હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ પૂર્ણ, જાપાન-દક્ષિણ કોરિયા પ્રવાસથી ગુજરાતમાં રોકાણની નવી તકો
ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે જાપાન અને દક્ષિણ કોરિયામાં વિવિધ વૈશ્વિક કંપનીઓ સાથે રોકાણ અંગે બેઠકો યોજી. Hondaના ગુજરાતમાં વિસ્તરણથી 2027ના અંત સુધીમાં 4,000 નવી રોજગારી ઊભી થવાની શક્યતા છે.

ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવાના પ્રયાસોને વધુ ગતિ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. બંને દેશોમાં વૈશ્વિક કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજાઈ હતી. આ મુલાકાતોમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત માટે રોકાણની તકો પર ચર્ચા થઈ.
જાપાનમાં 34 કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠક

જાપાન પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે 50થી વધુ બેઠકો અને ચાર મહત્વપૂર્ણ મુલાકાતો યોજી હતી. આ પ્રવાસમાં 200થી વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા, જ્યારે 34 અગ્રણી જાપાનીઝ કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. આ બેઠકોમાં Itochu Corporation, Nippon Steel, Suzuki Motor Corporation, Honda Motor, Tokyo Electron, Mizuno, Matsuoka અને Furukawa Electric સહિતની કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર, ટેક્સટાઇલ, બાયોટેકનોલોજી, સ્પોર્ટ્સ ગુડ્સ, મેડિકલ ડિવાઇસ, BFSI, કેમિકલ્સ, ડેટા સેન્ટર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો મુખ્ય ફોકસમાં રહ્યા હતા.
Hondaના વિસ્તરણથી 4,000 રોજગારીની શક્યતા

ટોક્યોમાં પ્રતિનિધિમંડળે Hondaની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. ગુજરાતમાં Hondaના વિસ્તરણ પ્લાનથી વર્ષ 2027ના અંત સુધીમાં 4,000 નવી રોજગારીઓ ઊભી થશે તેમ જણાવાયું છે. જાપાનમાં શિઝુઓકા અને ઇવાતે પ્રિફેક્ચરના ગવર્નરો તેમજ જાપાનના Ministry of Economy, Trade and Industry (METI)ના અધિકારીઓ સાથે પણ બેઠકો યોજાઈ હતી. શિઝુઓકા અને ગુજરાત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમજ આગામી Vibrant Gujarat Global Summit 2027 દરમિયાન ઇવાતે અને ગુજરાત વચ્ચે પ્રસ્તાવિત Friendship Agreement અંગે પણ ચર્ચા થઈ હતી.
દક્ષિણ કોરિયામાં સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી પર ભાર

જાપાન બાદ પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. અહીં 105 પ્રતિનિધિઓ જોડાયા હતા અને 16 વૈશ્વિક કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી. Youngone Corp, LS Electric, COSMAX, CS Wind, Orsted, Vestas, Kolon Industries, Seoul Viosys, MagnaTech, Lotte Wellfood અને JT Corporation સહિતની કંપનીઓ સાથે ચર્ચા થઈ હતી. સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, બાયોટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રો પર મુખ્ય ભાર રહ્યો હતો.
કોરિયામાં ટેક્સટાઇલ અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ ચર્ચા

દક્ષિણ કોરિયામાં પાંચ રાઉન્ડટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આશરે 60 ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. તેમાં લીગલ ફર્મ્સ, ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, સ્ટાર્ટઅપ્સ અને બાયોટેકનોલોજી ક્ષેત્રના પ્રતિનિધિઓ સામેલ હતા. પ્રતિનિધિમંડળે Korea Textile Development Institute (KTDI)ની મુલાકાત લઈને ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી. દક્ષિણ કોરિયાના Daegu શહેરની પણ મુલાકાત લેવામાં આવી હતી, જે ટેક્સટાઇલ અને ફેશન ઉદ્યોગ માટે જાણીતું છે. આ ઉપરાંત Advanced Technology Center Association (ATCA)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. ATCAમાં 293 કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાં 60 સેમિકન્ડક્ટર કંપનીઓ છે. જાપાન અને દક્ષિણ કોરિયાના આ પ્રવાસ દરમિયાન થયેલી બેઠકોને કારણે ગુજરાતમાં વિદેશી રોકાણની નવી તકો ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઓટોમોબાઇલ ક્ષેત્રે થયેલી ચર્ચાઓ રાજ્યમાં નવી રોજગારીની તકો અને આગામી Vibrant Gujarat Global Summit 2027 માટે મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મગફળીના પાકને મોટો ફટકો! ઉત્પાદન 20.50% ઘટવાનો અંદાજ
આ પણ જુઓ:
Also Read

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો





