ઓલટાઈમ હાઈથી 60% નીચે ટ્રેડ થઈ રહ્યો છે આ રેલવે શેર, હવે અઠવાડિયામાં જ મળ્યો બીજો મોટો ઓર્ડર
RailTel Corporationને આ અઠવાડિયામાં બીજો મોટો ઓર્ડર મળ્યો છે. Northern Coalfields તરફથી ₹63.81 કરોડનો કનેક્ટિવિટી ઓર્ડર મળ્યા બાદ કંપનીનો કુલ તાજેતરનો ઓર્ડર પ્રવાહ મજબૂત થયો છે. તેમ છતાં શેર તેના ₹618ના સર્વોચ્ચ સ્તરથી આશરે 60% નીચે ₹250ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતીય રેલવે હેઠળની Navratna PSU RailTel Corporationને આ અઠવાડિયામાં બીજો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી મુજબ Northern Coalfields Limited તરફથી ₹63.81 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર Primary MPLS VPN Connectivity માટે છે. આ નેટવર્કનો ઉપયોગ NCLના હેડક્વાર્ટરને વિવિધ પ્રોજેક્ટ્સ સાથે જોડવા માટે કરવામાં આવશે, જેથી સતત માહિતી વહેંચણી અને કનેક્ટિવિટી વધુ સરળ બની શકે.
ઓડિશાથી મળ્યો પહેલો ઓર્ડર
આ જ અઠવાડિયામાં RailTelને ઓડિશા પ્રાઈમરી એજ્યુકેશન પ્રોગ્રામ ઓર્થોરિટી તરફથી ₹48.39 કરોડનો ઓર્ડર પણ મળ્યો હતો. આ ઓર્ડર હેઠળ કંપનીએ વોકેશનલ લેબ માટે supply, installation, commissioning તેમજ tools અને equipment સાથે જોડાયેલું કામ કરવાનું છે. આ પ્રોજેક્ટ 3 એપ્રિલ 2027 સુધી પૂર્ણ કરવાનો છે.
RailTel શું કામ કરે છે?
RailTel કોર્પોરેશન ભારતીય રેલવે હેઠળની Navratna PSU છે. કંપની દેશભરમાં ટેલિકોમ, ઈન્ટરનેટ, નેટવર્કિગ, સાયબર સિક્યુરિટી અને IT ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર સાથે જોડાયેલી સેવાઓ આપે છે. કંપની 63,000 કિલોમીટરથી વધુ રૂટ પર ફાયબર નેટવર્ક ચલાવે છે. તે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને ડેટા કનેક્ટિવિટી આપે છે અને રેલવે સ્ટેશનો પર Wi-Fi સેવાઓ પણ પૂરી પાડે છે.
આ પણ વાંચો: શું મોંઘવારી એક વર્ષમાં 10% સુધી પહોંચશે ? : RBIના સરવેમાં ચિંતા
સર્વોચ્ચ સ્તરથી 60% નીચે શેર
RailTelનો શેર લાંબા સમયથી દબાણ હેઠળ રહ્યો છે. જુલાઈ 2024માં શેરે ₹618નું સર્વોચ્ચ સ્તર બનાવ્યું હતું. હાલ શેર આશરે ₹250ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, એટલે તે પોતાના હાઈથી આશરે 60% નીચે છે. છેલ્લા એક મહિનામાં શેરમાં આશરે 7% અને છેલ્લા ત્રણ મહિનામાં આશરે 16% ઘટાડો નોંધાયો છે. માર્ચ 2026માં શેરે ₹245નું નીચું સ્તર બનાવ્યું હતું.
સરકારની 72.84% હિસ્સેદારી
RailTelમાં President of Indiaના નામે 72.84% હિસ્સેદારી છે, જે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. બાકી 27.16% હિસ્સો જાહેર શેરધારકો પાસે છે. તેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસે 3.98% અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પાસે 0.99% હિસ્સો છે. કંપનીનું બજાર મૂલ્ય આશરે ₹8,230 કરોડ છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો





