બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23,600 પર ટકવું પડશે
નિફ્ટીમાં તેજીના સંકેત આપવાના કેસમાં મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્રારંભમાં સુધારો બતાવી રહ્યું છે

અમદાવાદઃ શેરબજાર માટે આગામી સપ્તાહે જોઈએ તો નિફ્ટી માટે 23,000થી 23,050નું સ્તર મહત્વનું રહેશે. આ અંગે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટીએ જો ઉપરની તરફ આગળ વધવું હોય તો 23,500 અને 23,600 પર નિર્ણાયક રીતે ટકવું પડશે પછી જ તે આગળ વધી શકશે. પછી ઇન્ડેક્સ 23,000 કે 23,600 ઉપર રહેવાની સંભાવના છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે નિફ્ટીમાં તેજીના સંકેત આપવાના કેસમાં મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્રારંભમાં સુધારો બતાવી રહ્યું છે. ઇન્ડેક્સ હજી પણ ટૂંકા અને લાંબા સમયગાળા માટે મૂવિંગ એવરેજીસથી નીચે કારોબાર કરી રહ્યો છે. તેની સરેરાશ હજી નીચી છે, એટલે કે બ્રોડર માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ નબળું છે.
નિફ્ટી સળંગ છઠ્ઠા સપ્તાહે ઘટીને બંધ આવ્યો. જો કે આ દરમિયાન ઘટાડો ફક્ત 0.22 ટકા જ રહ્યો. વાસ્તવમાં કેટલાક દિવસોથી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી. નિફ્ટી 15 સપ્ટેમ્બરે નોંધાયેલા 23,119ના ક્લોઝિંગના મુકાબલે સતત ત્રણ દિવસની વૃદ્ધિ પછી 23,350ની નજીક આવ્યો છે. આ સંજોગોમાં બજારની નજર આગામી સપ્તાહ પર છે, બજાર રિકવરી જારી રાખે છે કે નહીં તેના પર નજર છે.
આગામી દિવસોમાં નિફટી માટે 23,000-23,050નું ક્ષેત્ર અત્યંત મહત્વનું છે. આ પાછલા સ્વિંગ લો અને છેલ્લી તેજીના 61.8 ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ નજીક છે. હવે આ સપાટી જાળવી રાખવી અને તેના પર જ રહેવું તે રિકવરી જાળવી રાખવા માટે મહત્વનું રહેશે.
ઉપરની તરફ 23,450 અને 23,500નું તત્કાળ પ્રતિકારક સપાટી તરીકે કામ કરી શકે છે. આ દસ દિવસની ઇએમએની નજીક છે. હવે જો 23,500ની ઉપર સતત ટકી રહેવામાં આવે તો નિફ્ટીને લઈને તેજીના સેન્ટિમેન્ટ મજબૂત થઈ શકે છે. તેના કારણે 23,600ના ઉપર બ્રેકઆઉટની સંભાવનામાં વધારો થાય છે.
દૈનિક આરએસઆઈ ઓવરસોલ્ડ ક્ષેત્રથી ઉપર આવ્યો છે. તેમા તેજીના ક્રોસઓવર થયો છે. તેનાથી સંકેત મળ્યા છે કે હાલમાં ચાલતા ઘટાડાની તીવ્રતા ઘટી છે. તેથી ટૂંકા સમયગાળામાં રિકવરી જારી રહી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ





