Closing Bell: IT શેરોનાં સથવારે Sensex 1500થી વધુ પોઈન્ટ ઊંચકાઈ બંધ
સેન્સેક્સ 1,533.72 પોઈન્ટ વધીને 74,315.61 પર બંધ થયો છે. નિફ્ટી50 374.65 પોઈન્ટ વધીને 22,997.35 પર પહોંચી બંધ થયો છે. દિવસ દરમિયાન સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવતા રોકાણકારોમાં ખુશાલી જોવા મળી હતી. બપોરે એશિયન બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો ધમાકો જોવા મળ્યો હતો. ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1523 પોઈન્ટ વધીને 74,330 પર પહોંચ્યો છે. બપોરે નિફ્ટી50 427 પોઈન્ટ ઊછળીને 23,050 પર ટ્રેડ થઈ રહ્યો છે. IT ઇન્ડેક્સ 2.4% વધ્યો; Infosys, TCS અને HCLTechમાં આશરે 3%ની તેજી જોવા મળી છે.

સેન્સેક્સ 1,533.72 પોઈન્ટ વધીને 74,315.61 પર બંધ થયો છે. નિફ્ટી50 374.65 પોઈન્ટ વધીને 22,997.35 પર પહોંચી બંધ થયો છે. દિવસ દરમિયાન સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવતા રોકાણકારોમાં ખુશાલી જોવા મળી હતી. બપોરે એશિયન બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો ધમાકો જોવા મળ્યો હતો. ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1523 પોઈન્ટ વધીને 74,330 પર પહોંચ્યો છે. બપોરે નિફ્ટી50 427 પોઈન્ટ ઊછળીને 23,050 પર ટ્રેડ થઈ રહ્યો છે.
બપોરે 12:44 વાગ્યે સેન્સેક્સ 1,397 પોઈન્ટ ઊછળીને 74,189 નજીક પહોંચ્યો, જ્યારે નિફ્ટી 373 પોઈન્ટ વધીને 23000ની સપાટી વટાવી હતી. IT શેરોમાં ખરીદી તેજીનું મુખ્ય કારણ બન્યું છે. Infosys, TCS અને HCLTech લગભગ 3% વધ્યા હતા. HCLTechનાં પરિણામોએ સેન્ટિમેન્ટ મજબૂત કર્યું. નીચા ભાવે ખરીદી સાથે HDFC બેન્ક, ICICI બેન્ક અને રિલાયન્સે પણ બજારને ટેકો આપ્યો. જિયો પ્લેટફોર્મ્સના IPO માટે RHP ફાઇલ થયા બાદ રિલાયન્સ 3% વધ્યો છે. જોકે, સૂચકાંકોની તેજી છતાં 2,266 શેર ઘટ્યા સામે માત્ર 1,538 શેર વધ્યા છે. PSU બેન્ક ઇન્ડેક્સ 2% ઘટ્યો. એટલે તેજી વચ્ચે બજારમાં પસંદગીના શેરોમાં જ ખરીદી જોવા મળી.
ગુરુવારે 1,100 પોઇન્ટથી વધુ ઉછાળો નોંધાવ્યો તેમાં આઇટી શેરોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 2.5%થી પણ વધુ વધ્યો હતો. સૌથી વધુ વધનારા ઇન્ડેક્સમાં તે મોખરે હતો. આજના વધારા સાથે નિફ્ટી આઇટી ઈન્ડેક્સનો ત્રણ સત્રનો ઉછાળો લગભગ 8% થયો છે. IT ઇન્ડેક્સ 2.4% વધ્યો હતો. Infosys, TCS અને HCLTechમાં આશરે 3%ની તેજી જોવા મળી હતી.
નિફ્ટી આઇટી ઈન્ડેક્સ 15 ઓક્ટોબરના રોજ એક મહિના કરતાં વધુ સમયના હાઈ લેવલ 30,856.90 પોઈન્ટ પર પહોંચ્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને HCL ટેક્નોલોજીસની કમાણીના મજબૂત આંકડાએ રોકાણકારોને ઉત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત દિવસની શરૂઆતમાં અને વોલ સ્ટ્રીટ પર એશિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડાએ સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું હતું. નિફ્ટી આઈટીમાં, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સોફ્ટવેર એકમાત્ર એવો શેર હતો જેમા ઘટાડે સોદા પડી રહ્યા હતા.
આ પણ વાંચો: Sensex 1530 પોઈન્ટ ઉછળ્યો, Niftyએ 13 સત્ર બાદ 23000ની સપાટી વટાવી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks In News | 03 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Commodity Market Trading : આજથી સોના, ચાંદી, ઓઈલનો ટ્રેડિંગ સમય લંબાયો

Closing Bell_ રિલાયન્સમાં ધૂમ લેવાલીના પગલે સેન્સેક્સ 1,200 પોઇન્ટથી પણ વધુ ઉચકાયો

રિલાયન્સ 5%થી વધુ વધ્યો હોય તેવા 20માંથી 17 પ્રસંગોએ નિફ્ટીમાં વધારો





