Dividend Stocks: આવતા અઠવાડિયે 50 શેરો પર નજર રાખજો, Dividendથી Bonus અને Split સુધી મોટા ફેરફાર
દિવાળી પહેલાંનું આવતું અઠવાડિયું શેરબજારના રોકાણકારો માટે મહત્વનું રહેવાનું છે. 2થી 8 નવેમ્બર દરમિયાન લગભગ 50 કંપનીઓમાં ડિવિડેન્ડ, બોનસ ઈસ્યૂ, સ્ટોક સ્પ્લિટ અને રાઈટ ઈસ્યૂ જેવી મોટી કોર્પોરેટ એક્શન જોવા મળશે. જાણો કંઈ કંઈ કંપની છે.

આવતું અઠવાડિયું એવા રોકાણકારો માટે ખાસ રહેશે, જેઓ ડિવિડેન્ડ અને અન્ય કોર્પોરેટ લાભ પર નજર રાખે છે. 2 નવેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે લગભગ 50 કંપનીઓની મહત્વની રેકોર્ડ ડેટ નક્કી છે. તેમાં ડિવિડેન્ડ ઉપરાંત બોનસ શેર, રાઈટ ઈસ્યૂ અને સ્ટોર સ્પ્લિટ જેવી કોર્પોરેટ એક્શનનો પણ સમાવેશ થાય છે.
Infosysથી Coal India સુધી Dividend પર નજર
આવતા અઠવાડિયે લગભગ 39 કંપનીઓની ડિવિડેન્ડની રેકોર્ડ ડેટ નક્કી થશે. મુખ્ય કંપનીઓમાં Infosysએ ₹26 પ્રતિ શેર ઈન્ટરીમ ડિવિડેન્ડ જાહેર કર્યો છે અને તેની રેકોર્ડ ડેટ 3 નવેમ્બર છે. Coal India ₹10.25 પ્રતિ શેર ડિવિડેન્ડ આપશે અને તેની રેકોર્ડ ડેટ 4 નવેમ્બર રાખવામાં આવી છે. Sanofi Indiaએ ₹75 પ્રતિ શેર ડિવિડેન્ડ જાહેર કર્યો છે અને તેની રેકોર્ડ ડેટ 5 નવેમ્બર છે.
અન્ય મહત્વની ડિવિડેન્ડ રેકોર્ડ ડેટ
2 નવેમ્બર
- Colgate Palmolive – ₹24 પ્રતિ શેર
- Route Mobile – ₹4 પ્રતિ શેર
- Tanla Platforms – ₹6 પ્રતિ શેર
3 નવેમ્બર
- Infosys – ₹26 પ્રતિ શેર
- Mazagon Dock Shipbuilders – ₹5 પ્રતિ શેર
- Gravita India – ₹7.70 પ્રતિ શેર
4 નવેમ્બર
- Asian Paints – ₹5.75 પ્રતિ શેર
- Coal India – ₹10.25 પ્રતિ શેર
- Godrej Consumer Products – ₹5 પ્રતિ શેર
5 નવેમ્બર
- Sanofi India – ₹75 પ્રતિ શેર
- Navin Fluorine – ₹8 પ્રતિ શેર
- Varun Beverages – ₹0.50 પ્રતિ શેર
6 નવેમ્બર
- CARE Ratings – ₹10 પ્રતિ શેર
- Laurus Labs – ₹1 પ્રતિ શેર
- Quess Corp – ₹5 પ્રતિ શેર
આ ઉપરાંત Pitti Engineering, Sasken Technologies, Birlasoft, Sun TV Network, Power Grid, Info Edge અને Sundram Fastenersની પણ ડિવિડેન્ડ સંબંધિત રેકોર્ડ ડેટ છે.
Concord Biotech આપશે 1:1 બોનસ શેર
Concord Biotechએ 4 નવેમ્બરને બોનસ ઈસ્યૂ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની 1:1ના રેશિયોમાં બોનસ શેર આપશે. એટલે પાત્ર શેરધારકો પાસે રેકોર્ડ ડેટના દિવસે એક શેર હશે તો તેને એક વધારાનો fully paid-up equity share મળશે. બોનસ ઈસ્યૂમાં રોકાણકારને વધારાની રકમ ચૂકવવાની રહેતી નથી, જોકે સામાન્ય રીતે બોનસ રેશિયો પ્રમાણે શેર પ્રાઈઝ પણ એડજસ્ટ થાય છે.
બે કંપનીઓના રાઈટ ઈસ્યૂની રેકોર્ડ ડેટ
Crescentis Capital અને Suvidhaa Infoserveએ પોતાના રાઈટ ઈસ્યૂ માટે 4 નવેમ્બરને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. રાઈટ ઈસ્યૂ દ્વારા કંપની તેના હાલના શેરધારકોને તેમની હાલની હોલ્ડિંગના પ્રમાણમાં નવા શેર ખરીદવાની તક આપે છે. રોકાણકારોએ entitlement ratio, ઈસ્યૂ પ્રાઈઝ અને સબસ્ક્રિપ્શન પીરિયડ જેવી વિગતો અલગથી ચકાસવી જરૂરી રહેશે.
બે શેરમાં સ્ટોક સ્પ્લિટ
આવતા અઠવાડિયામાં બે કંપનીઓના શેરમાં સ્ટોક સ્પ્લિટ પણ થવાનું છે. Gujarat Natural Resourcesએ 5 નવેમ્બરને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની ₹10 ફેશ વેલ્યુના એક શેરને ₹1 ફેશ વેલ્યુના શેરમાં સ્પ્લિટ કરશે. Knowledge Marine & Engineering Worksએ 6 નવેમ્બરને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની ₹5 ફેશ વેલ્યુના શેરને ₹1 ફેશ વેલ્યુમાં સબડિવાઈડ કરશે.
રેકોર્ડ ડેટ કેમ મહત્વની?
ડિવિડેન્ડ, બોનસ શેર અને રાઈટ ઈસ્યૂનો લાભ લેવા માટે રોકાણકારોનું નામ રેકોર્ડ ડેટના દિવસે કંપનીના શેરહોલ્ડર રેકોર્ડમાં હોવું જરૂરી છે. આ કારણે રેકોર્ડ ડેટ પહેલાં શેર ખરીદવાની ટાઈમિંગ મહત્વની બને છે, ખાસ કરીને હવે T+1 સેટલમેન્ટ વ્યવસ્થા લાગુ હોવાથી. આવતા અઠવાડિયામાં અનેક જાણીતી કંપનીઓની રેકોર્ડ ડેટ એકસાથે આવી રહી હોવાથી ડિવિડેન્ડ, બોનસ અને સ્ટોક સ્પ્લિટવાળા શેરમાં ખાસ એક્ટિવિટી જોવા મળી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks In News | 03 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Commodity Market Trading : આજથી સોના, ચાંદી, ઓઈલનો ટ્રેડિંગ સમય લંબાયો

Closing Bell_ રિલાયન્સમાં ધૂમ લેવાલીના પગલે સેન્સેક્સ 1,200 પોઇન્ટથી પણ વધુ ઉચકાયો

રિલાયન્સ 5%થી વધુ વધ્યો હોય તેવા 20માંથી 17 પ્રસંગોએ નિફ્ટીમાં વધારો





