HDFC Bankના શેરે ફરીથી બાવન સપ્તાહનું નવું તળિયું બનાવ્યું
દેશની અગ્રણી બેન્ક HDFC Bankના શેરે શુક્રવારે ફરીથી વધુ એક નવું તળિયું બનાવ્યું હતું. બેન્કના શેરે 682 રૂપિયાની નવી નીચી સપાટી બનાવી હતી.

HDFC Bank Share Price: દેશની અગ્રણી બેન્ક HDFC Bankના શેરે શુક્રવારે ફરીથી વધુ એક નવું તળિયું બનાવ્યું હતું. બેન્કના શેરે 682 રૂપિયાની નવી નીચી સપાટી બનાવી હતી. HDFC Bankનો શેર ગઇકાલે 694 રૂપિયા પર બંધ આવ્યો હતો અને આજે તે નીચામાં જ 685 પર ખૂલ્યો હતો અને તેણે 687.25ની ટોપ તો 682નું તળિયું બનાવ્યું હતું. આમ તેણે બાવન સપ્તાહનું નવું તળિયું બનાવ્યું હતું.
HDFC Bankનો શેર અપર એન્ડમાં આ શેર રૂ. 755 સુધી જઈ શકે છે અને લોઅર એન્ડમાં રૂ. રૂ. 618.40 સુધી જઈ શકે છે. તેનો એડજસ્ટેડ પીઇ રેશિયો 13.22 છે. બેન્કનું કુલ બજારમૂલ્ય રૂ. 10.59 લાખ કરોડ છે. આ સપ્તાહે શેરે 2.63 ટકાના દરે વળતર આપ્યું છે. જ્યારે માસિક ધોરણે શેર 5.88 ટકા ઘટ્યો છે. વાયટીડી ધોરણે તેમા 30.58 ટકા ઘટાડો થયો છે.
HDFC Bank બુધવારે ક્રેડિટ સ્યુઇસ સામે બહેરિનમાં બધા સાતેય કેસ જીતી ગઈ હતી. AT1 બોન્ડ ઇશ્યૂના મુદ્દે બેન્કે કેસ જીતીને રાહતનો શ્વાસ લીધો છે. "9 સપ્ટેમ્બર 2026ના રોજ, ક્રેડિટ સ્વિસ એડિશનલ ટિયર 1 બોન્ડ્સ (CS AT1) ના રોકાણકારો દ્વારા HDFC બેંક લિમિટેડ (બેંક) વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી બે કાર્યવાહીમાં બહેરીનની હાઈ સિવિલ કોર્ટે બેંકની તરફેણમાં ચુકાદા આપ્યા હતા. કોર્ટે રોકાણકારોના દાવાઓ અને બહેરીન કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓની ન્યાયિક તપાસ બાદ આ નિર્ણય લીધો હતો," તેમ બેંકે જણાવ્યું હતું.
"જુલાઈ અને ઓગસ્ટ 2026 વચ્ચે, બહેરીન કોર્ટે CS AT1 ના રોકાણકારોને લગતા અન્ય પાંચ સમાન કેસો પણ ફગાવી દીધા હતા." આ સાત રોકાણકારોએ બેંક મારફતે CS AT1 બોન્ડ્સમાં કરેલા તેમના રોકાણના સંદર્ભમાં "ગંભીર બેદરકારી, ઈરાદાપૂર્વક ખોટી રજૂઆત, ગ્રાહકના ખોટા વર્ગીકરણ, ઉત્પાદનની વિશેષતાઓ જાહેર ન કરવા, નાણાકીય લિવરેજનો દુરુપયોગ અને ઉત્પાદનની યોગ્યતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન" જેવા આક્ષેપો કર્યા હતા. HDFC બેંકે જણાવ્યું હતું કે, "કોર્ટે આ તમામ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા."
બેંકે કહ્યું કે, "બહેરીન કોર્ટે તેમના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા, કારણ કે રોકાણકારો બેંક વિરુદ્ધના આ આક્ષેપોને સાબિત કરવા માટે અથવા બેંકને કારણે તેમને કોઈ નુકસાન થયું છે તે સાબિત કરવા માટે પૂરતા અને સ્વીકાર્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા."
"બહેરીન કોર્ટના તમામ સાત ચુકાદાઓમાં, રોકાણકારોને કાર્યવાહીનો ખર્ચ ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો." બેંકે જણાવ્યું હતું કે બહેરીનમાં મળેલી આ સફળતા અગાઉ માર્ચ 2026માં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC) દ્વારા CS AT1 બોન્ડ્સના રોકાણકારોની HDFC બેંક વિરુદ્ધની ફરિયાદો ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ મળી છે.
HDFC બેંકે જણાવ્યું હતું કે, NCDRC એ તેના આદેશમાં "પુષ્ટિ કરી હતી કે બેંક માત્ર એક સુવિધા આપનાર (facilitator) હતી અને રોકાણકારો પાસે તેમની પસંદગી મુજબ CS AT1 બોન્ડ્સમાં રોકાણ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા હતી."
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ




