Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક
કેન્દ્ર સરકારે 16થી 30 નવેમ્બર માટે 13 લાખ ટન સાથે સમગ્ર નવેમ્બરમાં કુલ 26 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. નવી સિઝનની ખાંડને પણ 30 નવેમ્બર સુધી અલગ પરવાનગી વિના વેચવાની છૂટ મળી છે. વધતી ઉપલબ્ધતા વચ્ચે છેલ્લા 2 સપ્તાહથી ખાંડના ભાવ સ્થિર છે.

Sugar Quota: કેન્દ્ર સરકારે 16 મી નવેમ્બર થી 30 મી નવેમ્બર સુધી એટલે કે નવેમ્બર 2026ના બીજા પખવાડિયા માટે કુલ 13 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. ઉપરાંત જે મિલોએ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં નવી સિઝનની ખાંડનું ઉત્પાદન શરૂ કર્યુ છે તેમને બજારમાં ખાંડ વેચવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આમ સરકારે નવેમ્બર- 26 માટે કુલ 26 લાખ ટનની ફાળવણી કરી છે.
બોમ્બે શુગર મર્ચન્ટસ એશોસિએશનનાં પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે સરકારે ઓક્ટોબર મહિના માટે કુલ 30 લાખ ટન અને હવે નવેમ્બર મહિના માટે 26 લાખ ટન ખાંડની ફાળવણી કરી છે. હવે ભારતમાં તહેવારોની સિઝન પુરી થવામાં છે. તેથી છેલ્લા બે સપ્તાહથી ખાંડના ભાવ સ્થિર થયા છે. હાલમાં એમ-30 ખાંડનાં એક્સ-મિલ ભાવ 5150 થી 5250 રુપિયા પ્રતિ ક્વિન્ટલ અને એસ-30 ખાંડના ભાવ 5050 થી 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલે છે.
મુંબઇ સ્થિત ખાંડનાં અગ્રણી નિકાસકાર પ્રફૂલ વિઠલાણીએ જણાવ્યું હતું કે સરકારે બે મહિનામાં 56 લાખ ટન ખાંડ રિલીઝ કરી છે. જો કે સરકાર હાલના રિટેલ બજારના ખાંડના ભાવને ઘટાડવા માગે છે. તેથી જ સરકારે નવેમ્બરના બીજા પખવાડિયામાં પણ આટલો મોટો ક્વોટ રિલીઝ કર્યો છે. આ ઉપરાંત સરકારે મિલોને તેમને ફાળવેયેલા ક્વોટા ઉપરાંત નવી સિઝનમાં ઉત્પાદિત થયેલી ખાંડને 30 નવેમ્બર સુધી સરકારની અલગ પરવાનગી વિના વેચવાની પરવાનગી આપી છે.
મહારાષ્ટ્રમાં 12મી નવેમ્બર સુધીમાં નવી સિઝનની 16.07 લાખ ટન ખાંડનું ઉત્પાદન થઇ ગયું છે જેનો પુરવઠો પણ બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે. હાલમાં રિકવરી રેટ સંતોષજનક 8.36 ટકાનો છે. આજ કારણ છે કે હવે એકધારી તેજી ઉપર બ્રેક લાગી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 72 સહકારી અને 74 ખાનગી મળીને કુલ 146 ખાંડની મિલો ધમધોકાર ખાંડનું ઉત્પાદન કરી રહી છે. દૈનિક 10.21 લાખ ટન શેરડીની ક્રશીંગ કેપેસિટી સાથે અત્યાર સુધીમાં કુલ 1.88 કરોડ ટન શેરડીનું પિલાણ થયું હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો: Sugar Industry: ખાંડના મજબૂત ભાવ છતાં મિલોના નફા પર સંકટ, ઇથેનોલના નિયંત્રણો અને વધતા ખર્ચનો માર
આ પણ જુઓ:
Also Read

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો




