KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હીરા ઉદ્યોગ પર મંદીનો માર! એક સમયે ધમધમતાં કારખાનાઓના હવે પડ્યા પાટિયા

વૈશ્વિક આર્થિક કટોકટી અને ભૌગોલિક-રાજકીય તણાવની અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં અનેક કારખાનાઓ બંધ થયા છે અને રત્નકલાકારો વૈકલ્પિક રોજગારી તરફ વળી રહ્યા છે.

desk@kuberanowPublished On : 16 Oct 2026
 surat
Gujarat Diamond IndustryAI Generated Image

ગુજરાતનો હીરા ઉદ્યોગ લાંબા સમયથી વૈશ્વિક ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જોકે હાલ વૈશ્વિક આર્થિક કટોકટી અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. ઓર્ડરની અછત અને વધતા આર્થિક બોજ વચ્ચે અનેક રત્નકલાકારોને પરંપરાગત કામ છોડીને અન્ય ક્ષેત્રોમાં રોજગારી શોધવાની ફરજ પડી રહી છે.


વૈશ્વિક પરિસ્થિતિથી હીરા ઉદ્યોગને ફટકો

હીરાના કારખાનાના માલિકોના જણાવ્યા અનુસાર, હાલની મંદી પાછળ વૈશ્વિક પરિસ્થિતિઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના તણાવને કારણે કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે રફ હીરાની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો થયો છે. પરિણામે સ્થાનિક હીરા ઉદ્યોગકારોને કાચા માલના ખર્ચ અને માંગમાં ઘટાડા એમ બંને તરફથી દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.


અમદાવાદમાં નાના-મધ્યમ કારખાનાઓ સૌથી વધુ અસરગ્રસ્ત

મંદીની સૌથી વધુ અસર નાના અને મધ્યમ કદના હીરાના કારખાનાઓ પર પડી હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં અગાઉ 600થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત હતા. સૂત્રો અનુસાર, અત્યાર સુધીમાં 40થી વધુ કારખાનાઓ કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે. ઓર્ડરની અછત અને વધતો આર્થિક બોજ સહન ન કરી શકવાને કારણે કેટલાક કારખાનાના માલિકોએ કામકાજ બંધ કર્યું છે, જ્યારે કેટલાકે કામના કલાકો ઘટાડવાનો નિર્ણય લીધો છે.


રત્નકલાકારોની રોજગારી પર અસર

અમદાવાદમાં અગાઉ 2 લાખથી વધુ રત્નકલાકારો હીરા ઘસવાનું અને પોલિશિંગનું કામ કરીને રોજીરોટી મેળવતા હતા. મંદીના કારણે રોજગારી ગુમાવનારાઓની સંખ્યા વધી છે અને હાલ રત્નકલાકારોની સંખ્યા સવા લાખ આસપાસ રહી હોવાનું જણાવાયું છે. આ સ્થિતિને કારણે હજારો પરિવારો આર્થિક સંકટમાં ફસાયા છે. કેટલાક રત્નકલાકારો હવે હીરા ઉદ્યોગ છોડીને અન્ય ક્ષેત્રોમાં મજૂરી અથવા વૈકલ્પિક રોજગારી તરફ વળી રહ્યા છે.


21 દિવસનું લાંબું વેકેશન જાહેર

હીરા ઉદ્યોગમાં મંદીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આ વખતે હીરા બજાર અને કારખાનાઓમાં સત્તાવાર રીતે 21 દિવસનું લાંબું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કાચા હીરાની સપ્લાય, તૈયાર હીરાની માંગ અને વૈશ્વિક બજારની સ્થિતિ વચ્ચેનું દબાણ સ્થાનિક ઉદ્યોગ માટે મોટો પડકાર બની રહ્યું છે.


આ પણ વાંચો : પેટ્રોલની નિકાસ પર ટેક્સનો બોજ વધ્યો, ડીઝલ પર ₹7.50 ડ્યુટી ઘટી

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા

PM MODI

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

Train

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો

pm

PM Modi Gujarat Visit | PM મોદી આજે ગુજરાતમાં: ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ