Google Geminiએ 3 કંપનીઓને હેક કરતા વિશ્વભરમાં ખળભળાટ
સાયબર સુરક્ષા પરીક્ષણ દરમિયાન Google Gemini AI એ માનવીય ભૂલના કારણે ખુલ્લી ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને વાસ્તવિક કંપનીઓના સિસ્ટમ સુધી પહોંચ મેળવી હતી. ઘટનાએ ઓટોનોમસ AI એજન્ટની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.

Googleના Gemini AI મોડેલને લઈને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં ચર્ચા તેજ થઈ છે. એક પરીક્ષણ દરમિયાન AI સિસ્ટમે માનવીય ભૂલના કારણે ખુલ્લી રહેલી ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને 3 વાસ્તવિક કંપનીઓના કમ્પ્યુટર સિસ્ટમમાં અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી મેળવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ ઘટના AI એજન્ટ્સની વધતી ક્ષમતાઓ અને તેમની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે નવા પ્રશ્નો ઊભા કરે છે.
આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ Irregular દ્વારા આયોજિત "Capture-the-Flag" ટેસ્ટ દરમિયાન બની હતી. પરીક્ષણમાં Geminiને એક કાલ્પનિક કંપનીમાંથી ડેટા મેળવવાનું કાર્ય આપવામાં આવ્યું હતું, પરંતુ કાલ્પનિક કંપનીનું નામ એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હોવાથી AIએ ખોટી દિશામાં શોધ શરૂ કરી હતી.
AIએ કેવી રીતે મેળવી સિસ્ટમમાં એન્ટ્રી?
પરીક્ષણ દરમિયાન સુરક્ષિત અને બંધ વાતાવરણમાં કામ થવાનું હતું, પરંતુ માનવીય ભૂલના કારણે Geminiને ખુલ્લા ઇન્ટરનેટની ઍક્સેસ મળી ગઈ હતી. ત્યારબાદ AIએ વેબ પર માહિતી શોધી, ઓનલાઈન ઉપલબ્ધ ક્રેડેન્શિયલ્સ શોધવાનો પ્રયાસ કર્યો અને કેટલાક કિસ્સાઓમાં પાસવર્ડ્સનું અનુમાન લગાવીને સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો.
ડેટા એક્સેસના પ્રયાસો સામે આવ્યા
'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, અલગ-અલગ ટેસ્ટ દરમિયાન Geminiએ સુરક્ષિત નેટવર્કમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. તેમાં પાસવર્ડ પ્રયાસો અને પબ્લિક ડેટા રિપોઝિટરીમાંથી મળેલા એક્સેસ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ સામેલ હતો.
Google અને નિષ્ણાતોની પ્રતિક્રિયા
Googleએ જણાવ્યું કે જ્યારે મોડેલને સમજાયું કે તે સિમ્યુલેટેડ ટાર્ગેટના બદલે વાસ્તવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગયું છે, ત્યારે તેણે પોતાની કામગીરી રોકી દીધી હતી. કંપનીએ આ ઘટનાને બગ બાઉન્ટી જેવા સુરક્ષા પરીક્ષણના ભાગ તરીકે રજૂ કરી હતી. જોકે, સાયબર સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે માનવીય દેખરેખ વગર કામ કરતા AI એજન્ટ્સ માટે કડક નિયંત્રણો, ઍક્સેસ મર્યાદા અને સુરક્ષા પ્રોટોકોલ જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.
આ પણ વાંચો : લગ્ન બાદ પણ ખેડૂત પુત્રીનો જમીન પર હક, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આ પણ જુઓ :
Also Read

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના





