Mobile Tariff Hike: મોબાઈલધારકોના ખિસ્સા ખાલી થશે, બિલમાં થઈ શકે વધારો
મોબાઇલધારકોને આગામી સમયમાં વધુ મોંઘા રિચાર્જ પ્લાનનો સામનો કરવો પડી શકે છે. સંભવિત ભાવવધારાથી કંપનીઓની આવક અને પ્રતિ ગ્રાહક સરેરાશ આવક એટલે કે ARPUમાં નોંધપાત્ર સુધારો થવાનો અંદાજ છે.

CareEdgeના અહેવાલ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ FY27માં મોબાઇલ ટેરિફ વધારી શકે છે. જો ટેરિફમાં વધારો કરવામાં આવશે તો પ્રીપેડ રિચાર્જ અને પોસ્ટપેઇડ બિલ બંને મોંઘાં થઈ શકે છે. તેની સીધી અસર કરોડો મોબાઇલ ગ્રાહકોના માસિક ખર્ચ પર પડશે. અહેવાલમાં અનુમાન છે કે ટેરિફ વધારાના કારણે FY27માં સમગ્ર ઉદ્યોગનો ARPU આશરે 10% વધી શકે છે. આ સાથે ટેલિકોમ કંપનીઓની આવકમાં વાર્ષિક ધોરણે 12%થી 14% સુધીનો વધારો થઈ શકે છે.
કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધરશે
ટેરિફ વધારાથી કંપનીઓના નફાકારકતાના માર્જિનને પણ ટેકો મળી શકે છે. ઉદ્યોગનું EBITDA માર્જિન FY27માં 55%થી વધીને આશરે 57% સુધી પહોંચવાનો અંદાજ છે. કંપનીઓ પરના દેવાના દબાણમાં પણ ઘટાડો થઈ શકે છે. અહેવાલ પ્રમાણે ટેલિકોમ ઉદ્યોગનો Net Debt-to-EBITDA ગુણોત્તર 3 ગણાથી ઘટીને લગભગ 2.3 ગણો થઈ શકે છે.
સત્તાવાર વધારા પહેલાં પ્લાન મોંઘા
ટેલિકોમ કંપનીઓએ હજુ સુધી ટેરિફ વધારાની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે વધુ ડેટા, OTT સબ્સ્ક્રિપ્શન અને વધારાની સુવિધાઓ ધરાવતા મોંઘા પ્લાન રજૂ કરીને ગ્રાહકોનો સરેરાશ ખર્ચ વધારવામાં આવી રહ્યો છે. કંપનીઓએ છેલ્લે જુલાઈ 2024માં વિવિધ મોબાઇલ પ્લાનના ભાવમાં આશરે 10%થી 25% સુધીનો વધારો કર્યો હતો.
અગાઉ ક્યારે વધ્યા હતા ટેરિફ?
ડિસેમ્બર 2019માં મોબાઇલ ટેરિફ 14%થી 50% સુધી વધ્યા હતા
ડિસેમ્બર 2021માં એન્ટ્રી લેવલ ટેરિફમાં લગભગ 20% વધારો થયો હતો
જુલાઈ 2024માં વિવિધ પ્લાન 10%થી 25% મોંઘા થયા હતા
Airtelના ARPUમાં મોટા વધારાનો અંદાજ
CareEdgeના અહેવાલ અનુસાર ભારતી Airtelનો ARPU વર્તમાન સ્તરથી વધીને આશરે ₹300 સુધી પહોંચી શકે છે. આગામી પાંચ વર્ષમાં તે ₹400 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
FY27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉપલબ્ધ આંકડા પ્રમાણે Airtelનો ARPU ₹264, Reliance Jioનો ₹215.6 અને Vodafone Ideaનો ₹195 હતો. આ આંકડા દર્શાવે છે કે ટેલિકોમ કંપનીઓ વધુ આવક ધરાવતા ગ્રાહકો અને પ્રીમિયમ પ્લાન પર ભાર વધારી રહી છે.
ગ્રાહકો માટે શું બદલાશે?
ટેરિફમાં વધારો થશે તો ઓછા ડેટાવાળા સામાન્ય રિચાર્જ પ્લાન પણ મોંઘા થઈ શકે છે. જોકે ભાવવધારો ક્યારથી અને કેટલો લાગુ થશે તે કંપનીઓની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: 8th Pay Commission: લઘુતમ વેતન ₹68,000 કરવાની માંગ, જૂની પેન્શન યોજના પર પણ ભાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
Also Read

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા




