‘ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ’, કોર્પોરેટ બોન્ડ્સમાં રિટેલરોની ભાગીદારી વિકસાવવા આયોજન
ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ ગ્રીપ ઇન્વેસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ 31 ઓગસ્ટ સુધી ચાલનારો છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ્સનું માર્કેટ 59 લાખ કરોડનું હોવાનું મનાય છે.

મુંબઈઃ આજના યુગમાં સૌથી મોટી તકલીફ હોય તો તે નિશ્ચિત આવકની છે. તમે બેઠેલા રહો અને આવક આવતી રહે તે આજના યુગમાં જરૂરી છે. જ્યારે હકીકત એ છે કે નોકરીથી લઈને બધુ જ અનિશ્ચિત છે. ખાનગીકરણના આ યુગમાં નોકરી ક્યારે કેટલો સમય રહે તે નક્કી નથી. આ સંજોગોમાં દરેક જણ આવકનો નિશ્ચિત પ્રવાહ ઇચ્છે છે, કોર્પોરેટ બોન્ડ સામાન્ય લોકોની આ જરૂરિયાતને સંતોષે છે. રિટેલ રોકાણકારોની આ જ જરૂરિયાતને સંતોષવા માટે ગ્રીપ ઇન્વેસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલ 18થી 31 ઓગસ્ટ સુધી ચાલનારો છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ્સનું માર્કેટ 59 લાખ કરોડનું હોવાનું માનવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ કોર્પોરેટ બોન્ડ્સને સામાન્ય લોકો સાથે જોડવાનો છે. સામાન્ય લોકોમાં કોર્પોરેટ બોન્ડ અંગે વિસ્તૃત સમજ આપવાનો છે. આ ફેસ્ટિવલ દરમિયાન રોકાણકારોને આકર્ષક અને ફિક્સ્ડ ઇન્કમ રોકાણ વિકલ્પો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટની જો કોઈ ખામી હોય તો તેમા શેરબજારના શેરોની તુલનાએ તરલતાનું પ્રમાણ ઘણું ઓછું છે તે છે. તેનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ અત્યંત ઓછું છે. તેથી રિટેલરોની ભાગીદારીમાં વધારો કરવા માટે દેશના સૌપ્રથમ બોન્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, એમ ગ્રિપ ઇન્વેસ્ટના સીઇઓ વૈભવ લઢ્ઢાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ હતું કે કોર્પોરેટ બોન્ડ લિસ્ટેડ છે અને ટ્રેડેબલ છે, પરંતુ આ બજારમાં હજી ઇક્વિટી જેવી ટ્રેડિંગ ડેપ્થ નથી કે વોલ્યુમ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે લોઅર લિક્વિડિટીનો અર્થ એવો થતો નથી કે બોન્ડ્સને મેચ્યોરિટી પહેલા જ વેચી ન શકો. કોર્પોરેટ બોન્ડ માર્કેટ હવે વ્યાપક પ્રમાણમાં રિટેલ ભાગીદારી ઇચ્છી રહ્યું છે. આ માટે તે અત્યંત નીચા મૂલ્યના બોન્ડ લઈને બજારમાં આવે છે. કોર્પોરેટ બોન્ડ્સ અંગે સંકળાયેલા જોખમ અંગે તેમણે જણાવ્યું હતું કે તે વાત સમજી લેવી જોઈએ કે ઊંચું વળતર મળતું હોય તો તેની સાથે ઊંચું જોખમ પણ જોડાયેલું જ હોય છે.
જ્યારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL)ના ચીફ બિઝનેસ ઓફિસર (સીબીઓ) સમીર પાટિલે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ્સમાં રિટેલ માંગમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. બોન્ડ પ્લેટફોર્મના લીધે ડીમેટ ખાતાની માંગમાં વૃદ્ધિ જોવા મળી છે. લોકો આજે એફડી કરતાં કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણને આકર્ષક વિકલ્પ માને છે. તેની સામે કોર્પોરેટ બોન્ડ્સે પણ રિટેલ ભાગીદારી વધારવા માટે નીચા ભાવે બોન્ડ ઓફર કરવા માંડ્યા છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ




