ભોજન મહેમાનની પસંદનું, બિલ યજમાનનું! Zomato લાવ્યું ‘Mehmaan Mode’ ફીચર
Zomato ટૂંક સમયમાં ‘Mehmaan Mode’ નામનું નવું ફીચર લાવવાની તૈયારીમાં છે. આ મોડમાં મહેમાનોને મેન્યૂ દેખાશે, પરંતુ ડિશની કિંમત નહીં દેખાય અને પેમેન્ટ હોસ્ટ કરશે.

ઘરે મહેમાનો આવ્યા હોય અને તેમના માટે Zomato પરથી ખાવાનું ઓર્ડર કરવાનું હોય ત્યારે ઘણીવાર લોકો કિંમત જોઈને પોતાની પસંદગીની ડિશ મંગાવવામાં સંકોચ અનુભવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Zomato ‘Mehmaan Mode’ નામનું નવું ફીચર લાવવાની તૈયારીમાં છે. આ મોડમાં મહેમાનોને મેન્યૂ દેખાશે, પરંતુ ખાવાની કિંમત છુપાયેલી રહેશે. જોકે, આ ફીચર હજુ સત્તાવાર રીતે લોન્ચ થયું નથી.
શું છે Zomatoનું ‘Mehmaan Mode’?
‘Mehmaan Mode’ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેઓ પોતાના ઘરે આવેલા મહેમાનો માટે ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરે છે. આ મોડ ચાલુ કર્યા બાદ મહેમાનો Zomato પર ઉપલબ્ધ મેન્યૂ જોઈને પોતાની પસંદગીની ડિશ પસંદ કરી શકશે, પરંતુ ડિશની કિંમત તેમને દેખાશે નહીં. આ રીતે મહેમાનો મોંઘી ડિશ પસંદ કરવામાં સંકોચ અનુભવ્યા વગર પોતાની પસંદગીનું ખાવાનું પસંદ કરી શકશે.
ફીચર કેવી રીતે કામ કરશે?
સામાન્ય રીતે મહેમાનોને ખાવાનું પસંદ કરવા માટે ફોન આપવામાં આવે છે. પરંતુ મેન્યૂમાં કિંમત દેખાતી હોવાથી કેટલાક મહેમાનો મોંઘી ડિશ પસંદ કરવાનું ટાળી શકે છે. ‘Mehmaan Mode’માં ડિશની કિંમતો છુપાયેલી રહેશે. મહેમાન પોતાની પસંદગીની ડિશ પસંદ કરશે અને ત્યારબાદ ફોન હોસ્ટ એટલે કે ઓર્ડરનું પેમેન્ટ કરનાર વ્યક્તિને પરત આપી શકશે. ત્યારબાદ હોસ્ટ ઓર્ડરનું પેમેન્ટ કરશે.

LinkedIn પરથી મળ્યો ફીચરનો આઈડિયા
આ ફીચરનો વિચાર ઝોમેટોના માલિકને એક લિંક્ડઇન યુઝરે આપ્યો હતો. તેમણે LinkedIn પર પોસ્ટ કરીને Zomatoના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયલને ટેગ કર્યા હતા. યુઝરે લખ્યું હતું કે તેમણે ઘણી વખત લોકોને મહેમાનો વચ્ચે ફોન ફેરવીને ખાવાનું ઓર્ડર કરતા જોયા છે. તેમના મતે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં આ પ્રકારનું ફીચર મહેમાનોને વધુ સરળતાથી પોતાની પસંદગીનું ખાવાનું પસંદ કરવામાં મદદ કરી શકે છે.
દીપિન્દર ગોયલે આપ્યો જવાબ
યુઝર (આયુષ્માન અગ્રવાલ)ની LinkedIn પોસ્ટના જવાબમાં દીપિન્દર ગોયલે આ સૂચન સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે કંપની તેને આ જ સપ્તાહે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ આધારે ‘Mehmaan Mode’ ઓક્ટોબર 2026ના અંતિમ દિવસોમાં રોલઆઉટ થઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આ મોડને કેવી રીતે ચાલુ કે બંધ કરી શકાશે તેની વિગતો જાહેર કરી નથી. આ ઉપરાંત, માત્ર ડિશની કિંમત છુપાવવામાં આવશે કે બિલ સાથે જોડાયેલી અન્ય વિગતો પણ છુપાશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તમામ યુઝર્સને આ સુવિધા એકસાથે મળશે કે તબક્કાવાર રોલઆઉટ થશે, તેની માહિતી પણ હજુ સામે આવી નથી.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit | PM મોદી આજે ગુજરાતમાં: ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
આ પણ જુઓ:
Also Read

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળા વચ્ચે સરકારી કંપનીઓએ માર્જિનમાં ધમધોકાર સુધારો કરીને નફો કર્યો





