વડોદરાની Kronox Lab Sciencesમાં Indo Boraxની મોટી ડીલ, ₹246 કરોડમાં 64.26% હિસ્સો ખરીદશે
Indo Borax & Chemicals વડોદરા સ્થિત Kronox Lab Sciencesમાં 64.26% હિસ્સો ₹246.12 કરોડમાં ખરીદશે. કંપનીએ વધારાના 25.79% હિસ્સા માટે Open Offerને પણ મંજૂરી આપી છે.

Indo Borax & Chemicals Ltdએ વડોદરા સ્થિત લિસ્ટેડ સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની Kronox Lab Sciencesમાં 64.26% હિસ્સો ખરીદવા માટે Share Purchase Agreement કર્યો છે. આ સોદા હેઠળ Indo Borax 2,38,44,000 ઇક્વિટી શેર ₹246.12 કરોડમાં ખરીદશે. આ સાથે કંપનીના બોર્ડે Zenrock Chemicals સાથે મળીને Kronox Lab Sciencesમાં વધારાના 25.79% હિસ્સા માટે Open Offer લાવવાની પણ મંજૂરી આપી છે.
25.79% હિસ્સા માટે Open Offer
Open Offer હેઠળ Indo Borax અને તેની સાથે જોડાયેલી Zenrock Chemicals મળીને Kronox Lab Sciencesના 95.70 લાખ સુધીના શેર ખરીદવાની ઓફર કરશે. આ શેર કંપનીના કુલ 25.79% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ મુખ્ય હિસ્સો ખરીદવાનો સોદો Share Purchase Agreement પર હસ્તાક્ષર થયાની તારીખથી લગભગ 3 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે.
જૂના પ્રમોટર્સ પાસે રહેશે 9.95% હિસ્સો
સોદો પૂર્ણ થયા બાદ Kronox Lab Sciencesના હાલના પ્રમોટર્સ કંપનીમાં 9.95% હિસ્સો જાળવી રાખશે. આ ઉપરાંત તેઓ અધિગ્રહણ બાદના પરિવર્તન સમયગાળા દરમિયાન કંપનીને સહાય આપશે.
Kronox Lab Sciences શું કરે છે?
2008માં સ્થાપિત Kronox Lab Sciencesનું મુખ્ય મથક વડોદરામાં છે. કંપની ફાર્મા, ન્યુટ્રાસ્યુટિકલ, બાયોટેકનોલોજી, એગ્રોકેમિકલ, વૈજ્ઞાનિક સંશોધન અને લેબોરેટરી ટેસ્ટિંગ સહિતના ક્ષેત્રો માટે ઉચ્ચ શુદ્ધતાવાળા સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવે છે. કંપની ગુજરાતમાં અનેક ઉત્પાદન એકમો ચલાવે છે અને 185થી વધુ ઉત્પાદનોનું પોર્ટફોલિયો ધરાવે છે.
FY2026માં ₹101 કરોડની આવક
Kronox Lab Sciencesએ FY2026માં લગભગ ₹101 કરોડની આવક અને આશરે ₹28 કરોડનો કરપશ્ચાત નફો નોંધાવ્યો હતો. Indo Boraxના જણાવ્યા મુજબ આ અધિગ્રહણથી કંપનીને ઉત્પાદનોનું વિસ્તરણ, નિકાસ હાજરી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રમાં વૃદ્ધિ વધારવામાં મદદ મળશે.
Also Read

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા




