Q2 Result: બેંક ઓફ બરોડાનો નફો 36% વધીને ₹6,532 કરોડ, NPA ઘટતાં એસેટ ક્વોલિટીમાં સુધારો
બેંક ઓફ બરોડાએ Q2 FY27માં મજબૂત પરિણામ જાહેર કર્યા છે. બેન્કનો ચોખ્ખો નફો 35.8% વધીને ₹6,531.5 કરોડ થયો છે, જ્યારે Net Interest Income 9% વધી ₹13,026 કરોડ પહોંચી છે. સાથે જ ગ્રોસ અને નેટ NPAમાં ઘટાડો થતાં બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

સરકારી ક્ષેત્રની Bank of Barodaએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિકમાં મજબૂત નફો અને સુધરેલી એસેટ ક્વોલિટી નોંધાવી છે. બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35.8% વધીને ₹6,531.5 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં બેન્કે ₹4,809 કરોડનો નફો નોંધાવ્યો હતો.
વ્યાજ આવકમાં પણ સારી વૃદ્ધિ
બેન્કની Net Interest Income એટલે કે NII 9% વધીને ₹13,026 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં NII ₹11,954 કરોડ હતી. NII બેન્કને લોન પર મળતા વ્યાજ અને ડિપોઝિટ પર ચૂકવાતા વ્યાજ વચ્ચેનો તફાવત દર્શાવે છે, તેથી આ આંકડો બેન્કના મુખ્ય ધંધાની કમાણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગ્રોસ NPA ઘટીને 1.78%
Bank of Barodaની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ NPA ત્રિમાસિક ધોરણે 1.99%થી ઘટીને 1.78% થયો છે. નેટ NPA પણ 0.50%થી ઘટીને 0.37% રહ્યો છે. NPAમાં ઘટાડો એ દર્શાવે છે કે બેન્કની લોન બુકમાં બાકી પડતી અથવા સમસ્યાગ્રસ્ત લોનનું પ્રમાણ ઘટ્યું છે.
નોન-ઇન્ટરેસ્ટ આવક લગભગ બમણી
બેન્કની non-interest income વાર્ષિક ધોરણે 95.8% વધીને ₹6,881 કરોડ થઈ છે. સાથે જ ઓપરેટિંગ પ્રોફિટ 28.7% વધીને ₹19,907 કરોડ પર પહોંચી છે. બીજા ત્રિમાસિકમાં ઓપરેંટિગ પ્રોફિટ 19.5% વધીને ₹10,979 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઓપરેટિંગ પ્રોફિટ 23.7% વધીને ₹19,557 કરોડ થયો છે.
Provisioningમાં મોટો વધારો
જોકે નફો અને એસેટ ક્વોલિટી મજબૂત રહી છે, બેન્કની પ્રોવિઝનિંગમાં ત્રિમાસિક ધોરણે નોંધપાત્ર વધારો થયો છે. પ્રોવિઝનિંગ અગાઉના ત્રિમાસિકના ₹643.03 કરોડથી વધીને ₹2,381.8 કરોડ થઈ છે. બેન્કો સંભવિત લોન નુકસાન અથવા અન્ય જોખમ સામે સુરક્ષા રાખવા માટે જે રકમ અલગ મૂકે છે તેને પ્રોવિઝનિંગ કહેવામાં આવે છે.
આ પણ વાંચો: બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર
ROA અને ROEમાં સુધારો
બેંક ઓફ બરોડાનું ROA વાર્ષિક ધોરણે 19 બેસિસ પોઈન્ટ વધીને 1.26% થયો છે. રિટર્ન ઓન ઈક્વિટી એટલે કે ROE પણ 363 બેસિસ પોઈન્ટ વધીને 19.28% રહ્યો છે. આ બંને આંકડા બેન્ક પોતાની સંપત્તિ અને શેરધારકોની મૂડીમાંથી કેટલી અસરકારક રીતે નફો કમાઈ રહી છે તે દર્શાવે છે.
ડિપોઝિટ અને લોન બુક બંનેમાં વધારો
30 સપ્ટેમ્બર, 2026 સુધી બેંક ઓફ બરોડાના ગ્લોબલ ડિપોઝીટમાં વાર્ષિક ધોરણે 16.4%ની વૃદ્ધિ નોંધાઈ છે. ડોમેસ્ટીક ડિપોઝીટ 16.6% વધ્યા છે, જ્યારે ડોમેસ્ટીક CASA ડિપોઝીટ 10.4% વધીને ₹5,39,515 કરોડ થયા છે. બીજી તરફ ગ્લોબલ એડવાન્સમાં 18.3% અને ડોમેસ્ટીક એડવાન્સમાં 13.5%ની વૃદ્ધિ નોંધાઈ છે. રિટેલ, એગ્રીકલ્ચર અને MSME મળીને RAM portfolioમાં પણ 18%ની વૃદ્ધિ જોવા મળી છે. Q2ના પરિણામોમાં બેંક માટે નફાની વૃદ્ધિ સાથે NPAમાં ઘટાડો અને લોન બુકની મજબૂત વૃદ્ધિ મુખ્ય સકારાત્મક મુદ્દા રહ્યા, જ્યારે provisioningમાં થયેલો વધારો ધ્યાન ખેંચે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો





