગ્રાહકો સુધી પહોંચે છે. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રિયલ અને ઓટોમોટિવ સેક્ટર તેમજ પેઇન્ટ્સ અને કોટિંગ્સ, પ્રિન્ટિંગ ઈન્ક્સ અને પેકેજિંગ ક્ષેત્રોમાં પણ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે





