રિલાયન્સ જિયો અને રિલાયન્સ પાવર વચ્ચે જબરદસ્ત સામ્યતા, રોકાણકારો ડૂબશે કે તરશે?
રિલાયન્સ પાવર તે સમયે એટલે કે 2008માં 21.73 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો તો રિલાયન્સ જિયોનું પ્રીમિયમ એટલે કે જીએમપી હાલમાં 22 ટકા બોલાય છે.

રિલાયન્સ પાવરના 2008માં આવેલા અને 2026માં આવેલા રિલાયન્સ જિયોના ઇશ્યૂ વચ્ચે જોઈએ તો અજબનો યોગાનુયોગ સર્જાયો છે. રિલાયન્સ પાવર તે સમયે એટલે કે 2008માં 21.73 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો તો રિલાયન્સ જિયોનું પ્રીમિયમ એટલે કે જીએમપી હાલમાં 22 ટકા બોલાય છે. આ જોતાં તે શું રિલાયન્સ પાવર જેટલા પ્રીમિયમે જ લિસ્ટ થયો હતો તેટલા કે તેની નજીકના પ્રીમિયમે રિલાયન્સ જિયો લિસ્ટ થશે. તે સમયે રિલાયન્સ પાવરના મુખ્ય પ્રમોટર અનિલ અંબાણી હતા અને આજે પણ છે, જ્યારે હાલમાં રિલાયન્સ જિયોના પ્રમોટર મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી છે. એટલે કે બંને મેષ રાશિ આવે છે. હાલમાં બધા મેષ રાશિવાળા અમેરિકા, આરબ, ઇઝરાયેલ એ બધાનો ખરાબ સમય ચાલી રહ્યો છે.

રિલાયન્સ પાવરના ઇશ્યૂમાં લગભગ 7.50 લાખ કરોડનું રોકાણ થયું હતું. આ વખતના રિલાયન્સ જિયોના આઇપીઓમાં પણ સ્થિતિ તેવી જ છે. રિલાયન્સ જિયોમાં પણ લગભગ 7.41 લાખ કરોડનું કુલ રોકાણ થયું છે. રિલાયન્સ પાવરનો આઇપીઓ 2008માં 11મી ફેબ્રુઆરીના રોજ લિસ્ટિંગ ડેના રોજ રૂ. 450ના ઇશ્યૂ પ્રાઇસ સામે 21.73 ટકા પ્રીમિયમે લિસ્ટ થઈ રૂ. 599ની ટોચ બનાવ્યા પછી ઇશ્યૂ પ્રાઇસથી રૂ. 450થી નીચે રૂ. 372 પર બંધ આવ્યો હતો. આમ રોકાણકારોને લિસ્ટિંગ સમયે મળેલો નફો દિવસના અંત સુધી ટક્યો ન હતો. તેના પછી રિલાયન્સ પાવરનો શેર 5:3ના પ્રમાણમાં બોનસની જાહેરાત થઈ ત્યારે શું રિલાયન્સ પાવરનો શેર 25મી ફેબ્રુઆરીના રોજ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 450ને વટાવી ગયો હતો. તેના પછી આ શેરે ક્યારેય રૂ.450ની સપાટી બનાવી ન હતી. રિલાયન્સ પાવરનો મંગળવારનો બંધ ભાવ રૂ. 17 છે.

હવે રિલાયન્સ જિયોના પ્રમોટરોએ પણ શું તેમના શેરના ભાવને યોગ્ય રીતે પ્રાઇસિંગ કર્યો છે કે પછી રિલાયન્સ પાવરની જેમ ભાવિ સંભાવનાઓના આધારે જ મદાર બાંધ્યો છે. રિલાયન્સ પાવરના આઇપીઓ સમય દેશની વીજ વપરાશ અને ઘરદીઠ વપરાશ અને ઔદ્યોગિક વપરાશવૃદ્ધિના આંકડા દર્શાવીને પાવર સેક્ટરનું ઉજળુ ચિત્ર રોકાણકારોને બતાવવામાં આવ્યું હતું, પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે આ પાવર પહોંચાડવા માટે જે ટ્રાન્સમિશનની જરૂરિયાત છે તેના પર વાત જ કરાઈ ન હતી. આ સિવાય વીજ યોજનાઓને મંજૂરી આપવામાં સરકારી અમલદારશાહી અભિગમ જમીન સંપાદન અંગેની સરકારની અસ્પષ્ટ નીતિઓ, કોલસાના લિંકેજિસના અભાવ વગેરે ભયસ્થાનો દર્શાવાયા જ ન હતા. તેના લીધે આજે દોઢ દાયકા પછી રિલાયન્સ પાવરની સ્થિતિ બધા જાણીએ છીએ.
હવે રિલાયન્સ જિયો પર આવીએ. અહીં ભારતની ડિજિટલ ક્રાંતિને આધાર બનાવીને તેના પર મદ્દાર મૂકવામાં આવ્યો છે. જિયો હવે ફક્ત યુઝર પાસેથી કોલિંગ અને ઇન્ટરનેટ પર જ આવક મેળવતી નથી તે એપ્લિકેશન્સ આધારિત આવકો મેળવવાનો અંદાજ પણ ધરાવે છે. તેની પાસે 53 કરોડ ગ્રાહકો છે, પરંતુ હવે આ બધા જ ગ્રાહકોને ડિજિટલ કસ્ટમરમાં પરિવર્તીત કરીને તેમની પાસેથી વધુને વધુ નાણાકીય વળતર મેળવવા ઘણી બધી વ્યૂહરચનાઓ અપનાવવી પડે તેમ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો





