Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
બીએસઇ પર તેના શેરે 10 ટકા ડિસ્કાઉન્ટે એટલે કે રૂ. 610ના ભાવે ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો

મુંબઈઃ Prasol Chemicalsનો શેર બુધવારે બીએસઇ પર 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી તેટલો જ વધ્યો હતો અને છેવટે તે ભાવોભાવથી થોડો જ નીચે રૂ. 672 પર બંધ આવ્યો હતો. બીએસઇ પર તેના શેરે 10 ટકા ડિસ્કાઉન્ટે એટલે કે રૂ. 610ના ભાવે ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો અને તેણે રૂ. 600નું તળિયું બનાવ્યું હતું. તેનો આઇપીઓ પ્રાઇસ રૂ. 676 છે.
સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદક Prasol Chemicals Ltd નો રૂ. 500 કરોડનો પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) 8-10 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ 3.30 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય ખરીદદારો(QIB) નો હિસ્સો 7.22 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકાર (NII) અને રિટેલ હિસ્સો અનુક્રમે 1.80 ગણો અને 1.70 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
Prasol Chemicals Ltd પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643-676 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. IPO ખુલ્લો થયા પહેલા, કંપનીએ 7 સપ્ટેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી લગભગ રૂ. 150 કરોડ એકત્ર કર્યા હતા. BSE વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા પરિપત્ર મુજબ, કંપનીએ રૂ. 676 પ્રતિ શેરના ભાવે એન્કર રોકાણકારોને 22.19 લાખ ઇક્વિટી શેર ફાળવ્યા હતા. ફાળવણીનું કુલ મૂલ્ય રૂ. 149.99 કરોડ હતું.
એન્કર રોકાણકારોમાં આદિત્ય બિરલા સન લાઈફ ઇન્શ્યોરન્સ કંપની, ટાટા AIA લાઈફ ઇન્શ્યોરન્સ કંપની, ટર્નઅરાઉન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ITI મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, એડેલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ સામેલ હતા. જાહેર ઓફરમાં રૂ. 80 કરોડ સુધીના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) અને હાલના વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 420 કરોડ સુધીના શેર્સની ઓફર ફોર સેલ (OFS) સામેલ હતી.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ




